Homeટોપ ન્યૂઝTanzania Plane Crash: લેન્ડિંગ દરમિયાન પેસેન્જર પ્લેન સરોવરમાં ખાબક્યું, બચાવ કામગીરી...

Tanzania Plane Crash: લેન્ડિંગ દરમિયાન પેસેન્જર પ્લેન સરોવરમાં ખાબક્યું, બચાવ કામગીરી શરૂ

તાન્ઝાનિયામાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. એરપોર્ટ એક પેસેન્જર પ્લેન લેન્ડિંગ વખતે સરોવરમાં ક્રેશ થયું છે.  પ્રિસિઝન એરલાઈન્સ ડોમેસ્ટિક પ્લેન જ્યારે બુકોબામાં લેન્ડ થવા જઈ રહ્યું હતું ત્યારે પાઈલટે નિયંત્રણ ગુમાવ્યું હતું અને પ્લેન એરપોર્ટ નજીક વિક્ટોરિયા લેકમાં ખાબકયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

“>

બુકોબા એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પ્રિસિઝન એર પ્લેનને એક અકસ્માત નડ્યો છે જે.પ્લેન એરપોર્ટથી લગભગ 100 મીટર દૂર પાણીમાં તૂટી પડ્યું હતું.’
રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસને અસરગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને બચાવ કામગીરી ચાલુ હોવાથી શાંતી બનાવી રાખવા અપીલ કરી છે.
પ્લેનમાં 39 મુસાફરો, બે પાઇલોટ અને બે કેબિન ક્રૂ સહિત 43 લોકો દાર-એ-સલામથી કાગેરા ક્ષેત્રમાં વિક્ટોરિયા સરોવરને કિનારે આવેલા બુકોબા શહેર પહોંચવા માટે સવાર થયા હતા. બચાવકર્મીઓએ 26 લોકોને બચાવી લીધા છે.
પ્રિસિઝન એર જે તાંઝાનિયાની સૌથી મોટી ખાનગી એરલાઇન છે, તેણે અકસ્માતની પુષ્ટિ કરતું સંક્ષિપ્ત નિવેદન બહાર પાડ્યું.
વિડિયો ફૂટેજમાં પ્લેન અડધા ઉપર ડૂબી ગયેલું દેખાય છે. બચાવ ટુકડી લોકોને પાણીમાંથી સલામત સ્થળે લાવી રહ્યા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -