તમિલનાડુમાં ભાજપ અને સત્તાધારી ડીએમકે વચ્ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. DMK વૈશ્વિક મની લોન્ડરિંગ બિઝનેસનો એક ભાગ બની રહ્યું છે અને મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને વિદેશી શેલ કંપનીઓ પાસેથી રૂ. 200 કરોડ લીધા છે, એવા તમિલનાડુ ભાજપના વડા કે અન્નામલાઈના મીડિયા બ્રીફિંગમાં દાવા બાદ ડીએમકે દ્વારા અન્નામલાઇની મર્યાદિત આવૃત્તિની રાફેલ ઘડિયાળ અંગે આક્ષેપો કર્યા છે.
તમિલનાડુ બીજેપી પ્રમુખ અન્નામલાઈએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ ડીએમકેના મુખ્ય અધિકારીઓ અને ધારાસભ્યો અને સાંસદોના ભ્રષ્ટાચારની યાદી જાહેર કરશે. તેમણે જણાવ્યું હતું કે તમિલનાડુનું રાજકારણ ભ્રષ્ટાચારથી કલંકિત છે અને તેઓ તેને સાફ કરવા આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનું બેકગ્રાઉન્ડ અત્યંત સામાન્ય સ્તરનું છે. તેઓ બકરીઓ અને ગાયો ઉછેરતા ગરીબ ખેડૂત હતા.
તેમના ઇન્ટરવ્યુના જવાબમાં, ડીએમકેએ અન્નામલાઈ દ્વારા પહેરવામાં આવેલી ઘડિયાળની કિંમતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે ગરીબ ખેડૂત લાખો રૂપિયાની ઘડિયાળ કેવી રીતે પહેરી શકે. આના જવાબમાં અન્નામલાઈએ કહ્યું કે તેમના હાથ પરની રાફેલ ઘડિયાળની કિંમત વધુ હોવા છતાં તેમણે ઈમાનદારીથી ખરીદી કરી છે અને તેઓ બિલ સહિતની વિગતોના પુરાવા આપી શકે છે.
ஏல 420 @annamalai_k ..
சேரலாதன் வாங்குனதா சொன்ன வாட்ச்-No BRO394EBl147
நீ அவரிடம் வாங்குனதா சொன்ன வாட்ச்-No BRO394DAR147
🤦🏽♂️🤦🏽♂️இதற்கு பேர்தான் பிராடுத்தனம்! pic.twitter.com/Nj5FCoDEtn
— R.Rajiv Gandhi (@rajiv_dmk) April 14, 2023
ચેન્નાઈમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપના તમિલનાડુના પ્રમુખ અન્નામલાઈએ જણાવ્યું હતું કે, “મેં જે રાફેલ કાંડા ઘડિયાળ પહેરી છે તેનું નિર્માણ બેલ અને રોઝની સાથે મળીને ફ્રેન્ચ કંપની દસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવ્યું છે, જે રાફેલ વિમાન બનાવે છે. દુનિયામાં આ મોડલની માત્ર 500 ઘડિયાળો છે. હું ઉપયોગ કરું છું તે 147મી ઘડિયાળ છે. તેમાં વપરાતી ધાતુઓને કારણે રાફેલ ઘડિયાળનું વજન એક ઈંટ જેટલું છે. ભારતમાં આ ઘડિયાળના માત્ર બે મોડલ વેચાયા છે. એકનો ઉપયોગ હું કરી રહ્યો છું અને બીજાનો ઉપયોગ મુંબઈમાં મલ્ટીનેશનલ કંપનીની વ્યક્તિ કરી રહ્યી છે. મેં મારા મિત્ર પાસેથી 27મી મેના રોજ ઘડિયાળ ખરીદી હતી. બેંગલુરુ પોલીસમાં ફરજ બજાવતા તેણે લાંચ લીધી હતી તે સાચી વાત નથી. આ સંદર્ભે, કેટલાક લોકો નકલી રસીદો શેર કરી રહ્યા છે. “હું છેલ્લા બે વર્ષથી આ એક ઘડિયાળનો ઉપયોગ કરું છું, જે મેં 3 લાખ રૂપિયામાં ખરીદી હતી.” અન્નામલાઇની આ સ્પષ્ટતા બાદ ડીએમકે હવે શું પ્રતિક્રિયા આપે છે એ જોવું રહ્યું.