તમે દુનિયાની સૌથી મોંઘી વસ્તુઓ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે આપણે અહીં પાંચ એવા ફૂલો વિશે કે જે ખરીવા માટે તમારે ઘર-જમીન, ગાડી વેચવી પડી શકે એમ છે.એટલે આ ફૂલ ખરીદવાનું તો માંડી જ વાળો પણ તેને સૂંઘવા માટે પણ કદાચ તમારે પૈસા ચૂકવવા પડી શકે છે.
શેનઝેન નોંગકે ઓર્કિડ
શેનઝેન નોંગકે ઓર્કિડ આ ફૂલની ગણતરી વિશ્વના સૌથી મોંઘા ફૂલમાં કરવામાં આવે છે. જોવામાં ખૂબ જ સુંદર એવા આ ફૂલની કિંમત લાખોમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં તેની કિંમત લગભગ 86 લાખ રૂપિયા હતી. એનો સીધેસીધો અર્થ એવો થયો કે આજે તેની કિંમત પણ વધુ હોઈ શકે છે.
સેફ્રોન ક્રોકસ
શેનઝેન નોંગકે ઓર્કિડ બાદ આગળ વધીએ અને વાત કરીએ સેફ્રોન ક્રોકસની. આ ફૂલનો સમાવેશ પણ દુનિયાના સૌથી મોંઘા ફૂલોની યાદીમાં થાય છે. આ ફૂલની કિંમતનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે એમાંથી તમે એક iPhone ખરીદી શકો છો. તમારી જાણ માટે કે હાલમાં બજારમાં કેસરની કિંમત લગભગ 2 લાખ રૂપિયા પ્રતિ કિલો છે, તેથી તમે આ ફૂલની કિંમતનો અંદાજ લગાવી શકો છો.
અમૂલ્યા ફૂલ
આ જ સિરીઝમાં આગળ વધીએ અને વાત કરીએ ત્રીજા ફૂલની, આ છે અમૂલ્યા ફૂલ આ એક અનોખું ફૂલ છે અને જે શ્રીલંકામાં ઉગાડવામાં આવે છે. શ્રીલંકામાં આ ફૂલ કડુપુલ તરીકે ઓળખાય છે. આ ફૂલની બીજી ખાસિયત વિશે વાત કરીએ તો આ ફૂલ થોડા કલાકો માટે જ ખીલે છે. આવી સ્થિતિમાં, કોઈ માટે પણ તેને ખરીદવવાનું અઘરું જ છે.
ટ્યૂલિપ
ટ્યૂલિપ એક સુંદર ફૂલ છે જેની ગણતરી મોંઘા ફૂલોમાં થાય છે. પહેલા આ ફૂલની કિંમત ઘણી વધારે હતી, પરંતુ જ્યારથી કાશ્મીરમાં ખેડૂતોએ તેની ખેતી કરવાનું શરૂ કર્યું ત્યારથી ભારતીય બજારમાં તેની કિંમત ઘટી ગઈ છે. જોકે, આવું હોવા છતાં પણ ટ્યૂલિપ્સ અન્ય ફૂલોની સરખામણીએ મોંઘા છે.
ગાર્ડેનિયા
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ અને હવે વાત કરીએ આ યાદીના છેલ્લાં ફૂલ એવા ગાર્ડેનિયાની. આ પણ એ ફૂલોમાંથી જ એક છે જે ફક્ત ખાસ પ્રસંગોએ લાવવામાં આવે છે. આ ફૂલ પણ ઘણું મોંઘું છે. ગાર્ડનિયાનો ઉપયોગ લગ્ન સમારોહમાં ઘર અને મંડપને સજાવવા માટે થાય છે. લગ્નની સિઝનમાં આ ફૂલની માંગ ઘણી વધારે હોય છે. કહેવાય છે કે એક ફૂલની કિંમત આશરે રૂ.1000-1600 જેટલી છે. છે.