ગુજરાતભરમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે નેતાઓના પાર્ટી બદલવાનો દોર શરુ થઇ ગયો છે. જેમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. ગઈકાલે મોહનભાઈ રાઠવા બાદ આજે કોંગ્રેસનાં વધુ એક પીઢ નેતા ભગાભાઇ બારડે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ આજે સાંજ સુધીમાં ભાજપમાં જોડાઇ તેવી અટકળો છે.
ગીરસોમનાથ જીલ્લાની તાલાલા વિધાનસભા બેઠક પર વિધાનસભ્ય ભગાભાઈ બારડે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું છે. ભાગા બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગાભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ પણ કોંગ્રેસી આગેવાન હતા.
વર્ષ 2017માં તેઓ 31730 મતોથી વિજેતા બન્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કલાકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.