Homeઉત્સવગેમિંગ ક્લાઉડ: આ દેખે જરા કિસમે કિતના હૈ દમ...

ગેમિંગ ક્લાઉડ: આ દેખે જરા કિસમે કિતના હૈ દમ…

ટેક-વ્યૂ – વિરલ રાઠોડ

ઇલેક્શનની અપડેટ્સ અને ચૂંટણીની ચર્ચાઓમાંથી કંટાળેલા ઘણા લોકો ગેમ પર ટાઇમપાસ કરતા હોય છે. મોબાઇલની બદલાતી દુનિયાએ ગેમ ઇન્ડસ્ટ્રીને પણ એટલી હદે બદલી છે કે ગેમ હવે એપગેમ સુધી વિસ્તરી છે. એક એવો પણ સમય હતો જ્યારે રીમોટ વાળી ગેમ ટીવી પર રમાતી જેની સોકેટ એના પ્લેયરમાં ફીટ કર્યા બાદ ઘણી બધી ગેમ્સ રમવા મળતી. ૯૦ ના દાયકામાં વીડિયો ગેમ્સનો ફોર્મેટ થોડું બદલાયું. જેમાં ડિવાઇસ ગેમ્સ એડ થતા હાથમાં પકડીને રમી શકાય એવી ગેમ્સ આવી, પરંતુ હવે ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની જીઓ મોબાઈલ ગેમિંગ ક્લાઉડ ક્ષેત્રમાં શ્રી ગણેશ કરવા જઈ રહી છે. જેમાં માત્ર એક એકાઉન્ટથી જ દુનિયાભરની અનેક ગેમ્સ રમી શકાય છે, પરંતુ હાલમાં અપલોડ ફોર્મ પેઈડ છે.
ગેમ્સની દુનિયા એટલે દરિયા જેવી વિશાળતા અને દુશ્મનાવટ લલકારતું યુદ્ધ મેદાન. રિલાયન્સ તેમજ અનેક એવી કંપનીઓ માટે ગેમની દુનિયામાં ઇતિહાસને અમર કરવાનો આ સુવર્ણ અવસર છે. ટેક્નોલોજીનો આ ફાયદો છે કે ઓનલાઈન ગેમ માટે ગમે ત્યાંથી જોડાઈ શકો છો અને દુનિયામાં ગમે ત્યાં બેઠેલી વ્યક્તિ સાથે ગેમ રમી શકો છો. તેને પડકાર આપી શકાય છે. કોઈ સીમાઓ હોતી નથી અને દરેક વ્યક્તિમાં દુનિયામાં કોઈનો પણ રેકોર્ડ તોડવાની અને આમ કરીને પોતાની ઓળખ બનાવવાની હિંમત હોય છે. તેથી હવે માત્ર કોમ્પ્યુટરથી જ નહીં પરંતુ વિશ્ર્વમાં ગમે ત્યાં બેઠેલી કોઈપણ વ્યક્તિ પાસેથી પણ આનંદ સાથે ગેમ રમી શકો છો માત્ર એક મોબાઈલથી. જૂની રમતોમાં એવું લાગતું કે જાણે કાગળ પર ચિત્ર દોરવામાં આવ્યું હોય અને તેમાં સ્કેચના રંગો ભરાયા હોય અને આ કાગળનો સ્કેચ એનીમેટ રહે. જો કે તે ગેમ્સ પણ સારી હતી, પરંતુ અતાવફહિં ઙજ્ઞિ ને મારિયો સાથે સરખાવી શકો છો, તફાવત ખબર પડશે. ટેકનોલોજી ઘણી બદલાઈ ગઈ છે. આજે રમતો સ્ક્રીન પર ખૂબ વાસ્તવિક અને મનોરંજક લાગે છે. આગામી વર્ષોમાં આ દિશામાં વધુ તકનીકી ફેરફારો થશે.
ક્લાઉડ ગેમિંગ એ ગેમિંગ ટેક્નોલોજીનો એક પ્રકાર છે જેમાં ગેમ ક્લાઉડ સર્વર દ્વારા ચલાવવામાં આવે છે અને યુઝર્સના ઉપકરણ પર સીધી સ્ટ્રીમ કરવામાં આવે છે. તેના નામ પ્રમાણે, ક્લાઉડ ગેમિંગ કોઈપણ ઉપકરણનો ઉપયોગ કર્યા વિના ક્લાઉડ સર્વર પર કામ કરે છે. ક્લાઉડ ગેમિંગ સાથે, રમતો એ જ રીતે રમી શકાય છે જે રીતે આપણે કોઈપણ અન્ય ગેમિંગ પ્લેટફોર્મ પર રમીએ છીએ.
ક્લાઉડ ગેમિંગને કોઈ ગેમિંગ ક્ધસોલની જરૂર નથી, તે માત્ર ઈન્ટરનેટ અને સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અથવા કોઈપણ કમ્પ્યુટર અથવા લેપટોપ જેવા કોઈપણ ઉપકરણ સાથે ઘણી નવી અને લોકપ્રિય રમતો રમી શકે છે. આજે ઘણી ક્લાઉડ ગેમિંગ સેવાઓ ઉપલબ્ધ છે અને ઘણી મોટી કંપનીઓ આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે.જીઓ ટેલિકોમ્યુનિકેશન એક એવા પ્લેટફોર્મ પર હાલમાં કામ કરી રહી છે જેને એક સેટ ટોપ બોક્સથી ડાયરેક્ટ ટીવીમાં ગેમ રમી શકાય છે. ગેમિંગ ક્ધસોલ અથવા પીસી જેવા અન્ય ગેમિંગ પ્લેટફોર્મમાં ગેમ રમવા માટે, ગેમ ડાઉનલોડ કરવી પડશે અથવા ગેમ ડિસ્ક ઇન્સ્ટોલ કરવી પડશે. આ સિવાય ગેમ કેવી રીતે ચાલશે તે તે ઉપકરણના પરફોર્મન્સ, પ્રોસેસર, રેમ વગેરે પર આધાર રાખે છે, પરંતુ ક્લાઉડ ગેમિંગમાં ન તો ગેમ ડાઉનલોડ કરવાની જરૂર છે કે ન તો કોઈ ગેમિંગ ક્ધસોલની જરૂર છે. ક્લાઉડ ગેમિંગમાં, ગેમને વપરાશકર્તાના ઉપકરણ પર સ્ટ્રીમ કરવામાં આવે છે. આમાં, ગેમ સર્વર દ્વારા ચાલે છે અને તેમાં ઉપયોગમાં લેવાતા પ્રોસેસર્સ મશીન વપરાશકર્તાથી હજારો કિલોમીટર દૂર ડેટા સેન્ટરમાં સ્થિત છે.
ક્લાઉડ ગેમિંગ એ ઑનલાઇન ગેમ સ્ટીમિંગ સર્વિસ છે. જ્યાં તમે ઉચ્ચ સ્તરના ગ્રાફિક્સ સાથેની રમતો સરળતાથી શોધી શકો છો, જે તમે તમારા સાદા ઙઈ અથવા લેપટોપ પર રમી શકતા નથી. જો તમે તમારા ઙઈ અથવા લેપટોપ પર સરળતાથી ક્લાઉડ ગેમિંગ રમવા માગતા હો, તો તમે તમારા મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ અથવા ટેબ્લેટ પર આ સેવાનો ઉપયોગ કરી શકો છો. અને ઉચ્ચ સ્તરના ગ્રાફિક્સ સાથેની રમતો રમી શકાય છે જે સામાન્ય કમ્પ્યુટરમાં રમવી શક્ય નથી. ક્લાયંટ સોફ્ટવેર પ્લેયરના ઇનપુટ્સને હેન્ડલ કરે છે, જે સર્વર પર પાછા મોકલવામાં આવે છે અને ઇન-ગેમ એક્ઝિક્યુટ થાય છે. કેટલીક ક્લાઉડ ગેમિંગ સેવાઓ વર્ચ્યુઅલાઈઝ્ડ વિન્ડોઝ એન્વાયર્નમેન્ટની ઍક્સેસ પર આધારિત છે, જે વપરાશકર્તાઓને સામાન્ય રીતે સ્થાનિક કમ્પ્યુટર પરની જેમ રમતો અને સોફ્ટવેર ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની મંજૂરી આપે છે.
ક્લાઉડ ગેમિંગ ટેક્નોલોજી પ્રત્યેની પહેલી એડીશન સ્ટાર્ટઅપ જી-ક્લસ્ટર દ્વારા કરાયો હતો, જેણે ૨૦૦૦ ઊ૩માં તેનું ઉત્પાદન રજૂ કર્યું હતું અને ૨૦૦૩ ની આસપાસ રિલીઝ કર્યું હતું. ૨૦૦૫ ની આસપાસના તેના પ્રારંભિક મોડલમાં, જી-ક્લસ્ટરે ચાલતી પીસી ગેમ્સ પૂરી પાડી હતી. તેના સર્વર્સ પર, વીડિયો-ઓન-ડિમાન્ડ સેવા પ્રદાતાઓ, સેટ-ટોપ બોક્સ ઉત્પાદકો અને મિડલવેર સોફ્ટવેર પ્રદાતાઓનો ઉપયોગ કરીને નેટવર્ક ઓપરેટરોને તેમની સેવા પૂરી પાડવામાં મદદ કરે છે, અને પછી અંતિમ વપરાશકર્તાઓને પોર્ટલ દ્વારા રમતો ઓફર કરે છે. ૨૦૧૦ સુધીમાં, બજારમાં ફેરફારોને કારણે, ૠ-ઈહીતયિિંએ નેટવર્ક ઓપરેટરોને અને સીધા વપરાશકર્તાઓને તેની રમતો પૂરી પાડવા માટે મોટા સર્વર ઉત્પાદક દ્વારા કામ કરવા માટે તેનું મોડલ બદલી નાખ્યું. ઉ
આઉટ ઓફ બોક્સ….
સંબંધમાં કોઈ દિવસ કોઈ જ ગેમ ના રમતા, અન્યથા એ માણસ દુશ્મન અને સબંધ રણમેદાન બનતા વાર નહીં લાગે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -