Homeઉત્સવઇન્ટરનેટ કોમ્યુનિકેશન: સાત સમંદર પાર મે તેરે...

ઇન્ટરનેટ કોમ્યુનિકેશન: સાત સમંદર પાર મે તેરે…

ટૅક વ્યૂહ – વિરલ રાઠોડ

ટેક વ્યૂની અત્યાર સુધીની જર્નીમાં ઘણી બધી ટેકનોલોજી ઉપર સીધી વાત જ કરવામાં આવતી. પણ હવેથી દર અઠવાડિયે આપની સાથે વાતો કરવા માટે આવી ગયો છે ટેણીયો ટેકનોલોજીવાલા. એ પણ એકદમ દેશી અને કાઠીયાવાડી સ્ટાઇલમાં ડિજિટલ દુનિયામાં શું સફળડખડળ થાય છે એની તમામ વિગત આગવી શૈલીમાં સમજાવશે. એ ડાયરાને રામરામ…. હું ટેણીયો આજે ઘણી મોટી વાત કરવા આવ્યો છું. કોથળામાંથી બિલાડા નહીં પણ નીત નવી ટેકનોલોજી નીકળશે. એ…ને તારે મોજે મોજ. પેલા ભગા કાકાના મોબાઇલમાં જોરદાર ઇન્ટરનેટ ચાલે છે એ જોઈને સૌ કોઈ માથું ખંજવાળતા હતા. પણ મેં થોડી હોશિયારી કરીને એને સમજાયું કે આ બધું તો વાયરના ખેલ છે.
આ વાત સાંભળીને તો ભગા કાકાના ભવા ઊંચા થઈ ગયા. પછી મેં આખી વાત માંડીને કરી. મને કે એલા આ અલાદીનના ચિરાગ જેવું ઇન્ટરનેટ આવે હે ક્યાંથી. મેં એને પગથી લઈને માથા સુધીની આખી વાત ઉદાહરણ સાથે સમજાવી. હવે આ દેહી માણહને આજનું ઇન્ટરનેટ સમજાવું એટલે બાલમંદિરના બાળકને બાયોલોજી સમજાવવા જેવું. તેમ છતાં મેં પ્રયાસ કર્યો. મેં કહ્યું કાકા મોબાઇલમાં આવતું ઇન્ટરનેટ ફાઇબર ઓપ્ટિકલ કેબલ થકી આવે. કાકાએ મારી ચોટલી ખીતો કરી દીધી. મને કહે કેબલ તો અમારા ટીવીમાં આવે, મોબાઇલમાં ક્યાં કોઈ વાયર છે. થોડીવાર માથું ખંજવાળીને મેં કહ્યું આપણા ગામમાં જે ટાવર છે એ ટાવરમાં ઇન્ટરનેટ કેબલ લાગેલા છે જે ફાઇબર ઓપ્ટિક છે. મોબાઈલ નામના રમકડામાં જે ઇન્ટરનેટ કનેક્શન આપણા સુધી પહોંચે છે એમાં ત્રણ જુદા જુદા તબક્કામાંથી એક વસ્તુ પસાર થાય છે. ટીયર વન નામની કંપનીએ દુનિયાના દરેક દરિયામાં એટલા મોટા વાયર નાખ્યા છે કે એનો છેડો ઝડપથી જડે એમ નથી. કાકા કહે અચ્છા… આમ તો આ ષશજ્ઞ આવ્યા પછી ઇન્ટરનેટ મફત થઈ ગયું પણ હકીકત સમજવા જેવી છે. આ કંપનીએ દુનિયાના દરેક દેશ પાસે રહેલા એક દરિયામાં એવા કેબલ નાખી દીધા કે બધા દેશ એક સાથે વાતચીત કરતા થઈ ગયા એ પણ ઇન્ટરનેટ થકી.
હવે આ દેશમાંથી રાજ્યમાં વર્ગીકૃત થયા રાજ્યમાંથી મહાનગરમાં વર્ગીકૃત થયા અને મહાનગરમાંથી ગામડે ગામડે ઇન્ટરનેટ પહોંચવા લાગ્યા. ઇન્ટરનેટ માટેના ચોક્કસ કેબલને સબમરીન કેબલ કહે છે જેના પર ક્યારેય લીલ જામતી નથી અને કોઈ ખરાશ એને અસર કરતી નથી. વાળ જેટલા ઝીણા કેબલની અંદર ૧૦૦ લબાતની સ્પીડથી ડેટા ટ્રાવેલ કરે છે જે ચોક્કસ ટાવર સુધી પહોંચીને મોટું ઓપરેશન પાર પાડે છે. મહારાષ્ટ્રના મહાનગર મુંબઈમાં કેબલનું કેન્દ્ર બિંદુ છે. એટલે જે જે વેબસાઈટના સર્વર ભારતની બહાર છે. એ તમામ રિક્વેસ્ટ અને સિગ્નલ મુંબઈથી રૂટ થાય છે. હવે કાકા સિગ્નલ શું એવું ન પૂછતા હો… મુંબઈ સિવાય કોચી અને ચેન્નઈમાં પણ આ તમામ વાયરના કેન્દ્ર છે.
આ તમામ જગ્યાઓને ટેકનોલોજીની ભાષામાં લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સેટેલાઈટનું કોઈ કામ નથી. એટલે ખોટું સેટેલાઈટનું નામ ભોગવીને હડીહંચા કરવા નહીં. કાકાએ સામ સળગતો સવાલ કર્યો. એલા ટેણીયા મારા મોબાઈલમાં તો એરટેલ નું ઇન્ટરનેટ આવે તો આ તે જે કંપની કીધી એ હું કરે. કાકા આપણા દેશમાં જેટલી પણ ઇન્ટરનેટ આપતી કંપનીઓ છે જેના આપણે રિચાર્જ કરાવીએ છીએ એ તમામ પોતાના વાયર આપણા દેશમાં જે તે ટાવર થકી એકબીજા સાથે જોડાયેલા છે. પણ આ મુકેશ કાકા એટલે કે મુકેશ અંબાણીની જીઓના ટાયર સમગ્ર એશિયા આફ્રિકા અને યુરોપમાં છે જેમાં તેને સબમરીન કેબલ પાથરેલા છે.
જેની પાસે ૪૦ ટેરા બાઈટ ડેટા ટ્રાવેલિંગની કેપેસિટી છે એટલા માટે ષશજ્ઞનું નેટવર્ક અત્યારે સૌથી મજબૂત અને વિશાળ માનવામાં આવે છે. હવે થોડું દિમાગ ઊંધું કરીને સમજો એશિયા આફ્રિકા અને યુરોપમાંથી જે લોકો એવી વેબસાઈટ સર્ચ કરે છે જેનું મુખ્ય સર્વર ભારતમાં છે એ તમામ વેબસાઈટનો ડેટા કે રિક્વેસ્ટ ષશજ્ઞના વાયર થકી ભારતમાં આવે છે એ પછી એકબીજા સાથે આપ લે કરે છે. કાકા બોલ્યા એલા આ તો સાટાપાટા થયા. ટેણીયો કહે અરે ના કાકા આ મુકેશ કાકા વેપારી એ પણ આપણા દેશી ગુજરાતી આ માટે તો કરોડો રૂપિયાની ડીલ થયેલી હોય છે. અમથું કોઈને ₹૩૦૦ માં ત્રણ ગણું નેટ વાપરવું ન પોહાય.
જેમ સીમકાર્ડ અને ઇન્ટરનેટ ડેટાની વેલીડીટી હોય છે એવી રીતે આ વાયરની પણ ચોક્કસ વેલીડીટી હોય છે એક કેબલ કનેક્શન વધુમાં વધુ ૨૫ વર્ષ સુધી પાણીમાં યથાવત્ રહે છે એ પછી એમાં અંદરથી ભાંગત્ટ થાય તો આખી ટીમ ધંધે લાગે છે. આ કંપનીઓ પણ ખરેખર શાણી હોય છે જ્યારે આવો કોઈ બનાવ બને ત્યારે એના બેકઅપ કેબલ તરત જ વહેતા કરી દે છે. પર જીબીના હિસાબથી ટ્રાવેલિંગ સ્પીડ ઉપર આ કંપનીઓ પૈસા ઉઘરાવતી હોય છે જેમાં મોટી કંપનીઓ કરોડોનું રોકાણ કરીને ધીમે ધીમે રિચાર્જના ભાવ નક્કી કરીને એક સાથે મોટું ટર્નઓવર કે રેવન્યૂ મેળવે છે.
રિલાયન્સ કોમ્યુનિકેશને જીઓ શરૂ કરવા માટે પાંચ વર્ષ પહેલા કમર કસવાની શરૂઆત કરી દીધી હતી. એ પછી બીજી કંપનીઓ રેસમાં પાછળ ન રહી જાય એ માટે ફાઇબર ઓપ્ટિક કેબલ નાખવાના શરૂ કર્યા પરંતુ ભારતમાં જીઓ કંપનીએ અંદરનું એક નેટવર્ક એવું ઊભું કર્યું કે જેથી ગામડાં સુધી વગર ટાવરએ ઈન્ટરનેટ પકડાઈ રહે. એલા ટેણીયા ક્યાં હાલ્યો…((વધુ આવતા અંકે))
આઉટ ઓફ ધ બોક્સ
સંબંધોના વાયર ક્યારેય તૂટે નહીં એ માટે કોઈ વ્યક્તિની નહીં પરંતુ એના હાસ્યની જવાબદારી લઈ લો. કોઈ વ્યક્તિ દુ:ખ હળવું કરવા માટે આત્મહત્યા સુધી નહીં પહોંચે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -