Homeદેશ વિદેશઆ દેશમાં વેકેશન પર આવનારને સરકાર સામેથી આપશે આટલા રૂપિયા...

આ દેશમાં વેકેશન પર આવનારને સરકાર સામેથી આપશે આટલા રૂપિયા…

કોરોના મહામારીએ દુનિયાના તમામ ઉદ્યોગ ધંધા અને જીવનશૈલી પર જોવા મળી હતી. વર્લ્ડ ટુરિઝમ પર આ મહામારીની અસર જોવા મળી હતી હતી અને હવે કોરોનાનું જોર ઓછું થતાં હવે લાઈફ બેક ઓન ટ્રેક આવી રહી છે. ટુરિઝમ સેક્ટર પણ ધીરે ધીરે બેઠું થઈ રહ્યું છે અને આ જ દિશામાં આગળ વધીને ઘણા દેશ દ્વારા ટુરિસ્ટને આકર્ષવા માટે અલગ અલગ ઓફર્સ આપવામાં આવી રહી છે. આ બધામાં તાઈવાનની વાત જ અલગ છે.
તાઈવાન સરકારે ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે અને વધુમાં વધુ ટુરિસ્ટ તાઈવાન ફરવા આવે એ માટે એક નવી જ અને અનોખી ઓફર આપી છે અને આ ઓફર અનુસાર તાઈવાન ફરવા આવનાર ટુરિસ્ટને તાઈવાન સરકાર દ્વારા લગભગ 13 હજાર રૂપિયા આપવામાં આવશે. તાજેતરમાં જ તાઈવાન સરકાર દ્વારા આ પેકેજની જાહેરાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 મહામારીને કારણે તાઈવાની ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. આ નવા પેકેજમાં સોલો ટ્રાવેલર અને ટૂરિસ્ટના ગ્રુપને પણ પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી દેશના ટુરિઝમ બિઝનેસ ફરી મજબૂત બનાવી શકાય.
એક રિપોર્ટ અનુસાર અને નવી ટુરિઝમ પોલીસી હેઠળ તાઈવાન સરકાર દ્વારા 5 લાખ વ્યક્તિગત પ્રવાસીઓને 13,600 રૂપિયાનું હેન્ડઆઉટ આપવામાં આવશે. આ હેન્ડઆઉટ્સ પર્યટન, પરિવહન અને અન્ય મુસાફરી પર ખર્ચ કરી શકાય છે. એટલું જ નહીં પણ પ્રવાસીઓ માટેના હેન્ડઆઉટ્સ સિવાય તાઈવાન સરકાર દ્વારા 54,500થી 90,000 ટૂર ગ્રુપને 54,500 રૂપિયા સુધીનું અલાઉન્સન આપવામાં આવશે.
તાઇવાન સરકાર આ નવી ઓફરથી સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાની અને પ્રવાસન ઉદ્યોગને ફરીથી મજબૂત કરવાની આશા રાખે છે. સરકારનું કહેવું છે કે, આ કાર્યક્રમનો હેતુ અર્થવ્યવસ્થાને ઉત્તેજન આપવા અને પ્રવાસન ક્ષેત્રમાં નોકરીઓનું સર્જન કરવાનો પણ છે, જે કોવિડ-19 રોગચાળાથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે.
તાઈવાનના નેતા ચેન ચિએન-જેને આ બાબતે જણાવ્યું હતું કે દેશ વધુને વધુ પ્રવાસીઓની સંખ્યા વધારવા પર ધ્યાન આપી રહ્યો છે. 2025 સુધીમાં લગભગ 10 મિલિયન પ્રવાસીઓ આવવાની ધારણા છે. ટુરિઝમ એ તાઇવાનનો મુખ્ય ઉદ્યોગ છે, જે દેશના અર્થતંત્રમાં ફાળો આપે છે અને રોજગારીની તકો પૂરી પાડે છે. જોકે, કોરોના રોગચાળાને કારણે પ્રવાસન ઉદ્યોગમાં ભારે ઘટાડો થયો હતો. હવે આ નવા કાર્યક્રમ દ્વારા ટુરિઝમ ઈન્ડસ્ટ્રીવે કોરોનાની અસરમાંથી બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -