વીક એન્ડ

સુનામી પુરુષ

ટૂંકી વાર્તા – વિભૂત શાહ

વસંતના વાયરા જેવી થનગનતી – મઘમઘતી સીમંતી એનું શરીર સહેજ પણ છણકો- ચડભડાટ કરે કે સહેજ પણ પજવે કે કશીક પણ કસક આવે એટલે દરિયાઇ લહેરોમાં ઝૂલતી નાળિયેરીના ઝૂંડ વચ્ચે ગામની દખણાદી દિશામાં આવેલી, કોઇ મોટો બગલો બે પાંખ પ્રસારી બેઠો હોય એવી ઊજળી ચોખ્ખોચણાક, હૉસ્પિટલમાં હોંશ-ઉમંગથી, ઉલટ-ઉત્સાહથી સડસડાટ કરતી પહોંચી જતી અને દેવતાના દૂત જેવા ભલા-ઉમદા ડૉકટરો અને ઉજળા દૂધ જેવા સફેદ કપડાં પહેરતી હોંશીલી- સ્ફૂર્તિલી નસો ઘડીકના છઠ્ઠા ભાગમાં જાણે જાદુઇ ઇલાજ કરી એનું શરીર સમુસૂતરું કરી દેતાં, એનો દુ:ખાવો ગાયબ થઇ જતો એટલે પછી હુડૂડૂ કરતીકને એ હરખભેર પાછી એને ઘેર પહોંચી જતી-જ્યાં આંગણામાં કશુંક ને કશુંક રમતાં રમતાં એની તોફાની ચંચળ છોકરી કાન્હાઇ એની જ રાહ જોતી હોય. રસ્તામાં એના છૂટા પડેલા ધણીનું ઘર આડી ત્રાંસી નજર કરી આમ તેમ જોઇ લેતી ને ક્યારેક ઘરની અંદર કે બહાર હરતા-ફરતા જુવાનજોધ દીકરાનું મોં પણ જોવા મળતું-અસલ બળદિયા જેવો થયો હતો. દૂરથી પણ એને જોઇને એ મલકાતી… એના ધણીએ દીકરાને રાખ્યો ને એણે નાનકી કાન્હા-કાન્હાઇને. – આમ તો હવે જોઇને આંખ ઠરે, આંખના ગુલાબ જેવી એની કાન્હાઇનું કાઠું પણ પૂરેપૂરું ભરાયું હતું, બધી બાજુથી ઘાટીલું અને શરીરનું એકેએક અંગ, કંડારાયું હતું. હજું તો માંડ પંદરમું બેઠું હતું, ત્યાં તો એનું જોબનિયું જાણે એનાં શરીરમાં માતું નહોતું, બહાર આવું આવું કરતું હતું- છલકાતું હતું.

દખણાદી દિશામાં આ હૉસ્પિટલ હતી તો ઓતરાદી દિશામાં દરિયો હિલ્લોળા લેતો ઘુઘવાટા કરતો હતો, આ દરિયો તો એની કાન્હાઇને જીવથી ય વહાલો હતો. રોજ સાંજ પડે એના કિનારે, ફીણિયાં ઉછાળા મારતાં મોજામાં ભીંજાવા એકલી એકલી દોડી જ જતી.
સીમંતી નાળિયેરીનાં પાંદડામાંથી, એની ડાળીઓમાંથી, રેસા અને કાચલીઓમાંથી જાતજાતની સુંદર વસ્તુઓ બનાવતી ને પછી હાટડીમાં જઇને વેચતી, ક્યારેક દરિયામાંથી માછલાં પણ પકડી લાવતી. એનું ને કાન્હાઇનું ગુજરાત સુખેથી ચાલતું – એ બે જીવને કેટલું જોઇએ! એની કાન્હાઇને ક્યાંય કશું ઓછું ના આવે એનો ખાસ ખ્યાલ રાખતી. વાત વાતમાં, દરેક કલાકે કલાકે બસ કાન્હા, કાન્હા… સૂતાં, ઊઠતાં, બેસતાં ‘મારી કાન્હા, મારી કાન્હા’, કર્યા કરતી ને એની લાડકી કાન્હા પણ એને વહાલથી વળગી પડતી ત્યારે એને શાંતિ થતી. – અઠવાડિયામાં બે ત્રણવાર એના બાપને અને ભાઇને મળવા પણ જવા દેવી.
-પણ હમણાં હમણાંથી એનું લીલા નાળિયેર જેવું શરીર એને ગાંઠતું નહોતું, આમ કેટલું કામગરું ને કહ્યાગરું ને હવે આ અવળચંડાઇ કાં? રોજ તો એે ધરાઇને લહેરથી ખાતી-પીતી હતી, ઝાપટતી હતી, પણ શી ખબર શાથી હવે જમવાને ટાણે ભૂખ નહોતી લાગતી, ખાવાનું જોઇને જ કશું થતું હતું, કોળિયો મોંમાં મૂકવાનું મન જ નહોતું થતું ને ક્યારેક તો ઉબકા પણ આવતા હતા. બે ત્રણવાર તો ઊલટીઓ પણ થઇ. એના શરીરમાં ઝીણો ઝીણો તાવ પણ સસડતો હતો. છેવટે એકવાર તો સીમાંતી સાંભળતી ના હોય એમ કાન્હાઇ રોષ અને વેદનાથ ચીસ પાડીને બોલી ઊઠી, ‘ચાલ હૉસ્પિટલમાં, અબઘડીને અબઘડી ચાલ હૉસ્પિટલમાં, આમ તો નાની વાતમાં ત્યાં દોડી જાય છે ને આ વખતે શી ખબર શાથી ક્યારનીય ઘેર પડી રહી છે.’ – પણ આ વખતે દરેક વખતની જેમ હૉસ્પિટલમાં જેવી હોંશ-ઉમંગથી, ઊલટ-ઉત્સાહથી સડસડાટ કરતી ગઇ તો ખરી, પણ પછી હુડૂડૂ કરતી કને એ હરખભેર ઘેર પાછી ના ફરી…

એ સમજી ગઇ હતી કે આ વખતે એનું શરીર જલદી સમુંસૂતરું થાય એમ નથી. કશોક ઊંડો રોગ છે.

ડૉકટરો હજુ એને કશું ચોખ્ખેચોખું કહેતા નહોતા. પણ સરવા કાન રાખી એમની વાતચીતમાં – મસલતમાં એક શબ્દ એને વારંવાર સંભળાતો હતો… હિપેટાઇટિસસી… એક નર્સે એને ચોખ્ખેચોખું કહી દીધું ‘તને ઝેરી કમળો થયો છે. તારું લીવર… લીવર…’ એ આગળ બોલતાં બોલતાં અટકી ગઇ પણ છેવટે એક ડૉકટરે પણ એને ગંભીર ઉદાસીન અવાજે કહી દીધું, ‘સીમંતી, તારા આંતરડાને સોજા આવી ગયા છે, ઝેરી ચેપ લાગ્યો છે, ને… ને… બહુમાં બહુ હવે તારા માટે પાંચ વરસ… દસ વરસ…’

હૉસ્પિટલની બહાર નીકળી. પહેલીવાર એને ચક્કર આવ્યા. એને આજુબાજુ પીળાં પીળાં કૂંડાળા દેખાવા લાગ્યા… દરિયાનાં મોજામાં ઘૂમરીઓ ચડતી હતી એવી ઘૂમરીઓ એના મગજમાં ચડવા લાગી… એક બટકા ઝાડ નીચે મૂકેલા હૉસ્પિટલના બાંકડ પર એ બેસી ગઇ અને સામે લહેરાતી લીલી નાળિયેરીને જોઇ રહી… એને અચાનક એની નીચે લહેરથી અઢેલીને બેઠેલી એની કાન્હાઇ દેખાઇ… એનો હસતો ચહેરો દેખાયો… કાન્હા હસે છે ત્યારે બહુ નમણી રૂપાળી વહાલી લાગે છે. ક્યાંય સુધી એ એની સામે મીટ માંડીને જોઇ રહી. પછી એકાએક એ પણ એની સામે હસી પડી. એણે મન પર કાબૂ-સંયમ મેળવી લીધો. એેણે હવે હસતો ચહેરો રાખવાનો છે. હસતા ચહેરે જીવવાનું છે – – બહુમાં બહુ પાંચ વરસ… દસ વરસ… તો શા માટે હસીને જીવી ના લેવું! એણે મનોમનો હશો ભારે મક્કમ નિર્ણય કરી લીધો.

ઘેર આવીને એ તરત જ કાન્હાઇને હરખ-ઉમંગથી ભેટી પડી કાન્હાઇ એની સામે અમીપ્રસન્ન નજરે મીટ માંડીને જોઇ રહી હતી, એની પાસે એના માથાના વાળ વહાલથી પસવારી સીમંતી બોલી, “લાવ, આજ તો તારા માથામાં બરાબર હેતકનું તેલ નાખી દઉં અને માથું ઓળી આપું.

કાન્હાઇના વાળ ઓળતાં ઓળતાં દૂર દૂર દરિયાનાં ઉછાળાં મારતાં મોજાંને જોઇ રહી. કાન્હાઉ બોલી, “મા, આજ તો આ દરિયો બહુ ધમપછાડા કરે છે, લાગે છે કે તોફાન આવવાનું છે. સીમંતી સહેજ લહેકો કરી બોલી, “હા, જો ને આ સુસવાટા આપણા ઘરને પણ કેવા ફેંદી વળ્યાં છે! એને અમથાં ‘ભૂરાંટા’ કહીએ છીએ! જાણે દરિયાને ઉધાન ચડ્યું છે ને… ને… પછી બોલતાં બોલતાં અચાનક અટકી ગઇ. દરિયાનાં મોજાંની જેમ જ ઉછાળા મારતું કાન્હાઇનું ભર્યું ભર્યું બદન ને જોબનિયું જોઇ રહી. પછી આડી કતરાતી નજર કરી બોલી, ‘તારા પેલા દેવરાને કહી દેજે કે હમણાં હવે એના બાય સાથે દરિયો ખેડવા ના જાય…

એ પણ હાથમાં રહે એવો નથી. ગાંડો દરિયો જોઇ કેટલાકને વધારે ગાંડપણ ચડે છે… ખરું ને કાન્હા?

એને ખબર હતી એની કાન્હા કશું બોલશે નહીં, લજવાઇને નીચું જોઇ છાનું છાનું હસતી હશે. એને ખબર હતી કે દેવરાની સાથે એની આંખ મળી ગઇ છે. હજુ તો એને માંડ પંદરમું બેઠું હતું. સામે નાનકડી નાજુક લીલી લીલી નાળિયેરીને પણ આવા જ ફણગા ફૂટી રહ્યા હતા. સવારનાં જ શરૂ થયેલા ફૂંકાતા સૂસવાટા ક્યાં જ જંપવા દેતા હતા? કાન્હાઇના વાળ સતત આમતેમ ફગ ફગ ફંગોળાયા કરતા હતા. એના હાથમાં એના વાળ બરાબર ગોઠવી એ બોલી, “કાન્હા લાગે છે કે આ ‘ભૂરાંડા’ આ વખતે તને રફેદફે કરી નાખશે.’ આછું મીઠું હસીને કાન્હાઇ લાડ કરી બોલી, ‘માત તું છે ત્યાં સુધી મને કોણ રહેદફે કરી શકે એમ છે!’
કાન્હાઇના આ શબ્દો સાંભળી ‘તું છે ત્યાં સુધી’ સીમંતીના મનમાં ઘાસકો પડયો. પણ મન પર સંયમ રાખી ચહેરા પર કશું કળાવા દીધું નહીં, ઊલટાનું આછું હસીને, એના વાળ ઓળતાં ઓળતાં એ બોલી, “કાન્હા, આજે હું બહુ ખુશ છું. આમેય આજે તો મારે નિરાંત છે, ચાલ, આજે ઘણા વખતે આપણા લોકગીતો સાથે ગાઇએ, તું એમાં સૂર પૂરાવજે.
કાન્હાઇને નવાઇ લાગી, પણ એ બહુ ખુશ થઇ ગઇ અને સીમંતીને ગળે વળગી પડી લાડી કરી બોલી, ‘ચાલ મા ગા, તું તો બધુ સરસ ગાય છે, તારી સાથે જેવું આવડે એવું હું પણ ગાઇશ, પણ છેલ્લા શબ્દો જ…’ પછી હસી પડી.

સીમંતીએ એની કાન્હાને છાતી સરસી ચાંપી દીધી, પછી એની પીઠે અને ગાલે હાથ ફેરવતાં ફેરવતાં મીઠી ઝીણી હલકચી ગાવાનું શરૂ કર્યું, ‘અમે પનઘટ પાણી ગ્યાંતા, અમને કેર કાંડો વાગ્યો…’

સીમંતીને હજુ તો આટલું ગાયું ત્યાં તો કાન્હાઇએ માસૂમ મુલાયમ ભાવે પૂછ્યું, ‘આ શેનો કેર કાંટો વાગ્યો?’ જવાબમાં કાન્હાઇના ગાલ પર વહાલથી ટપલી મારી સીમંતીએ મરક મરક સ્મિત કર્યું, પછી એણે આગળ ગાયું…

‘અરર માડી રે, વાંકા વળીને ડંખ માર્યો માળવી છીંડો… હંબો હંબો વીંછીડો…
પાછું કાન્હાઇએ મોં ભારે રાખી પૂછ્યું, ‘આત વીંછીડો ડંખ મારે તો પીડા થાય, આ તો ઊલટાની હોંશ- ઉમંગથી હરખાઇને કેમ ગીત ગાય છે?’

સીમંતીને ખબર હતી કે કાન્હાઇના આવા અલ્લડ મજાકિયા સવાલોના જવાબ આપવાના નહોતા, એટલે એણે એની મસ્ત હલક નજાકતથી આગળ ગાવાનું ચાલુ રાખ્યું,
‘સાગનો સોટો પાતળો રે, કોઇ ખીલ્યો ગોટાગોટ ખોળા ભરીને ફૂલડાં વીણતી રે, મને ડસિયો કાળુડો નાગ મારે ટોડલે બઠો રે મોર કાં બોલે, મારું હૈયું લેરાલેર જનાવર જીવતું ઝાલ્યું રે, મારે ટોડલે મોર કાં બોલે!

કાન્હાઇ મુગ્ધ મને, હરખયી છલકાતી આંખોએ એની વહાલુકડી માને જોઇ રહી હતી, સાંભળી રહી હતી, આટલી ખુશ એને ક્યારેય જોઇ નહોતી.

ચણા હીંચ લેતા જાવ, છોગાળા મેંદી લેતા જાવ મારે હીંચે રમવાની ઘણી હામ…
કોરી ગાગર મદભરી, સોનકટોરા હાથ રાણી ભરે, રાજા પીએ… ઘન આજુની રાત આછું મદભર્યું હસી કાન્હાઇ એની વહાલી વહાલી મા સીમંતીની એકદમ પાસે આવી અને એના ઝીણા મીઠા અવાજે ધીમેથી સીમંતીના કાનમાં બોલી, ‘રાણી શું ભરે? રાજા શું પીએ?’ પછી શરમાઇને એના દેવરાને મળવા જતી હોય એમ એકદમ દરિયા કિનારે દોડી ગઇ.
સીમંતીએ એની પાછળ મોટેથી બૂમ પાડી. “કાન્હા, આ ભૂરાંટા ફૂંકાવા શરૂ થઇ ગયા છે… જો જે, ઉછાળા મારતાં મોજાં જોઇ ઘેલી થઇ બહુ અંદર ના દોડી જતી…’ પછી મનોમન બબડી ‘આ દરિયો ક્યારે ગાંડો થાય એ કહેવાય નહીં.’

સીમંતીએ આડોશી પાડોશીઓ સાથે પણ હળીમળીને, હસી-ખુશીથી રહેવાનું શરૂ કરી દીધું. ધીમેધીમે બધો મોહ છોડી દીધો. કજિયા-કંકાસનું તો હવે નામ નહીં. બધાને નવાઇ લાગી. નાનાં નાનાં રમતાં-કૂદતાં છોકરાંઓને બોલાવીને સામેથી ફૂલ આપતી. કશો કચરો ફેંકાય કે ઊડીને આવે તો કશું બોલ્યા વિના ભેગો કરી થોડેક દૂર ફેંકી દેતી. પાડોશીઓ પણ આ જોઇને કચરો ફેંકવાનું બંધ કરી દીધું, ઉપરથી કશું નવું રસાદાર-મસાલેદાર બનાવે તો એની સાથે વાડકી-વ્યવહાર પણ શરૂ કરી દીધો.

સીમંતી ખાય કે ના ખાય પ્રેમથી થોડુંક તો એનાં મોંમાં મૂક્તાં જ. જીવન જીવવાની ચિતા-ફિકર છોડી હવે એ વધુ ખુશ રહેવા લાગે, બી-બાવન… બી-બાવન અને બીજી કેટલીય દવાઓ વચ્ચે એને ક્યારેક સારું લાગતું તો ક્યારેક બેચેની-મૂંઝારો, અભાવો થતો, પણ હવે એના દુ:ખની એ દરકાર નહોતી કરતી.

-પણ ક્યારેક કાન્હાઇ જોઇને એનાં અંતરના ઊંડાણમાંથી દર્દભરી ચીસ નીકળી પડતી… કાન્હાઇ ના જુવે એમ છાનું છાનું રડી પણ લેતી… હવે એનું શું થશે! પણ જેવી એને જુવે એટલે ખિલખિલાટ હસીને એને ભેટી પડતી.

-અને એક દિવસ એણે બહુ મોટો, બહુ હિંમતભર્યો. ઘણો ઉમદા-ઉદાર નિર્ણય લીધો, મનમાં બરોબર પાકું કરી લીધું.

-એના વર શ્રીધરન અને દીકરા મેઘલા સાથે પાછા રહેવા જતા રહેવાનો અને કોઇ પણ જાતના ઝઘડા વિના પરસ્પર હળીમળીને, સંપીને, હસી-ખુશીથી સહજ ભાવે રહેવાનો.
-અને જઇને તરત જ શ્રીધરનને કહી દીધું ‘બધો વાંક મારો જ હતો, ગરમ મિજાજવાળી અને જિદ્ી હતી, નાની નાની બાબતોમાં ખોટા ઝઘડા કરતી હતી અને પ્રેમથી રહેવાને બદલે ઉશ્કેરાઇને બડબડ કરતી હતી. હવે એવું નહીં કરું- હવે આપણે હરખ-ભેર એકબીજાનાં હૂંફૂળાના શીળા છાંયડામાં જીવીશું, હવે બધું ભૂલી જા, મને માફ કરી દે.’ શ્રીધરનને ઘણી નવાઇ લાગી અને ઘણો આનંદ પણ થયો. એ સાચું જ ના માની શક્યો. લાગણીથી ગદ્ગદ થઇએ નરમ અવાજે બોલ્યો, “હું પણ ક્યાં ઓછો હતો! ક્યાં સખણો રહેતો હતો! સારું થયું તું પાછી આવી, ભગવાને તને મારી પાસે પાછી મોકલી, મારા જીવમાં જાણે જીવ આવ્યો, સાચું કહું? હુંય ઘમંડ કરી તારાથી છૂટો પડ્યો પન અંદરથી બહુ સોસવાતો હતો, સોરાતો હતો. તારા વગર મારો સંસાર સૂનો હતો ને… ને… જોને તુંય કેટલી દૂબળી પડી ગઇ છે! એમ કહી વહાલથી એણે એનો હાથ ખેંચ્યો અને બંને એકબીજાને હેતના હેલારાથી ભેટી પડ્યાં… થોડેક દૂર બારણાની આડશમાંથી કાન્હાઇ અને મેઘલો પણ એ જોતાં હતા. એમની આંખો ભીની થઇ ગઇ અને હાથમાં હાથ લઇ એ પણ એકબીજાને ભેટી પડ્યાં.
શ્રીધરન અને સીમંતીને એકબીજાનો સહવાસ મીઠો લાગવા માંડ્યો. સીમંતીને દૂબળી પાતળી, કમજોર જોઇ શ્રીધરન, મેઘલા અને કાન્હાઇને ચિંતા-શંકા થતી હતી, પરંતુ સીમંતીના કહેવાથી ડૉક્ટરો એમને કશું કહેતા નહોતા. સીમંતીની જેમ એ બધા પણ એકનું એક કહેતા હતા ‘કશું ચિંતા કરવા જેવું નથી, એની મેળે બધું આપોઆપ મટી જશે પણ એ બધા મનમાં સમજતા હતા…. બહુમાં બહુ પાંચ વરસ… દસ વરસ…

સીમંતી બી-બાવન અને બીજી દવાઓમાં પેટ દબાવીને અટવાતી હતી. ડૉક્ટરો કહેતા હતા કે હિપેટાઇટિસ-સી એના શરીરને છોડતો નહોતો એમ બહુ પજવતા પણ નહોતો. ઘણીવાર આછું હસીને એ નર્સોને કહેતી ‘મારા આંતરડાં હુ સારાં છે. મજબૂત છે, મને ખુશીથી જીવવા દે છે.’

-અને ખરેખર હવે એને મોતની કશી બીક નહોતી લાગતી. બધી ફિકર-ચિંતા છોડી દીધી હતી. સાથેસાથે મનમાંથી બધુ માયા-મમતા અને કડવાશ પણ કાઢી નાખી હતી. એનું મન હવે જાણે ચોખ્ખું ચંદન જેવું થઇ ગયું હતું. દરેક પ્રત્યે સારાસારી અને સારપને લીધે એના હ્રદયમાં પણ જાણે સારપના નવા કુમળા- મધુર અંકૂર ફૂટ્યા હતા. હવે તે પોતાની જાત સાથે પણ ઘણી ખુશ રહેતી હતી. એ ઘણીવાર પોતાના મનને કહેતી…’ આટલી ખુશ કે આટલી સુખી હું જીવનમાં ક્યારેય નહોતી. મોતની અનુભવ થઇ રહ્યો હતો. એ અકલી પડતી ત્યારે ઘણીવાર આ લાગણી અને ઝીણા મીઠા ટહુકાની જેમ આવું કોઇ પણ ગીત એના આંતરમનમાં ગુંજી ઊઠતું.

હવે તો કાન્હાઇ પણ બહુ ખુશ રહેતી હતી. સાંજ પડે દરિયાકિનારે એકલી એકલી દોડી જતી. ક્યારેક ઓચિંતા ઘસી આવતાં ઉછાળા મારતાં ફીણિયા મોજાણાં એ પણ સામે ઉછાળ-કૂદકા લગાવતી, ભૂસકા મારતી, આખી ઝબોળાઇ જતી, ક્યારેક એને સામે છોળો ઊડાડતો એનો દેવરો દેખાતો, ક્યારેક લીલછમ નાળિયેરીની નીચે બેસી દૂરદૂર ઓતરાદી લંબાયેલી ટેકરીઓની હારમાળા જોયા કરતી, એમાં તો એક ટેકરી સૂરજના આથમતા તેજમાં નારંગી રંગના ઝબકારા મારતી, ત્યાં દોડી જવાનું એને બહુ મન થતું, પાછળ દેવરો દોડતો હોય, એણે મનોમન નક્કી કર્યું હતુંકે દેવરા સાથે લગન કરીને સૌથી પહેલાં એ ટેકરીની ટોચે પહોંચી જવું અને ત્યાંથી એનું હરિયાળું ગામ જોવું… ત્યાં શું હશે? એને બહુ કૌતુક થતું હતું. હવે દેવરો પાછો ક્યારે આવશે? આ વખતે દરિયો ખેડવા ગયો તે પાછા આવતાં બહુ વાર લગાડી.

કાન્હાઇ નમતી સાંજે તૈયાર થતાં થતાં મા સાથે ગાયેલું એનું મનગમતું ગીત ગણગણતી હતી… ‘કોરી ગાગર મદભરી, સોનક્ટોરા હાય, ચણી ભરે, રાજા પીએ… ઘન આજુની રાત…’ પછી અરીસામાં આમતેમ જોઇ આંખમાં કાજળ આંજ્યું, સીમંતી આંખના ખૂણામાંથી એ જોતી હતી. મનમાં કશોક ઘાસકો પડ્યો હોય એમ એ બોલી ઊઠી. “કાન્હા, આજે દરિયાની માયા છોડ, જાતી નથી આજે આ ભૂરાંટા કેટલા જોસયી ફૂંકાય છે! દરિયો માઝા મૂકે-’ ‘બસ મા, હમણાં જ આવી’ સીમંતી કશું આગળ બોલે એ પહેલાં તો કાન્હાઇ ઉછાળ-કૂદકો લગાવી એના વહાલા દરિયાને મળવા દોડી ગઇ. પણ સીમંતીએ ચેતવણી આપી હતી એવું જ હતું. હુડૂડૂ કરતાક હોકારો મયાવત ભુરાટા સુસવાટા કાન્હાઇને જાણે અદ્ધર હવામાં લઇ જવા માગતા હોય એમ એના પર જોશથી ઝીંકાતા હતા. એના શરીર પર આછું વીંટાળેલું ઓઢણું તો હડેડાટ કરતુંક ને હવામાં ક્યાંથી ક્યાંય ઊડી પણ ગયું. કાન્હાઇએ ટૂંકી તંગ -ચુસ્ત કમખા-ચોલી પહેરી હતી ને નીચે સિંદૂરિયું કાપડું પહેર્યું હતું. એ પણ હવામાન ફરફર કરતું બેકાબૂ બનતું જતું હતું. સામે દરિયો પણ તોફાને ચડ્યો હતો. ઊંચા ઊંચા મોજાં ઉછાળી ધમપછાડા કરતો હતો ને મોજાં કિનારે આવી મોટી મોટી પછાડો નાખતાં હતા. ર્ઘૂઘવાયેલા વિહવળ થયેલાં સિંહની જેમ દરિયો ઉપરાઉપરી ત્રાડ નાખતો હતો, છતાં ય કાન્હાઇને જાણે મદ ચડ્યો હોત, એમાં એના માંસલ બદનમાં કશાકનો આવેગા મર્યો હેલારો આવ્યો હોત એમ એ સામે ધસી આવતા, ઉછાળા મારતાં, ઊંચા ઊંચા મોજાં તરફ દોડી, ત્યાં તો પૂર વેગે દોડતા, હણહણાટી કરતા બે પગે ઊંચા થતા ઘોડા જેવું ઊંચું થતું એક મોજું એના પર ફરી વળ્યું, એમાં એ આખી ને આખી ભીંજાઇ ગઇ, એને બહુ ગમ્યું હોય એમ એ ઊંચા કૂદકા મારી આનંદની કિકિયારીઓ પાડવા લાગી, ત્યાં તો એનાથીય ઊંચું બીજું મોજું આવ્યું ને એને જોશથી ઝાપટ મારી આગળ ધસ્યું, એ પડી ગઇ ને હજુ તો એ કંઇ સમજે એ પહેલાં કોઇ જંગલી પ્રાણીનો જોરદાર પંજો એના મોં પર ને આખા શરીર પર વાગ્યો હોય એમ એની ચોટથી પાછળ ધકેલાઇ ગઇ, એની આંખો પહોળી થઇ ગઇ, એણે જોયું તો પવનના જોરદાર સુસવાટા સાથે કોઇ કદાવર બિહામણા પ્રાણીનાં પ્રંચડ જડબાં જોવાં મોજાં ઉપરાઉપરી ધસી આવતાં હતા, એ ઊભી થવા જતી હતી ત્યાં તો મોજાંની ચોટથી પડી જતી હતી, હતું એટલું જોર ભેગું કરી એ થોડેક દૂર નાળિયેરીના ઝૂંડ તરફ દોડી, નીચે વીંટાળેલું એનું કપડું નીકળી જતું હતું એ જેમ તેમ કરીને પકડી રાખ્યું… સહેજ દોડી પાછળ ફરીને જોયું તો પાણીની જાણે ઊંચી ઊંચી દીવાલો એની પાછળ ધસી આવતી હતી, પાછી આંખો મીંચી જોસથી દોડી… પાછળ ફરીને પાછું જોયું તો આખા દરિયાના પાણીનો ઊંચકાયેલો કોઇ મોટો પર્વત ગર્જનાઓ કરતો એના ગામ તરફ ત્રાટકવા આવી રહ્યો હતો. કાન્હાઇ હાંફી ગઇ હતી. એની આંખો આમતેમ ચકળવળ થતી હતી. દોડતાં દોડતાં એ પડતી હતીલ પાછી ઊભી થતી, પાધી દોડતી હતી, એના પર મોજાંની જોરદાર છોળો ઝીંકાતી હતી. હવે લીલીછમ નાળિયેરીનું ઝૂંડ થોડેક જ દૂર હતું, એ જોઇને ઓનામાં ચેતન આવ્યું, એના પગમાં પાછી શક્તિનો સંચાર થયો. હાથની મુઠ્ઠીઓ વાળીને બને એટલી ઝડપથી દોડી. સહેજ ઊંચે ટેકરી પર આવેલી એને બહુ ગમતી પહેલી જ લીલીછમ નાળિયેરી પાસે એ આવી પહોંચી. એને જોતાં જ ઉછાળ-કૂદકો લગાવી બે હાથ પહોળા કરી એના જાડા થડને ભીંદમાં લઇ અદમ્ય આવે ગયે એને વળગી પડી.
બંધ થઇ જત આંખો એણે પરાણે ખોલી, ઊંભી કરી જોયું તો ગામમાં ધસમસતા દરિયાના પાણીના જોરદાર ધક્કા-ઝાટકાથી ગામનાં પાકાં મકાનો પણ ક્કડભૂત થઇ તૂટી રહ્યાં હતાં. ગામની બે ત્રણ સારી હોટેલો તો આખી પાણીમાં ડૂબી ગઇ હતી. અમુક પૈસાદાર લોકોની ગાડીઓ ક્યાંથી ક્યાં ફેંકાઇને પાણીમાં આમતેમ ફંગોળાતી હતી. ગામની નીચાણમાં આવેલા ઝાડ પણ ઊખડી પડ્યાં હતા. લોકો ભાગમભાગ, દોડાદોડ, ચીસાચીસ કરતાં હતા. લીલી નાળિયેરીનું ઝૂંડ સહેજ ઊંચા ટેકરા પર હતું એટલે બચી ગયું હતું.

ચારે બાજુ સુનામી… સુનામી… સુનામીનો હાહાકાર- સન્નાટો મચી ગયો હતો. દરિયા-દેવનું આવું રૂદ્ર -દૈત્યસ્વરૂપ એણે પહેલીવાર જોયું. દસે દિશાઓમાં એની તાંડવા- લીલા ચાલી રહી હતી. -એટલામાં એણે જોયું તો દરિયાનાં મોટાંમસ વિકરાળ મોજાં એક પર એક સવાર થઇ ગર્જનાઓ કરતાં એની ટેકરી પર લીલી નાળિયેરીના ઝૂંડને રગદોળતા ઊંચે ને ઊંચે ચડી રહ્યાં હતા. એનો જીવ અદ્ધર થઇ ગયો. એણે એની નાળિયેરીના થડને જોરથી બાય ભરી, હવે બચવાનો બીજો કોઇ આરો નહોતો. એટલામાં તો ઘૂઘવાટા કરતું, ઉછાળા મારતું એક રાક્ષસી મોજું આવ્યું અને એના પ્રચંડ સાથે ઊખડી પડી. મોજાનું પાણી આગળ વધ્યું, કાન્હાઇએ એની બાય છોડી નહીં એટલે એ પાણીના વેગીલા પ્રવાહમાં તણાતા રહી ગઇ. રહી સહી ચેતના-શકિત ભેગી કરી એ આજુબાજુ જોતી હતી. કેટલાક માણસોની લાશ ચારે બાજુ પાણીમાં તણખલાની જેમ તરતી હતી.

નાળિયેરીના ઝૂંડ તરફ એણે જોયું, ત્યાં તો પેલા રાક્ષસી મોજાનું પાણી જેટલા વેગથી આગળ વધ્યું હતું એટલા જ વેગથી પાછું આવ્યું અને એના જોરદાર ધક્કા-હડસેલાથી નાળિયેરી સાથે એ પણ દરિયા તરફ તણાઇ અને જાતજોતામાં તો એ જાણે દરિયાની વચ્ચે આવી ગઇ, ત્યારે બાજુ ઊંચા ઊંચા હેલારા મારતું પાણી હતું. બને એટલું જોર ભેગું કરી એ થડને વળગી રહી હતી અને એની સાથે ઊંચી નીચી પછડાતી હતી. પાણીમાં ઝબોળાતી હતી. એના નાકમાં અને મોંમાં પાણી ઘૂસી જતું હતું. હવે એનામાં કશી ચેતના, સુધ-બુધ રહી નહોતી. એ બેભાન થવાની અણી પર હતી. એને મનોમનમાં સાંભરી, દેવરો યાદ આવ્યો.. એ બંનેના ચહેરા નજર સામે તરવરવા લાગ્યા, પછી જાણે પોપચાં બીડાતાં હતાં. ત્યાં તો કોઇ ખુલ્લા બદનવાળો, મોટા પહોળા ખભાવાળો, કદાવર અને ખડતલ પુરુષ તરતો તરતો એની પાસે આવ્યો અને નાળિયેરીના થડની બાય છોડાવી પોતાની બાયમાં જકડી લીધી અને બોલ્યો, “મને ચપોચપ વળગી પડી, અહીંથી કિનારો બહુ દૂર નથી. હું તને ત્યાં લઇ જઉ છું. કાન્હાઇને એના શબ્દો બરાબર સાંભળાતા હતા એને લાગ્યું કે ખરે વખતે આ તારણહાર માએ મોકલ્યો કે ભગવાને મોકલ્યો! એનાં શરીરનું અંગે અંગ પેલા કદાવર પુરુષના અંગે અંગ સાથે ભીડાઇ ગયું હતું પાણીના આવા જુવાળ વચ્ચે પણ એને બાથમાં લઇ એ તરતો તરતો એને કિનારે લાવ્યો. થોડેક દૂર ઊંચા ઢોળાવ પર એને લઇ ગયો. સુનામીનો રોષ હવે શમી ગયો હતો. આજુબાજુ પાણી નહોતું – બીજું કોઇ પણ નહોતું. એ કદાવર પુરુષે પહેલાં એને ઊંઘી સૂવાડી, પછી એના આખા શરીર પર હાથ ફેરવી જોસથી દબાવી… પછી પાછી એને ચત્તીપાટ સુવાડી એના ભર્યાભર્યા માંસલ બદન સામે જોઇ રહ્યો અને ધીમેધીમે એના તરફ ઝૂકી એના મોં પાસે મોં લાવી એના હોઠમાં હોઠ નાખ્યા અને કાન્હાઇ સમજી ગઇ એ શું કરવા માગે છે. એણે આંખ ઊંચી કરી જોયું તો એ કદાવર પુરુષની આંખમાં કોઇ જંગલી હિંસક પશુનો ભાવ હતો. એ કશું કરે એ પહેલાં તો એ એના પર સુઇ ગયો ને એને ભીંસમાં લઇ એના હોઠ ચૂસવા લાગ્યો. કાન્હાઇએ હતું એટલું જોર ભેગુંકરી એને બે હાથથી ધક્કો મારવા પ્રયત્ન કર્યો. એનામાંથી છૂટવાનાં ફાંફાં માર્યા, પણ એ કદાવર પુરુષે કે હાથથી બંને હાથ દબાવી દીધા અને બીજા હાથથી એની કયખા-ચોલીના હૂક ખોલી નાખ્યા અને ચીને વીંટાળેલું કપડું પણ કાઢી નાખ્યું.

બેબસ, બેબાકળી કાન્હાઇનું શરીર કારમી વેદનાથી વીંધાઇ ગયું. ફૂંફાંડા મારતા સરપનું હરશેકું ઝેર એના શરીરમાં ઠલવાઇ ગયું. સુનામીનો બુમાટો-બુમરાણ શમી ગયો હતો.
સીમંતી એની પંદર વરસની વહાલકુડી કાન્હાઇને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. કાન્હાઇ- કાન્હાના હાલ-હવા દુર્દશા જોઇ એ ડઘાઇ ગઇ- હેબતાઇ ગઇ, સૂન-મૂન થઇ ગઇ. પંદર વરસની નાજુક કાન્હાઇને હીબકાં ભરતાં-ડૂસકાં ભરતાં એના ખભે માથું- નાખી ધીમેધીમે એના કાનમાં, એની માના કાનમાં પંદર વરસની નાજુક છોકરીથી ના કહેવાય એવું જે બન્યું હતું કે કહ્યું.

એ સાંભળી સીમંતી પોતાની સામે ઝળુંબી રહેલા પોતાના મોતને ધીમેથી કહેતી હોય એમ વેદનાથી બબડી…. ‘મારું બધું સુખ રોળાઇ ગયું…’ પછી બહાવરી બની ચારે બાજુ જોઇ રહી… પેલા કદાવર પુરુષને સામે જ જોતી હોય એેમ એની કકળતી આંતરડી ચીસ પાટી ઊઠી… ‘ફટ રે ભૂંડા, તારી જાત પર ગયો!… સુનામીમાંથી બચાવી પંદર વરસની છોકરીને તું જ હડપ કરી ગયો! એનાં કરતાં તો એ…’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral