નેશનલ

આંધ્ર પ્રદેશમાં ટ્રેન અકસ્માતઃ પ્રાયમરી રિપોર્ટમાં કરવામાં આવ્યો સૌથી મોટો દાવો

વિશાખાપટ્ટનમઃ આંધ્ર પ્રદેશમાં બે ટ્રેન દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં રાયગઢા પેસેન્જર ટ્રેનના લોકો પાઈલટ અને આસિસ્ટંટ લોકો પાઈલટને જવાબદાર ગણાવાયા છે. આરોપો અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરવા માટે બે ઓટો સિગ્નલથી ટ્રેન પસાર થઈ હતી. જોકે, આ દુર્ઘટનમાં ટ્રેનના બંને કર્મચારી (ડ્રાઈવર)નું પણ મોત થયું હતું.

પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યાનુસાર સાત જણની કમિટીએ દુર્ઘટના સ્થળેથી સાક્ષીઓ, સંબંધિત અધિકારીના નિવેદન, ડેટા લોગર રિપોર્ટ અને સ્પીડોમીટર ચાર્ટની સાવધાનપૂર્વક તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રાયગઢા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટન પલાસા પેસેન્જર ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જે બે ક્ષતિગ્રસ્ત ઓટો સિગ્નલ પસાર થયા પછી ટ્રેનને ટક્કર મારી હતી.

પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ રેલવેના ધારાધારણ પ્રમાણે ટ્રેનને ખરાબ ઓટો સિગ્નલને કારણે ટ્રેનને બે મિનિટ રોકવી જોઈતી હતી અને પછી કલાકના 10 કિલોમીટરની ઝડપથી આગળ વધવાનું હતું, પરંતુ કમનીસબે એમ થયું નહીં. આ અકસ્માતમાં 13 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે પચાસ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રાયગઢા પેસેન્જર ટ્રેન (08504)ના લોકો પાઈલટ એસએમએસ રાવ, એએલપી (આસિસ્ટંટ લોકો પાઈલટ)ને જવાબદાર ગણાવામાં આવ્યા હતા, એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

રવિવારે આંધ્ર પ્રદેશના વિજયનગરમ જિલ્લાના કંટકપલ્લીમાં હાવડા-ચેન્નઈ લાઈન પર સાંજે સાત વાગ્યાના સુમારે રાયગઢા પેસેન્જર ટ્રેને વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેમાં પચાસથી વધુ પ્રવાસી ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં પલાસા પેસેન્જર ટ્રેનના ચાર કોચ અને રાયગઢા પેસેન્જર ટ્રેનના બે કોચ રેલવેના પાટા પરથી ઉથલી પડ્યા હતા. આ અકસ્માત પછી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે 24 કલાક પછી ટ્રેન વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?