ઉત્સવ

સ્ટ્રગલરના પ્રકાર

સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ

(ભાગ બીજો)
ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય છે. જેન્યુઈન સ્ટ્રગલર, ગેરસમજનો ભોગ બનેલા સ્ટ્રગલર, ગરીબ સ્ટ્રગલર, શ્રીમંત સ્ટ્રગલર, ઘરેથી ભાગીને આવેલો સ્ટ્રગલર, ઘરેથી પરવાનગી લઈને આવેલો સ્ટ્રગલર વગેરે વગેરે.

જ્યારે દેશ આઝાદ થઈ ગયો ત્યારે આપણા યુવાનો સામે કોઈ મહાન ઉદ્દેશ બચ્યો નહોતો એટલે તેમાંથી મોટા ભાગના યુવાનોએ ફિલ્મ ઉદ્યોગ તરફ મીટ માંડી હતી. ભૂખ્યા રહ્યા, ધક્કા ખાધા અને ગર્વથી સ્ટ્રગલર કહેવાયા. ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા ન હોવા છતાં પણ તેઓ ફિલ્મી દુનિયાનો હિસ્સો હોય છે. ફિલ્મી સ્ટ્રગલર્સના નીચે જણાવ્યા મુજબના પ્રકાર હોય છે.

ભાગ્યશાળી સ્ટ્રગલર
કેટલાક સ્ટ્રગલર ઘણા અભાગિયા હોય છે. લાખ કોશિશ કરવા છતાં તેમનો ફિલ્મોમાં પ્રવેશ થતો નથી. બીજી તરફ કેટલાક સ્ટ્રગલર ઘણા ભાગ્યશાળી હોય છે. જેમને કશું ખાસ કર્યા વગર જ ફિલ્મોમાં કામ મળી જતું હોય છે. જેમ કે અનિલ કપુરની પુત્રી સોનમ કપુર, મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ, ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવન, બોની કપુરના પુત્ર અર્જુન કપુર અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન.

હવે કદાચ તમને એવો સવાલ થતો હશે કે જ્યારે આ લોકોને ફિલ્મોમાં કામ મળી ગયા છે તો તેમને સ્ટ્રગલર કેવી રીતે કહી શકાય? તો એટલા માટે કેમ કે કેટલાક લોકોને કામ મળી ગયા બાદ તેમનો સંઘર્ષ પૂરો થઈ જાય છે, જ્યારે કેટલાક લોકોનો સંઘર્ષ ફિલ્મમાં કામ મળ્યા પછી જ શરૂ થતો હોય છે. આવા સ્ટ્રગલરની સ્ટ્રગલ અંતહીન હોય છે. સદ્નસીબે આવા સ્ટ્રગલર ઘરની બહાર સ્ટ્રગલ કરવા નીકળે છે ત્યારે એરકંડિશન ગાડીમાં બેસીને નીકળતા હોય છે.

સમજદાર સ્ટ્રગલર્સ
ઘણા સ્ટ્રગલર્સ ખાસ્સા સમજદાર હોય છે. આવા સ્ટ્રગલર્સ લોકોના ધ્યાનમાં આવવા દેતા નથી કે તેઓ સ્ટ્રગલર્સ છે. તેઓ પોતાના દાણા પાણીની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખે છે, જેવી તેમને તક મળે કે તરત જ તેઓ ફિલ્મોમાંથી બહાર સરકી જાય છે. જેમ કે દેવ સાહેબ, જોની વોકર સાહેબ વગેરે વગેરે કેટલાક સ્ટ્રગલર્સ બનવા કશુંક અલગ આવે છે, પરંતુ બની કશું બીજું જ જાય છે. આવા સ્ટ્રગલર્સને પણ સમજદારની શ્રેણીમાં રાખી શકાય છે. જેમ સુભાષ ઘાઈ એક્ટર બનવા માટે આવ્યા હતા. થોડો સમય માટે તેમણે પ્રયાસ પણ કર્યા હતા અને એક ફિલ્મમાં નાયકનો રોલ પણ મળી ગયો હતો, પરંતુ આ ફિલ્મમાં અગિયાર નાયક હતા. ફિલ્મ ચાલી નહીં. ઘાઈ સાહેબ સમજી ગયા કે આ મોં અને મસૂરની દાળ શક્ય નથી. તેમણે ટ્રેક બદલી નાખ્યો, ડિરેક્ટર બની ગયા. હવે સારું એવું કમાઈને ખાઈ રહ્યા છે. સમજદાર સ્ટ્રગલર્સ ક્યારેય ખાલી હાથે પાછો ફરતો નથી.

જનરલ સ્ટ્રગલર્સ
ફિલ્મી સ્ટ્રગલર્સ પણ એક નહીં અનેક અનેક પ્રકારના હોય છે. કેટલાક ચાલાક પ્રકારના સ્ટ્રગલર્સ હોય છે. તેઓ ફિલ્મમાં એક્ટર બનવાના પ્રયાસ કરે છે, પરંતુ લોકોને જાણ થવા દેતા નથી કે તેમને ફિલ્મોમાં જવાનો શોખ છે. તેઓ વિચારે છે કે કાંઈ બનીને અચાનક લોકોને ચોંકાવી દઈશું. જોકે આજ સુધી તો કોઈ ચોેંકાવી શક્યું નથી. કેટલાક ટકી રહેનારા સ્ટ્રગલર્સ હોય છે. તેઓ નક્કી કરી લેતા હોય છે કે જ્યાં સુધી તેઓ કઈં બની નહીં જાય ત્યાં સુધી તેઓ ઘરવાળાને મોં દેખાડશે નહીં. અક્કડ દેખાડે છે તેઓ અને સજા મળે છે તેમના ઘરવાળાઓને. કેટલાક લોકો તો મુંબઈ આવતાવેંત સંઘર્ષથી ડરીને ભાગી જાય છે. તેમને ખબર નથી હોતી કે આવું કરીને તેઓ પોતાના ઘરવાળાઓ પર અને ફિલ્મ ઉદ્યોગ પર કેટલો મોટો ઉપકાર કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કેદારનાથ જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો Feeling Tired and Weak? Could Be a Vitamin B12 Deficiency A Taste of India: Exploring the Country’s Most Delicious Mango Varieties Health benefits of Mulberry