તરોતાઝા

આ સપ્તાહના અંતે “ધન સંક્રાંતિ પ્રારંભ થવાથી ધનારક, કમુરતા કે સામી ઉતરાયણ તરીકે ઓળખાશે

આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં
રાજાદી ગ્રહ સૂર્ય વૃશ્ર્ચિક રાશિ,તા.૧૬ ધન રાશિમાં પ્રવેશ મંગળ વૃશ્ર્ચિક રાશિ
બુધ ધન રાશિ તા.૧૩ થી વક્રીભ્રમણ ગુરુ મેષ રાશિ વક્રીભ્રમણ શુક્ર તુલા રાશિ શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ રાહુ- મીન રાશિ વક્રીભ્રમણ કેતુ- ક્ધયા રાશિ વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
આ સપ્તાહના અંતે “ધન સંક્રાંતિ પ્રારંભ થવાથી ધનારક, કમુરતા કે સામી ઉતરાયણ તરીકે ઓળખાશે. આ સમયમાં મૃત્યુદર વધી શકે.

ધન સંક્રાંતિમાં આયુ,આરોગ્ય માટે વિશેષ સંભાળવું. ઠંડીની માત્ર વધવાથી નાના શિશુઓ તથા સિનિયર સિટિઝન વર્ગે સંભાળવું. તાવ, ઉધરસ, કળતર સાથે કફની સમસ્યાઓ વધી શકે.

(૧)મેષ રાશિ (અ,લ,ઇ):-
ગેસ, કબજિયાતની તકલીફ જણાય. વહેલી સવારે માથું દુખવાની ફરિયાદ લાગે. નિત્ય ઈષ્ટદેવ સ્મરણ સાથે ગાયત્રીમંત્રની એક માળા અવશ્ય કરશો.

(૩)વૃષભ રાશિ (બ,વ,ઉ):-
વાસામાં દુખાવો જણાય. યુરિન અટકી-અટકી આવવાની સમસ્યાઓ લાગે. નિત્ય કુળદેવીની પૂજા સાથે મહાકાળીની ઉપાસના,આરાધના કરવી. આરોગ્યની વધુ સુખાકારી માટે ઉત્તમ બની રહેશે.

(૩) મિથુન રાશિ (ક,છ,ધ):-
શ્ર્વાસમાં તકલીફ પડી શકે તેમજ ગળામાં ચાંદા પડવાની સંભાવના. મહાદેવજીને નિત્ય જળાભિષેક કરશો તેમ જ રુદ્રી પઠન કરશો. બુધ ગ્રહના જાપ ૨૪૦૦૦ કરશો.

(૪)કર્ક (હ,ડ):-
સપ્તાહના શરૂઆતથી સમયસર ઊંઘ ન આવવાની સમસ્યાઓ રહે. સપ્તાહના અંતે આરોગ્યમાં તાવ, ઉધરસ આવી શકે. કૂતરાને દુધ પીવડાવશો. નિત્ય તુલસીના પાન ખાશો.

(૫) સિંહ (મ,ટ):-
શારીરિક થાક અનુભવાય. નેત્રપીડામાં ચશ્માંના નંબર વધી શકે. નિત્ય સૂર્યોદેવ પહેલા ઊઠશો. સૂર્યને શુદ્ધ જળમાં કંકુ નાખીને અર્ગ આપશો.

(૬)ક્ધયા (પ,ઠ,ણ):-કમર કે કબજિયાતની સમસ્યાઓ યથાવત રહે. ખાટા ઓડકાર વારંવાર આવે. વધુ પડતું ખાવું નહીં. સાદું ભોજન કરવું. નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો.

(૭)તુલા (ર,ત):-
આ સપ્તાહ આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ રહેશે. સપ્તાહના છેલ્લાં દિવસે પેટમાં બળતરાઓ સંભવ.કુળદેવી ઉપાસના ઉત્તમ.

(૮) વૃશ્ર્ચિક (ન,ય):-
સરકારી કામો ન થવાને કારણે માનસિક સ્થિતિ બગડે જેને કારણે તબિયત પર અસર પડે. હિતશત્રુઓ વધે. ગુપ્ત મંત્ર જાપ કરશો. યથાશકિત જરૂરિયાત મંદને મદદ કરશો.

(૯) ધન (ભ,ધ,ફ,ઢ):-
આરોગ્ય માટે મધ્યમ રહેશે. ડાયાબિટીસ હોય તો આકસ્મિક વધે. રામ રોટીમાં દાન કરશો. નિત્ય ગુરુ મંત્રની ૧૧ માળા કરશો તેમ જ પૂર્ણવિશ્ર્વાસ ગુરુદેવ ઉપર રાખશો.

(૧૦)મકર (ખ,જ):-
પગમાં વાઢીયા વકરે.
મોં પર સૂઝન જણાય. નિત્ય પૂજા સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરશો. ગરીબોને કાચી ખીચડીનું દાન કરશો.

(૧૧)કુંભ રાશિ (ગ,શ,સ):-
વાયુ ચડવાની ફરિયાદ વધે.ગેસ, એસીડીટી સાથે કબજિયાતની સમસ્યાઓ પણ વધી શકે. બજરંગ બાણ કે હનુમાનજી ચાલીસાના પાઠ અવશ્ય કરશો.

(૧૨) મીન (દ,ચ,ઝ,થ):-
ઓચિંતા શ્ર્વાસ લેવામાં તકલીફ લાગે. અપચો, અર્જીણની ફરિયાદ રહે. સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ અવશ્ય આપશો. સૂર્ય સંહિતાનું પઠન કરશો.હાલમાં કારતક વદ પક્ષ ચાલતો હોવાથી ઉચિત વ્યક્તિને દાન દક્ષિણા તેમજ યથાશક્તિ મદદનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

નિત્ય શિવલિંગ પર જળાભિષેક કરશો. સમય મુજબ “ઓમ નમ: શિવાયના મંત્ર જાપ કરશો તેનાથી શારીરિક કષ્ટ દૂર થશે. લાંબા ગાળાથી પીડિત દર્દીઓ માટે તેમજ અસાધ્ય બીમારીઓથી પીડિત દર્દીઓએ ખાનપાનની પરેજીપાળજો. સપ્તાહના અંતે ઘર કે ઓફિસમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવી વધારે હિતકારી બની રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”