ઉત્સવ

ભારતના સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પાયોનિયર સ્પેસ સાયન્ટિસ્ટ એન્ડ મેથેમેટિશ્યન પ્રોફેસર સતીશ ધવન

બ્રહ્માંડ દર્શન -ડૉ. જે. જે. રાવલ

પ્રોફેસર સતીશ ધવન ભારતીય ગણિતશાસ્ત્રી અને એરોસ્પેશ ઈન્જિનીયર હતા. તેમનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૨૦માં થયો હતો અને મૃત્ય ૩, જાન્યુઆરી ૨૦૦૨માં થયું હતું. વિક્રમ સારાભાઈનું આકસ્મિક મૃત્યુ થતાં જબ્બર અવકાશ સર્જાયો હતો. થોડા સમય માટે ભારતીય સ્પેશ સાયન્સની ધૂરા પ્રોફેસર એમ. જી. કે. મેનનને સોંપવામાં આવી હતી, અને વિક્રમ સારાભાઈની જગ્યાએ કોને સ્થાપવાના તેની વિચારણા કરવામાં આવતી હતી. ત્યારે ૧૯૭૨માં પ્રોફેસર સતીશ ધવનની વરણી કરવામાં આવી હતી. પ્રોફેસર સતીશ ધવનને હું બેંગલોરમાં મળેલો.
સતીશ ધવન ફલ્યૂડ ડાયનામિક્સના એક્સપર્ટ સાયન્ટીસ્ટ હતા. ભારતમાં પ્રાયોગિક ફલ્યુડ ડાયનામિક્સના સંશોધનને આગળ ધપાવવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે. ફલ્યૂડ ડાયનામિક્સ બ્રહ્માંડને સમજવામાં મુખ્ય વિષય ગણાય છે. તેઓશ્રી શ્રીનગરમાં જન્મેલા કાશ્મીરી બ્રાહ્મણ હતા અને તેમણે ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. કોઈ પણ જાતના પ્રવાહીમાં કે વાયુમંડળમાં જે ટરબ્યૂલન્સ (ચક્રવાત) જન્મે છે તે વિષયમાં તેઓ નિપુણ હતા. તારાનો જન્મ થાય છે ત્યારે પણ ટરબ્યૂલન્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેઓ એમ. જી. કે. મેનન પછી સ્પેશ સાયન્સના ત્રીજા ચેરમેન હતા.
ભાભાના આકસ્મિક મૃત્યુ પછી ભારતીય વિજ્ઞાન જગતને વિક્રમ સારાભાઈના મુત્યુનો કઠોર ધક્કો લાગેલો. ભાભાના મૃત્યુ પછી સ્પેશ સાયન્સ અને એટલીક એનર્જી બંને ક્ષેત્રને વિક્રમભાઈએ સંભાળ્યા હતા. પણ હવે ભારતના વિજ્ઞાનક્ષેત્રમાં મુસીબત આવી હતી. ત્યારે એટલીક ક્ષેત્ર ડૉ. એચ. એન. શેઠનાને સંભાળવાનું આવ્યું હતું અને સ્પેશક્ષેત્ર થોડો વખત માટે પ્રોફેસર એમ. જી. કે. મનનને સંભાળવા આપ્યું હતું. પ્રોફેસર મેનન ત્યારે TIFRના ડિરેકટર પણ હતા. જ્યારે જ્યારે ભારતના વિજ્ઞાનક્ષેત્રે મુસીબત આવતી ત્યારે ત્યારે પ્રોફેસર મેનન જ પરિસ્થિતિ સંભાળી લેતા. પ્રોફેસર મેનન અમારી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પેટ્રન હતા. તેથી મેનન સાહેબ સાથે અમારે સારો ઘરોબો હતો. મેનનસાહેબ ડૉ. મોહનભાઈ પટેલના બનેવી થાય.
પ્રોફેસર મેનને ડૉ. મોહનભાઈ પટેલના વાસ્વકિ એવોર્ડના સિલેકશનનું કાર્ય કર્યું હતું. પછી તે જવાબદારી પ્રોફેસર એમ. એમ. શર્માને સોંપી હતી. આજે જે યુનિવર્સિટી ઈન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી છે તેનો યશ પ્રોફેસર એમ. એમ. શર્મા સાહેબને જાય છે. પ્રોફેસર મેનન અને પ્રોફેસર શર્મા જુદા જુદા વર્ષમાં ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના જનરલ અધ્યક્ષ હતા. આવડી મોટી વિભૂતિ મેનન સાહેબ હતા અને શર્મા સાહેબ છે. અમારે એટલે કે ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીને અને શર્મા સાહેબને સારો ઘરોબો છે. આ બધા ભારતના રત્નો હતા
અને છે.
પ્રોફેસર યશ પાલની જેમ પ્રોફેસર ધવન પંજાબ યુનિવસિર્ટીના વિજ્ઞાન ગ્રેજ્યુએટ હતા. પ્રોફેસર અબ્દુલ કલામ, પ્રોફેસર સુબ્રમણ્યન ચંદ્રશેખર, પ્રોફેસર યશ પાલ, પ્રોફેસર સતીશ ધવન એ બધા લાહોરમાં ભણેલા અને પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. આ રીતે પંજાબ યુનિવર્સિટી ચંડીગઢ ગૌરવશાળી યુનિવર્સિટી છે. આગલા ત્રણ પ્રોફેસરો પ્યોર સાયન્સના એક્ષ્પર્ટ બન્યા. જ્યારે ધવન સાહેબ ઈન્જિનિયરીંગના એક્સપર્ટ બન્યા. ધવન સાહેબ સાથે સાથે અંગ્રેજી સાહિત્યમાં M.A.હતા. આમ ધવન સાહેબ વિજ્ઞાન, ઈન્જિનિયરીંગ અને અંગ્રેજી સાહિત્ય એમ ત્રણ વિદ્યાશાખામાં નિપુણ હતા. એક ઉચ્ચતમ વ્યક્તિત્વ હતું. ધવન સાહેબે અમેરિકાની મિન્નેસોટા યુનિવર્સિટીમાંથી એરોસ્પેશ ઈન્જિનિયરીંગમાં માસ્ટરની ડિગ્રી લીધી પછી કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેથેમેટીક્સ અને એરોસ્પેશમાં Ph. D.ની બે ડિગ્રીઓ મેળવી. ધવન સપ્ટેમ્બરમાં વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ઈન્જિનિયરીંગ અને અંગ્રેજી સાહિત્યનો સંગમ હતો. ઘણો અદ્ભુત સંગમ ગણાય. આપણે ત્યાં લોકો એક ડિગ્રી લેતા હાંફી જાય છે. આપણા સમાજની એક મનોસ્થિતિ છે કે દીકરો ગ્રેજ્યુએટ થાય, તે નોકરીએ લાગે કુટુંબની આર્થિક સ્થિતિ સુધારે અને તેને પરણાવે એટલે પત્યું.
ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ SLV સેટેલાઈટ વેહિકલ પ્રોજેક્ટના ડિરેકટર હતા. તેમની ટીમે SLVને આકાશમાં છોડયું હતું પણ તે ટીમના દુર્ભાગ્યે બંગાળના ઉપસાગરમાં જઈને પડયું. મિશન તદ્દન અસફળ ગયું. ત્યારે ધવનસાહેબે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પત્રકારોને કહ્યું કે અમારી સ્પેશ સાયન્સ એન્ડ ઈન્જિનિયરીંગની ટીમ સેટેલાઈટ લોંચ વેહિકલ છોડવામાં નિષ્ફળ નીવડી છે. પણ અમે આવતા પ્રયોગમાં જરૂર સફળ રહીશું તેવો અમારો વિશ્ર્વાસ છે. ૧૯૮૦માં જ્યારે SLV -૩ સફળ રીતે આકાશમાં જઈને તેને રોહિણી સેટેલાઈટને અંતરીક્ષમાં તરતો મુક્યો ત્યારે ધવન સાહેબે કલામ સાહેબને પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરવા કહ્યું અને તેમાં પોતે ગેરહાજર રહ્યા હતા. લીડરશીપ (નેતૃત્વનો આ ઉમદા દાખલો હતો જે ધવન સાહેબે બેસાડ્યો હતો. લીડર એજ કહેવાય જે નિષ્ફળતા મળે તો તેનો ટોપલો પોતાના માથે ઓઢે અને સફળતા મળે તો તેના મદદનીશોને માથે મુકે. આવા ઉત્તમ માનવી ધવન સાહેબ હતા. ધવન સાહેબના મૃત્યુ પછી ભારત જે સ્ટેશન આંધ્ર પ્રદેશના હરિકોટાથી રોકેટો અને સેટેલાઈટો છોડે છે તેનું નામ સતીશ ધવન સાહેબના માનનાં સતીશ ધવન સ્પેશ સેન્ટર રાખવામાં આવ્યું છે. ધવન સાહેબ ૧૯૮૪ સુધી ઈસરોના ચેરમેન રહ્યા હતા.
ધવન સાહેબે ૧૯૫૧માં બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં પ્રોફેસર તરીકેની જગ્યા ગ્રહણ કરી અને ૧૯૬૨માં તેઓ તેના ડિરેકટર બન્યા હતા. ધવન સાહેબ ૧૯૭૨થી ઈસરોના ચેરમેન હતા. સાથે સાથે તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના ડિરેકટર પણ રહ્યા હતા અને II8.માં ભારતનું પ્રથમ સુપરસોનિક વીન્ડ ટનલ સ્થાપનાર વિજ્ઞાની હતા. ઈન્ડિયન ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયસન્સના એરોસ્પેશ અને એરોનોટીક્સ ઈન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના ચીફ હોવાથી, બાકીના ઘણા યુવાન સ્પેશ સાયન્ટીસના ધવન સાહેબ ગુરુ હતા. તેમને ઘણા એવોર્ડઝ અને સન્માન મળેલા હતા. તેઓ સૌમ્ય, વિચક્ષણ અને સરળ વિભૂતિ હતા.
ભારતમાં સ્પેશ સાયન્સની સ્થાપના કરવામાં તેમનું યોગદાન મોટું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure