મનોરંજન

સાઉથની આ અભિનેત્રીએ કરી લીધા સિક્રેટ મેરેજ? Orryએ કરી લીધું કન્ફર્મ…

પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘સાલાર’ વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના પહેલા જ દિવસે 90.7 કરોડના કલેક્શન સાથે ફિલ્મે શાનદાર ઓપનિંગ કર્યુ હતું. એ પછી ફિલ્મે બીજા દિવસે 56.35 કરોડની કમાણી કરી હતી અને ત્રીજા દિવસે ‘સાલાર’એ 62.05 કરોડની કમાણી કરી હતી.

ફિલ્મના તમામ કલાકારોના પણ ઘણા વખાણ થઇ રહ્યા છે. એવામાં હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ફિલ્મની અભિનેત્રી શ્રુતિ હસને ગુપચુપ લગ્ન કરી લીધા છે. ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘આસ્ક મી એનીથીંગ’ સેશન કર્યું હતું.

Photo: Reddit

જેમાં કોઇએ તેને પૂછ્યું હતું કે એવી કોઇ સેલિબ્રિટી છે ખરી જેણે ઓરી સાથે ફોટો પડાવવાનો ઇનકાર કરી દીધો હોય અને તેમને ભાવ પણ આપ્યો ન હોય, સૌના આશ્ચર્ય વચ્ચે ઓરીએ શ્રુતિનું નામ લઇને કહ્યું હતું કે તે અને શ્રુતિ હસન એક ઇવેન્ટમાં મળ્યા હતા. જો કે શ્રુતિ હસને તેની સાથે સારું વર્તન કર્યુ ન હતું, અને ખૂબ ખરાબ લાગ્યું હતું. જો કે હું તેમના પતિને પસંદ કરું છું. અને તે સારી રીતે મને ઓળખે છે.” આમ, ઓરીના જવાબ પરથી લોકોએ અનુમાન લગાવ્યું હતું કે પતિ એટલે શું શ્રુતિ હસને લગ્ન કરી લીધા છે?

‘સાલાર’ની અભિનેત્રી શ્રુતિ હસન છેલ્લા ઘણા સમયથી શાંતનુ હઝારિકાને ડેટ કરી રહી છે. 37 વર્ષની શ્રુતિએ ઘણીવાર સ્વીકાર્યું છે કે શાંતનુ તેનો સૌથી સારો મિત્ર છે. તે ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર છે, કલા, સંગીત અને સિનેમા વિશેના બંનેના વિચારો ઘણા એકસમાન છે. બંને જણા એકબીજાને ઘણું સન્માન આપીએ છીએ. જો કે તેણે લગ્નની કોઇ વાતની પુષ્ટિ કરી ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઉનાળામાં પરસેવાને કારણે આવે છે શૂઝમાંથી દુર્ગંધ? Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers