આમચી મુંબઈ

સેફ્ટી ફર્સ્ટ: મધ્ય રેલવેના સ્ટેશનની સુરક્ષા માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મધ્ય રેલવેમાં વધતા ગુનાઓને રોકવા અને રીઢા ગુનેગારોને પકડવા માટે મધ્ય રેલવેના સ્ટેશનો પર આધુનિક કેમેરા બેસાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુનેગારોને પકડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે મધ્ય રેલવેએ ૧૧૭ સ્ટેશન પર ૩૬૫૨ જેટલા વીડિયો સર્વેલન્સ કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે, જેમાં મુંબઈ ડિવિઝનના ૮૯ સ્ટેશનનો સમાવેશ થાય છે. ફેસ રેકગ્નેશન (ચહેરાની ઓળખ સુધ્ધા) કેમેરા ગુનેગારની આંખના રેટિના અથવા કપાળની ઓળખ માટે સક્ષમ હશે. આ કેમેરા સ્ટેશન પર હાજર ગુનેગાર વિશે સુરક્ષા એજન્સીને માહિતી પૂરી પાડી શકે છે.

હાલમાં કુર્લા, થાણે, લોક્માન્ય તિલક ટર્મિનસ અને ક્લ્યાણ સ્ટેશન પર ઈન્ટિગ્રેટેડ સિક્યુરિટી સિસ્ટમ્સ (આઇએસએસ) કેમેરા લગાવવામાં આવ્યા છે, પરંતુ હવે મધ્ય રેલવેએ મુંબઈ ડિવિઝનના ૮૯ સ્ટેશન પર લગભગ ૧,૨૦૦ ફેસ રેકગ્નેશન સિસ્ટમ્સવાળા કેમેરા લગાવવાનો નિર્ણય લેવાયો છે.

આ કેમેરા મુંબઈ ઉપનગરોમાં તમામ સ્ટેશનો પર લગાવવામાં આવશે. આ કામ આગામી કેટલાક મહિનામાં મુંબઈના તમામ સ્ટેશનો પર પૂર્ણ થઈ જશે. રેલવે સ્ટેશનોની સુરક્ષા વધારવા માટે મધ્ય રેલવેના એ, બી, સી શ્રેણીના ૩૬૪ સ્ટેશનો પર વીડિયો સર્વેલન્સ સાથેના ૬,૧૨૨ કેમેરા લગાવવામાં આવશે. તેમાંથી ૧૧૭ સ્ટેશન પર ફેસ
રેનેશન સિસ્ટમ સાથે ૩,૬૫૨ કેમેરા હશે. ૧૧૭ સ્ટેશનમાંથી મુંબઈ ડિવિઝનના ૮૯ સ્ટેશનનો સમાવેશ થાય છે. કેમેરા લગાવવા આપશે.

હાલમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર,માટે રેલવે બોર્ડ અને રેલટેલ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. આ કેમેરા વેઇટિંગ હોલ, રિઝર્વેશન કાઉન્ટર, પાર્કિંગ એરિયા, મુખ્ય પ્રવેશ દ્વાર, એક્ઝિટ ગેટ, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને બુકિંગ ઓફિસની નજીક હશે.

આ કેમેરા ૧૮૦ ડિગ્રીથી ૩૬૦ ડિગ્રી સુધી વીડિયો લેવામાં સક્ષમ છે. કેમેરામાંથી વીડિયો ફીડ પણ સ્થાનિક આરપીએફ પોસ્ટ્સ તેમજ વિભાગીય અને ઝોનલ સ્તરે કેન્દ્રીયકૃત સીસીટીવી કંટ્રોલ રૂમમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ રીતે ત્રણ જગ્યાએ ફીડની તપાસ કરવામાં આવશે. જો પોલીસ કે અન્ય કોઈ સુરક્ષા એજન્સીના ડેટામાં હાજર ગુનેગારના ચહેરા સાથે મુસાફરનો ચહેરો મેચ થાય તો સ્ટેશન પર ગુનેગારની હાજરીની માહિતી સુરક્ષા એજન્સી સુધી પહોંચશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral