ઇન્ટરનેશનલ

Russia Ukraine War: નવા વર્ષ પૂર્વે લોહિયાળ દિવસ, યુક્રેનનો રશિયા પર હુમલો, 21નાં મોત

મોસ્કોઃ વિદાય થઈ રહેલા જૂના વર્ષ વચ્ચે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી વેગ પક્ડયો છે. નવા વર્ષ પૂર્વે તાજેતરમાં રશિયાએ યુક્રેન પર ભારે બોમ્બમારો કર્યો હતો. જેનો વળતો જવાબ આપતા યુક્રેને રશિયન શહેર પર કરેલા બોમ્બમારામાં ત્રણ બાળક સહિત ૨૧ લોકોના મોત થયા છે. યુક્રેનની ઉત્તર સરહદે સ્થિત બેલ્ગોરોડ શહેર પર થયેલા હુમલામાં ૧૧૧ લોકો ઘાયલ થયા હોવાનું રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું. આ શહેર પર યુક્રેનનો સૌથી મોટો હુમલો હતો.

આ પહેલા રશિયન સેનાએ યુક્રેન પર ૧૨૨ મિસાઇલ અને ૩૬ ડ્રોનથી હવાઇ હુમલા કર્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના જણાવ્યા મુજબ રશિયન હુમલામાં ૩૯ લોકોના મોત થયા હતા અને ૧૬૦ લોકો ઘાયલ થયા હતા. તેમના કહ્યા મુજબ હુમલાઓથી ૧૨૦ શહેર અને ગામડાઓ પ્રભાવિત થયા હતા. યુક્રેનની સેના લાંબા સમયથી તેની સરહદ સાથે જોડાયેલા રશિયાના વિસ્તારો પર હુમલાઓ કરી રહી છે, પરંતુ આ અત્યાર સુધીનો સૌથી લોહિયાળ હુમલો હોવાનું જણાવાઇ રહ્યું છે.

બેલ્ગોરોડ પર હુમલા બાદ યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બે રુસી એસ-૩૦૦ મિસાઇલોએ યુક્રેનના બીજા શહેર ખાર્કીવ પર હુમલો કર્યો હતો. જેમાં બે યુવકો સહિત ૨૧ લોકો ઘાયલ થયા હતા. એક મિસાઇલે ખાર્કીવ પેલેસ હોટલ અને બીજા એક એપાર્ટમેન્ટની ઇમારતને નિશાન બનાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ એક તબીબી સંસ્થા અને અન્ય એક નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકશાન થયું છે.

રશિયાના સરંક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ કીવ શાસને પ્રતિબંધિત ક્લસ્ટર કોન્ફિગરેશનમાં બે ઓલ્ખા મિસાઇલો સાથે ચેક નિર્મિત વેમ્પાયર રોકેટનો ઉપયોગ કર્યો છે. બેલ્ગોરોડ શહેર પર થયેલા અંધાધુંધ હુમલાના અપરાધને માફી આપવામાં આવશે નહીં.

બન્ને ઓલ્ખા મિસાઇલોને નષ્ટ કરી દેવામાં આવી છે, જેથી ભારે નુકશાન થતા બચી ગયું હોવાનું નિવેદનમાં કહેવામાં આવ્યું છે. યુક્રેનના ખાર્કીવમાંથી મલ્ટીપલ રોકેટ લોન્ચર દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોએ સેન્ટ્રલ કેથેડ્રલ સ્કેવર પર સ્કેટિંગ રિક, એક શોપિંગ સેન્ટર અને રહેણાંક ઇમારતોને નિશાન બનાવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

યુક્રેનના આ હુમલામાં મોટી સંખ્યામાં કોમર્શિયલ પ્રોપર્ટી, શોપિંગ સેંટર અને દુકાનોની સાથે સાથે ૨૨ એપાર્ટમેન્ટની ઇમારત અને ૧૦૦થી વધુ કારને નુકશાન થયું છે. નોંધનીય છે કે રશિયાએ યુક્રેન પર ફેબ્રુઆરી, ૨૦૨૨માં હુમલો કર્યો હતો. જેને રશિયા વિશેષ લશ્કરી કાર્યવાહી ગણાવે છે. રશિયન સેનાએ શુક્રવારે યુદ્ધનો સૌથી મોટો હવાઇ હુમલો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey