વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ જોવા મળી હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તિવ્ર ઉછાળો આવવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૪ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૯ અને ઉપરમાં ૮૩.૨૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા ઘટીને ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૨.૯૭ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૮૮.૫૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૨૫.૬૫ પૉઈન્ટનો અને ૪૨.૯૫ પૉઈન્ટનો જોવા મળેલો ઘટાડો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૮૬૨.૫૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૭ ટકા ઘટીને ૧૦૬.૫૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને ગઈકાલે જાહેર થયેલો સપ્ટેમ્બર મહિનાનો ફુગાવો ત્રણ મહિનાની નીચી પાંચ ટકાની સપાટીએ રહ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey