નેશનલસ્પેશિયલ ફિચર્સ

‘ચાહ હૈ તો રાહ હૈ’: રેલવે પ્રધાને ટીશ્યુ પેપર પર લખી આપ્યું બિઝનસ પ્રપોઝલ, અને 6 મિનિટમાં…’

નવી દિલ્હી: કહેવાય છે ને કે જો સાચી લગન અને મહેનતથી તમે કઈ પણ મેળવવા માટે પ્રયત્ન કરો છો તો, તમને તેમાં સફળતા મેળવવામાં કોઈ જ રોકી શકતું નથી. તાજેતરમાં જ ‘ચાહ હૈ તો રાહ હૈ’ કહેવતને સાર્થક કરતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં અક્ષય સતનાલીવાલા નામના એક ઉદ્યોગસાહસિક કોલકાતાની ફ્લાઈટમાં અચાનક રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને મળ્યા ત્યારે તેમણે એક બિઝિનસ આઇડિયા પેપર નેપકિન પર લખીને આપ્યો. ચાલો જાણીએ આવું શું કામ કર્યું…

અક્ષય સતનાલીવાલા નામના એક ઉદ્યોગસાહસિક લાંબા સમયથી પોતાના બિઝનેસ આઈડિયાને અમલમાં મૂકવા માગતા હતા, પરંતુ ઘણી સમસ્યાઓના કારણે તે શક્ય બન્યું ન હતું. અને અચાનક તેણે ફ્લાઇટમાં રેલવે પ્રધાનનો ભેટો થઈ ગયો. ફ્લાઇટમાં કેન્દ્રીય પ્રધાનને જોયા પછી, તેઓ તેમનો બિઝનેસ આઇડિયા શેર કરતાં પોતાને રોકી શક્યા નહીં, જે તેમના મગજમાં ઘણા સમયથી હતો.

પરંતુ ફ્લાઇટમાં પ્રોટોકોલ અને કડક સુરક્ષાના કારણે તેઓ રેલવે પ્રધાન સુધી પહોંચી શક્યા ન હતા. ઘણા પ્રયત્નો પછી, આખરે તેણે ટીશ્યુ પેપર પર પોતાનો પ્રસ્તાવ લખ્યો અને ઘણી કોશીશો પછી, આ બિઝનસ મેને તે ટીશ્યુ પેપર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને સોંપવામાં સફળ થયા.

જ્યારે ફ્લાઇટની સફર પૂરી થઈ અને આ બિઝનેસમેન કોલકાતામાં લેન્ડ કર્યું, ત્યારે છ મિનિટમાં સતનાલીવાલાને પૂર્વ રેલવે મુખ્યાલયના જનરલ મેનેજરની ઑફિસમાંથી ફોન આવ્યો. પૂર્વ રેલવેના જીએમ મિલિંદ કે દેઉસ્કરે સંસ્થા પાસેથી માલ ટ્રાન્સપોર્ટ કરવાની શક્યતા અંગે ચર્ચા કરવા માટે સતનાલીવાલા સાથે બેઠકનું આયોજન કર્યું. સતનાલીવાલા વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના ડાયરેક્ટર છે.

મિલિંદ કે દેઉસ્કર અને અક્ષય સતનાલીવાલા વચ્ચે ઈસ્ટર્ન રેલવે હેડક્વાર્ટરમાં થયેલી બેઠકમાં ઈસ્ટર્ન રેલવેના અન્ય અધિકારીઓ હાજર હતા. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્યોગસાહસિકે છત્તીસગઢના રાયપુર અને ઓડિશાના રાજગંગાપુર અને અન્ય ક્લસ્ટરો જેવા ઘણા ભાગોમાં ઇનપુટ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રવાહ વિશે માહિતી આપી હતી.

આ બિઝનસ પ્રપોસાલને લઈને રેલવે દ્વારા શું પ્તરિક્રિયા આપવામાં આવી હતિઉ તેની જો વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે ટ્રાન્સપોર્ટેશનના સસ્તા માધ્યમ તરીકે રેલવે માર્ગ દ્વારા સોલીડ અને અન્ય વેસ્ટ ટ્રાન્સફર કરવા માટે ફ્લેક્સિબલ શરતો ઓફર કરી છે. રેલવે માર્ગ દ્વારા આટલા મોટા પ્રમાણમાં સોલીડ અને પ્લાસ્ટિક કચરાનું પરિવહન કરવાથી કચરાને ડમ્પ કરવામાં મદદ મળશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે.

ઈસ્ટર્ન રેલવેએ કહ્યું કે આ કલ્પનાની બહાર છે કે ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે કોઈ પેસેન્જર, ટીશ્યુ પેપર પર એક સરળ અપીલનો જવાબ આપીને, નવા વ્યવસાયિક સંબંધો માટે એક મોટું અને અસરકારક બિઝનેસ મોડલ શેર કરે છે. તેમણે કહ્યું કે અમે આ પ્રયાસથી ખુશ છીએ અને કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે વધુ મદદ માટે રેલવે પ્રધાનનો સંપર્ક કરી શકે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral