નેશનલ

આરએસએસના નેતાની હત્યાના કેસમાં પીએફઆઈના હિટ સ્ક્વૉડના મેમ્બરની એનઆઈએ દ્વારા ધરપકડ

નવી દિલ્હી: કેરળમાંથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ પીએફઆઈના કાર્યકર્તા શફીકની ધરપકડ કરી છે. આરએસએસના નેતા શ્રીનિવાસનની હત્યાના કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે. શફીક પીએફઆઈની ખુંખાર યુનિટ હિટ સ્ક્વૉડનો સભ્ય હતો.

એવું કહેવાય છે કે પીએફઆઈના મોટા નેતા અશરફ કેપીએ શ્રીનિવાસનની હત્યાની જવાબદારી શફીકને સોંપી હતી. અશરફે પોતે અનેક હિંદુ નેતાઓની રેકી કરી હતી. એનઆઈએનો આરોપ છે કે સિદ્ધીકી કપ્પનની ભલામણ પર અનેક ભાજપ, આરએસએસ અને હિંદુ સંગઠનોના નેતાઓને ટારગેટ બનાવવા માટે પીએફઆઈની હિટ સ્ક્વૉડનું ગઠન કરવામાં આવ્યું હતું.

2022માં થઈ હતી શ્રીનિવાસનની હત્યા
કેરળના પલક્કડમાં 16 એપ્રિલ 2022ના રોજ આરએસએસના નેતા એસ કે શ્રીનિવાસનની ધોળે દહાડે હત્યા કરી નાખવામાં આવી હતી. બાઈક પર આવેલા છ હુમલાખોરોએ શ્રીનિવાસની દુકાનમાં ઘૂસીને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું. શ્રીનિવાસનની હત્યાના એક દિવસ પહેલાં પલક્કડમાં પીએફઆઈના નેતા એસ સુબૈરની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે શ્રીનિવાસનની હત્યાને બદલા માટે કરવામાં આવેલું કૃત્ય ગણાવ્યું હતું.

આ પણ વાંચો

આઈએસઆઈએસના આતંકવાદીઓની ગુજરાત અને મહારાષ્ટ્રમાં બૉમ્બ બ્લાસ્ટની યોજના હતી

શફીકની કોલ્લમ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. શ્રીનિવાસનની હત્યાના કાવતરામાં સામેલ થયેલા 71 લોકોની ઓળખ પ્રસ્થાપિત કરી નાખવામાં આવી છે. આ સંદર્ભે એનઆઈએએ બે ચાર્જશીટ દાખલ કરી હતી. આમાંથી એક આરોપીનું બીજી જાન્યુઆરીએ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે સાહિર કેવી અને જાફર ભીમંતવિદાને અનુક્રમે ઓક્ટોબર-2023 અને ફેબ્રુઆરી-2024માં પકડી લેવામાં આવ્યા હતા.

શફીક મલપ્પુરમ જિલ્લાનો રહેવાસી છે તે પીએફઆઈની હિટ સ્ક્વૉડનો સભ્ય હતો. આ હિટ સ્ક્વૉડ દ્વારા શ્રીનિવાસનની હત્યા કરવામાં આવી હતી. એનઆઈએની તપાસમાં જાણવા મળ્યા મુજબ શફીકે અશરફ કેપીને આશ્રય આપ્યો હતો. જેણે પીએફઆઈના નેતૃત્વના ઈશારે અન્ય નેતાઓ અને સભ્યોની સાથે મળીને કાવતરું પાર પાડ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”