મનોરંજન

નિક જોનસના કોન્સર્ટમાં ફેન્સે ‘જીજુ’ કહીને બોલાવ્યો, પ્રિયંકાના પતિનું આવું હતું રિએક્શન!

મુંબઇ: પ્રિયંકા ચોપરાના પતિદેવ અને મશહૂર ગાયક નિક જોનસ, પોતાના ભાઇઓ જો જોનસ અને કેવિન જોનસ સાથે હાલ મુંબઇમાં છે. તેમણે Lollapalooza India કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યું હતું. ત્રણેય જોનસ ભાઇઓનું ‘ધ જોનસ બ્રધર્સ’ કરીને બેન્ડ છે જેના બેનર હેઠળ તેઓ પોપ આલ્બમ્સ બનાવે છે. અમેરિકા સહિત ભારતમાં પણ આ બેન્ડની ઘણી લોકપ્રિયતા છે અને ખાસ કરીને જ્યારથી પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન થયા છે ત્યારથી નિક જોનસ વિશે જાણવાની પણ લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળે છે. તેમના મુંબઇ ખાતેના કોન્સર્ટ દરમિયાન નિક જોનસને અમુક દર્શકોએ ‘જીજુ’ કહીને બોલાવતા સિંગરે જે રિએક્શન આપ્યું હતું, તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

શનિવારે યોજાયેલા કોન્સર્ટમાં જોનસ બ્રધર્સના નિક, કેવિન અને જો જોનસે તેમના હિટ ગીતો પર પર્ફોર્મન્સ આપ્યું હતું. કેવિને નિકને ઓડિયન્સ સામે મજાકમાં ‘જીજુ’ કહીને બોલાવતા દર્શકોએ પણ તેનો પ્રતિભાવ આપ્યો હતો અને તેને ‘જીજુ’ કહીને બોલાવવા લાગ્યા, તો નિકે પણ પ્રિયંકા ચોપરાની ફિલ્મોના ગીતો ગાઇને દર્શકોનું દિલ જીતવામાં કોઇ કસર છોડી નહોતી. નિક જોનસે માન મેરી જાન સોંગ પર પર્ફોર્મન્સ આપ્યું હતું અને ગીતના હિન્દી ભાગના લિરીક્સ ગાઇને પણ લોકોનું મનોરંજન કર્યું હતું. એ પહેલા ઓડિયન્સનો મૂડ સેટ કરવા પ્રિયંકા ચોપરા-રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘દિલ ધડકને દો’ના ગીત ‘ગલ્લા ગુડિયા’ ગાઇને લોકોને ઝૂમતા કરી દીધા હતા. કોન્સર્ટ બાદ ત્રણેય ભાઇઓ નતાશા પૂનાવાલાની પાર્ટીમાં પણ સામેલ થયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure