આમચી મુંબઈ

સહેજ હાશકારો! મુંબઇ-પુણેમાં હવાની ગુણવત્તાનું સ્તર સુઘર્યુ: માવઠાને કારણે બંને શહેરો સમાધાનકારક શ્રેણીમાં

મુંબઇ: મુંબઇ અને પુણેમાં હાલ હવાની ગુણવત્તાનું સ્તર સુધર્યુ હોવાની જાણકારી મળી રહી છે. ગઇ કાલે મુંબઇસહિત ઉપનગરોમાં અને પુણેના કેટલાંક વિસ્તારોમાં વરસેલો કમોસમી વરસાદ ફાયદાકારક રહ્યો છે. ગઇ કાલે મુબંઇ-પુણેમાં વરસેલા વરસાદને કારણે હવાની ગુણવત્તાનું સ્તર સમાધાનકારક શ્રેણીમાં આવી ગયું છે. હાલમાં મુંબઇનો એર ક્વાલિટી ઇન્ડેક્સ 94 જ્યારે પુણેનો 82 છે.

પાછલાં અનેક દિવસોથી મુંબઇ અને પુણેની હવાની ગુણવત્તા મોડરેટ શ્રેણીમાં હતી. જેને કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર થઇ રહી હતી. મુંબઇનું વાયુ પ્રદૂષણ ઓછું કરવા માચે મહાપાલિકા અને એમપીસીબી દ્વારા વિવિધ ઉપાયો કરવામાં આવ્યા હતાં. તેની પણ હવાની ગુણવત્તામાં આવેલ સુધારા પર મોટી અસર છે. આગામી 48 કલાક મુંબઇની હવાની ગુણવત્તામાં સુધારો દેખાશે. જોકે ત્યાર બાદ ફરી એકવાર પ્રદૂષીત વાતાવરણ જોવા મળી શકે છે. એવી શક્યતાઓ એક્સપર્ટે વ્યક્ત કરી છે.


મુંબઇમાં વરસાદે અચાનક હાજરી પુરાવી હતી. પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, વિક્રોળી, ભાંડુપ, મુલુંડ, ગોવંડિ જેવા અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો હતો. આ વરસાદને કારણે મુંબઇગરાને હેરાન થવું પડ્યું હતું. લગભગ અડધો કલાક જોરદાર વરસાદ થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કેદારનાથ જાવ છો તો આ વાતનું ધ્યાન રાખજો Feeling Tired and Weak? Could Be a Vitamin B12 Deficiency A Taste of India: Exploring the Country’s Most Delicious Mango Varieties Health benefits of Mulberry