આમચી મુંબઈ

મુંબઈમાં સતત વધી રહેલી ગરમીનું કારણ આવ્યું સામે, તમે પણ જાણશો તો ચોંકી ઉઠશો…

મુંબઈઃ મુંબઈમાં સતત કથળી રહેલી હવાની ગુણવત્તા અને સતત વધી રહેલી ગરમી મુંબઈગરા અને પ્રશાસન માટે ચિંતાનો વિષય બની ગયો છે ત્યારે મુંબઈમાં હરિયાળીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હોવાની ચોંકાવનારી માહિતી પણ સામે આવી રહી છે. માહિતી અધિકાર હેઠળ મુંબઈ મહાનગર પાલિકા પાસે માંગવામાં આવેલી માહિતીમાં આ ધક્કાદાયક માહિતી સામે આવી છે.

માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં એવું પણ જાણવા મળ્યું હતું કે છેલ્લાં છ મહિનામાં મુંબઈના વિકાસ માટે હાથ ધરવામાં આવેલા વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ 21,028 વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. મેટ્રો, બુલેટ ટ્રેન, કોસ્ટલ રોડ, સિવરેજ લાઈનના કામકાજ, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ જેવા પ્રોજેક્ટમાં સૌથી વધુ વૃક્ષો તોડવામાં આવ્યા હતા.


સુધરાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 2018 અને 2023 વચ્ચે આશરે 21,916 વૃક્ષોનું પુનર્રોપણ કરવામાં આવ્યું હતું પરંતુ આ વૃક્ષોનો સર્વાઈલ રેટ ખૂબ જ ઓછો છો. 24માંથી નવ વોર્ડના ઝાડ જીવી ગયા હોવાની આંકડાકીય માહિતી સામે આવી છે. આ આંકડાકીય માહિતી અનુસાર નવ પ્રભાગના 4,338 વૃક્ષોનું પુનર્રોપણ કરવામાં આવ્યું અને એમાંથી માત્ર 963 (22 ટકા) વૃક્ષો જ જીવી શકયા હતા.


મુંબઈગરા માટે હજી એક ચિંતા કરાવે એવો વિષય એવો પણ છે કે શહેરમાં વૃક્ષોની સંખ્યા 29,75,283 જેટલી હોવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ અધિકારી દ્વારા આપવામાં આવી માહિતી અનુસાર વૃક્ષોની આ ગણતરી 2011માં કરવામાં આવી હતી.


વૃક્ષોની તોડવાની 90 ટકા પરવાનગી મૂળભૂત સુવિધા અને વિકાસ કામો માટે આપવામાં આવી. ગયા અઠવાડિયે જ જેમની બદલી કરવામાં આવી છે એવા પાલિકાના ભૂતપૂર્વ કમિશનર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું કે છેલ્લાં છ વર્ષમાં અનેક વિકાસ કામોને વેગ મળ્યો છે અને આ પ્રોજેક્ટ લાંબા સમયથી અટકી પડ્યા હતા. પરંતુ આ પ્રોજેક્ટને વેગ આપવા માટે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં વૃક્ષો તોડવાની પરવાનગી આપવામાં આવી છે.


મુંબઈમાંથી હરિયાળી ઘટી રહી છે અને આ બાબતે પર્યાવરણ નિષ્ણાતો, સામાજિક કાર્યકર્તાઓએ ચિંતા વ્યક્ત કરી છે. વૃક્ષોની સંખ્યા ઘટી રહી હોવાને કારણે જ ઉષ્ણતામાનમાં વૃધ્ધિ થઈ રહી છે. અરબી સમુદ્રમાં ઉષ્ણતામાનમાં વધારો થયો હોવાને કારણે મોન્સૂન સાઈકલમાં વિક્ષેપ પડ્યો છે. જો મુંબઈમાં વૃક્ષોના નિકંદનને રોકી શકાય તો સતત બદલાઈ રહેલાં ઋુતુચક્ર પર નિયંત્રણ મેળવી શકાશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.


દરમિયાન મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીઓએ આ વર્ષે ફરી વૃક્ષોની ગણતરી કરવામાં આવશે અને આગામી પાંચ વર્ષમાં હરિયાળીમાં 40 ટકાનો વધારો કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral