ઉત્સવ

પ્રાસંગિક: મમ્મીને પૂરતો સમય આપવો એ જ છે મધર્સ-ડેની બેસ્ટ ગિફ્ટ…

-લોકમિત્ર ગૌતમ

મમ્મી પર પ્રેમ વરસાવવા માટે આપણે કોઈ દિવસના મોહતાજ નથી. માતાએ કરેલા ત્યાગ અને સમર્પણના તો આપણે આજીવન ઋણી રહેવાના છીએ. તેમનું કર્જ તો આપણે કદી ચુકવી નહીં શકીએ. એથી મમ્મીને આઇ લવ યુ કહેવુ કે પછી તેની સાથે સમય પસાર કરવા માટે તો એક દિવસ પૂરતો નથી. મમ્મી સાથે હોય તો દરરોજ મધર્સ ડે છે.

માનો પ્રેમ પામવા માટે તો ભગવાને પણ ધરતી પર જનમ લેવો પડે છે. મા હોવું એ પણ કાંઈ સહેલું નથી. તો ચાલો આજે મધર્સ ડે નિમિત્તે મમ્મીને થોડું હસાવીએ, તેના ચહેરા પર સ્માઇલ લાવીએ. ફરીથી તેના ખોળામાં માથુ નાખીને નાનાં બાળક બની જઈએ.

આ પણ વાંચો: પ્રાસંગિક: કેનેડાના લોકોએ ટ્રમ્પને મારી જબરી લપડાક…

મમ્મી સાથે ભોજન કરો અને જૂની યાદોને વાગોળો

આજે તમે ભલે ગમે એટલા વ્યસ્ત હોવ, પરંતુ થોડો સમય મમ્મીને આપજો. સાથે જ પોતાને ભાગ્યશાળી ગણજો કે તમે મમ્મી સાથે બેસીને વાતચીત કરી શકો છો. તેની સાથે બેસીને નિરાંતે ભોજન કરજો. મમ્મીને ભાવતા પકવાન તમારા હાથે બનાવજો અથવા તો રેસ્ટોરાંમાંથી ઓર્ડર કરી શકો છો.

માને આપો ભેટ

આમ તો મમ્મી એવી ઇચ્છા નથી રાખતી કે તેમનાં સંતાનો તેમને મોંઘી ભેટ-સોગાદ આપે. જોકે તમે જ્યારે કોઈ વસ્તુ પ્રેમથી તેના માટે લાવશો તો તેની ખુશીની કોઈ સીમા નહીં રહે. તમે જો કોઈ મોંઘી ગિફ્ટ આપી તો મમ્મીને એ ચિંતા સતાવશે કે તેના દીકરા કે દીકરીએ આ ગિફ્ટ ખરીદવા માટે ખૂબ પૈસા ખર્ચ્યા છે કાં તો ખૂબ મહેનત કરી છે.

જો તમે તમારા મમ્મીથી દૂર રહેતા હોવ તો વીડિયો કૉલ પર વાત કરીને તેનું મન બહેલાવી શકો છો. લાગણીથી છલોછલ એવા મેસેજિસ મોકલી શકો છો.

આ પણ વાંચો: પ્રાસંગિક: ‘હમારે અમન મેં આગ લગા દી!

છોડ આપો ગિફ્ટમાં

જો તમારી મમ્મીને ફૂલ, છોડની માવજત કરવાનો શોખ હોય તો આવો જ કોઈ છોડ તેને મધર્સ ડેમાં ગિફ્ટમાં આપો. જે મા પ્રત્યેના તમારા પ્રેમની નિશાની બની જશે. છોડની કાળજી લેતી વખતે મમ્મીને તમારી યાદ તો આવશે જ, પરંતુ સાથે જ તેનો ચહેરો પણ ફૂલની જેમ ખીલી જશે. સાથે જ ઘરનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહેશે.

આવી રીતે તમે મા પ્રત્યે માન-સન્માન અને લાગણીની વર્ષા કરી શકો છો. મમ્મીના દિવસને એવી રીતે મનાવો કે તેને આજીવન યાદ રહી જાય.

આવી નાની-નાની બાબતો જીવનમાં
ખૂબ મહત્ત્વ ધરાવે છે. ક્યારેક ફુરસત મળે
અને પરિવાર સાથે વિતાવેલો સમય યાદ આવે
તો ચહેરા પર મંદ મંદ સ્મિત આવી જ જાય છે.
એથી જ કહેવાય છે કે જીવતા જીવત કદર કરતા શીખો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button