આમચી મુંબઈમહારાષ્ટ્ર

આગામી વર્ષે મેટ્રો-3 ની મળશે ભેટ

કોલાબા બાંદ્રા સિપ્ઝ મેટ્રોના રૂટનો પહેલો તબક્કો 2024ના પ્રારંભમાં ખુલ્લો મુકાવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈગરાને નવા વર્ષની વિશેષ ભેટ મળવાની ચર્ચા કરવામાં આવી રહી છે. મુંબઈના કોલાબા-બાંદ્રા-સિપ્ઝ મેટ્રો રૂટના પહેલા ફેઝનું ઉદ્ઘાટન 2024ના પ્રારંભમાં થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. મેટ્રો-3 રૂટના 37 સ્ટેશનોમાંથી પહેલા ફેઝના અંધેરી એમઆઈડીસી મેટ્રો સ્ટેશનનું કામ 100 ટકા પૂરું થયું છે.

છેલ્લા કેટલાક વર્ષોથી મેટ્રો-3 નું અંડરગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું છે. તેમાં એક નાના રૂટનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ છે. ટેસ્ટીંગમાં 65 કિલોમીટરની સ્પીડથી ટ્રેન દોડાવવામાં આવશે. અત્યારે રોજના પાંચથી સાત ટ્રાયલ રન હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય બનાવટની આ મેટ્રો મુંબઈમાં દોડનારી પહેલી ડ્રાઈવરલેસ મેટ્રો હશે એવું કહેવાઈ રહ્યું છે. અત્યારે 10 કિલોમીટરના રૂટ પર ટ્રાયલ ચાલી રહી છે.

કેવું છે મેટ્રોનું સ્ટેશન?

મેટ્રોના સ્ટેશનનું કામ 100 ટકા પૂર્ણ થયું છે. મેટ્રોમાં પ્રવેશ કરવા માટે પ્લેટફોર્મ પર ફૂલ સ્ક્રીન ડોર રહેશે. રેલવે ટ્રેક પર અકસ્માત કે આપઘાત કરવાની શક્યતા શુન્ય રહેશે. આ સ્ટેશનો ઈન્ડિકેટર, એસ્કેલેટર, સીસીટીવી વગેરે સુવિધાથી સજ્જ રહેશે. આ ઉપરાંત મેટ્રો સ્ટેશન પર લિફ્ટની સુવિધા આપવામાં આવી છે. તેમ જ દિવ્યાંગ માટે અલગ શૌચાલય, બેબી ડાયપર ચેન્જિંગ રૂમ, મફત ઈન્ટરનેટ વાયફાયની સુવિધા વગેરે મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…