ટોપ ન્યૂઝનેશનલ

Lok Sabha Elections 2024: ખડગે લોકસભાની ચૂંટણી નહીં લડે

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના જમાઈ રાધાકૃષ્ણ ડોડ્ડામણી કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. 81 વર્ષીય ખડગે ગુલબર્ગા (કાલાબુર્ગી) લોકસભા સીટ પરથી બે વખત જીત્યા છે, પરંતુ 2019ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ વર્ષે લોકસભા ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ખડગે કલબુર્ગીથી ચૂંટણી લડવાની તરફેણમાં ન હોવાના અહેવાલોને સમર્થન આપતાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગે પાસે ઘણી જવાબદારીઓ છે.

રાષ્ટ્રીય સ્તરે પક્ષની બાબતોનું સંચાલન કરવા ઉપરાંત, તેમની પાસે કલબુર્ગીથી ચૂંટણી લડવાની જવાબદારી પણ છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય વિકાસ ગઠબંધન (ઇન્ડિયા) જોડાણ ભાગીદારો સાથે સંકલન કરશે. આ ઉપરાંત તેમની પાસે રાજ્યસભામાં તેમના કાર્યકાળનો ચાર વર્ષથી વધુનો સમય બાકી છે.

મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે ગુલબર્ગા ક્ષેત્રમાં ચિત્તપુર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કર્ણાટકમાં સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી પણ છે. તેમને લોકસભાની ચૂંટણી લડવામાં રસ નથી. પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે, “શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરતા વેપારી ડોડ્ડામણી મુખ્ય દાવેદાર હોય તેવું લાગે છે.” પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરીને ચૂંટણી લડવી કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેશે.


સૂત્રોએ જણાવ્યું હતું કે માત્ર ખડગે જ અંતિમ નિર્ણય લેશે કે ડોડ્ડામણી ગુલબર્ગાથી ઉમેદવાર હશે કે અન્ય કોઈ. ડોડ્ડામણી શરૂઆતમાં ચૂંટણી લડવા માટે ઇચ્છુક નહોતા, પણ હવે તેમને આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.


કલબુર્ગીમાં જન્મેલા ડોડ્ડામણી લાઈમલાઈટથી દૂર રહે છે. ખડગેના ચૂંટણી પ્રચારનું સંચાલન અને વ્યૂહરચના બનાવવામાં તેમણે હંમેશા પડદા પાછળ સક્રિયપણે કામ કર્યું છે. તેઓ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં લોકપ્રિય છે.
કલબુર્ગીમાં કોંગ્રેસના ચૂંટણી પ્રબંધકોએ પક્ષના વિધાન સભ્યો અને વિસ્તારના નેતાઓ સાથે તાજેતરની બેઠક દરમિયાન ડોડ્ડામણીની સંભવિત ઉમેદવારી અને તેમની જીતની શક્યતાઓ અંગે ચર્ચા કરી હોવાનું કહેવાય છે.


ગુલબર્ગ લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. વર્ષ 2019 પહેલા તે આ સીટ પરથી 1996 અને 1998માં જ હારી હતી. ગુલબર્ગામાં 8 વિધાનસભા સીટો છે, જેમાંથી 6 કોંગ્રેસ પાસે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ-સેક્યુલર પાસે એક-એક સીટ છે.

કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે છત્તીસગઢ, કેરળ અને અન્ય ઘણા રાજ્યોમાં લગભગ 40 બેઠકો માટેના ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેરળની વાયનાડ સીટથી રાહુલ ગાંધીનું નામ પણ આ ઉમેદવારોમાં સામેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral