આમચી મુંબઈમહારાષ્ટ્ર

ન્યાય યાત્રા સામે મહારાષ્ટ્ર ભાજપે જાહેર કરી રામ યાત્રા

મુંબઈઃ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ ભાજપે આગામી લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં આ સંદર્ભે વાતાવરણ જાળવી રાખવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ તૈયારીના ભાગરૂપે ભાજપે રાજ્યની ૪૮ લોકસભા બેઠકોમાંથી અયોધ્યા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી છે.

સમગ્ર વ્યવસ્થાનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને આ અભિયાનની પ્રથમ ટ્રેન ૨૯મીએ રવાના થશે. આ ટ્રેન થાણે લોકસભા મતવિસ્તારમાંથી ૩૧ જાન્યુઆરીએ થાણેથી ઉપડશે. આ ટ્રેન દ્વારા અયોધ્યા જવા ઇચ્છતા લોકોના નામ, તેમના આધાર કાર્ડની ઝેરોક્સ અને મોબાઇલ નંબર એકત્રિત કરવાની જવાબદારી વિધાનસભાના ધારાસભ્યોને સોંપવામાં આવી છે.

એક લોકસભા મતવિસ્તારને વિધાનસભાના છ મતવિસ્તારોમાં વહેંચવામાં આવ્યા છે. ભાજપના સૂત્રોએ માહિતી આપી હતી કે સામાન્ય રીતે એક વિધાનસભા ક્ષેત્રમાંથી ૩૦૦ લોકો આ યાત્રા માટે નોંધવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે અયોધ્યામાં આ શ્રદ્ધાળુઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?