નેશનલ

Loksabha Elections 2024: રજનીકાંત, કમલ હાસન બાદ થલાપતિ વિજયનો રાજકારણમાં પ્રવેશ, પોતાની પાર્ટીની કરી જાહેરાત

South Actor Vijay: દક્ષિણ ભારતના વધુ એક પ્રખ્યાત અભિનેતાની રાજકારણમાં એન્ટ્રી થઇ છે. જાણીતા કલાકાર વિજય થલાપતિએ હાલમાં જ પોતાના અલગ પક્ષની જાહેરાત કરી છે. તેમણે પાર્ટીનું નામ ‘તમિલગા વેત્રી કળગમ’ tamizhaga vetri kazhagam રાખ્યું છે. જો કે તે આવનારી લોકસભા ચૂંટણી લડવાનો નથી. અભિનેતાએ એક નિવેદનમાં જાહેરાત કરી છે કે પાર્ટી અત્યારે તરતને તરત ચૂંટણીમાં ઝુકાવશે નહિ, તેમજ આગામી લોકસભા ચૂંટણીમાં અન્ય કોઇ પક્ષને ટેકો પણ નહિ આપે.

વિજયનું આખું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમનો જન્મ 22 જૂન 1974માં થયો હતો. તેમને ‘થલાપતિ વિજય’ નામથી જ ઓળખવામાં આવે છે, ‘થલાપતિ’ એટલે તમિલમાં સેનાના કમાન્ડર એવો અર્થ થાય છે. વિજય એક પ્રોફેશનલ સિંગર પણ છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિજય થલાપતિ એક મોટું નામ છે. તમિલ સિવાય પણ વિજયે અન્ય ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા તરીકે વિજયની ગણના થાય છે.

વિજયને સ્ટાર ઇન્ડિયા તરફથી આઠ વિજય પુરસ્કારો, તમિલનાડુ સરકાર તરફથી 3 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો અને એક SIIMA પુરસ્કાર જીત્યો છે. તેમને ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી 100 ની યાદીમાં પણ ઘણી વખત સામેલ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ભારતમાં ઘણા કલાકારો ફિલ્મોદ્યોગમાં લાંબી સફળ કારકિર્દી બનાવ્યા બાદ સેકન્ડ ઇનિંગ્સ રાજકારણમાં રમતા હોવાનું ચલણ પહેલેથી જોવા મળે છે. આંધ્રપ્રદેશમાં એન.ટી. રામારાવ કે જેઓ પ્રશંસકોમાં અન્ના અને એનટીઆરના નામથી જાણીતા છે, તેમણે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સાત વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા હતા. અન્ય એક દિગ્ગજ કલાકાર અન્નાદુરાઈએ અભિનય કર્યા બાદ એક રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો. તેઓ તમિલનાડુના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા હતા. પ્રખ્યાત અભિનેત્રી જાનકી રામચંદ્રન જે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં વીએન જાનકી તરીકે જાણીતા બન્યા હતા, તેઓ પણ તેમના પતિ અને મુખ્યપ્રધાન એમજી રામચંદ્રનના મૃત્યુ બાદ તમિલનાડુના મુખ્યપ્રધાન બન્યા હતા.

એમજીઆર તરીકે જાણીતા રામચંદ્રન 1977 થી 1987 વચ્ચે સતત દસ વર્ષ સુધી તમિલનાડુના મુખ્યપ્રધાન રહ્યા. તો અમ્મા તરીકે પ્રખ્યાત જયલલિતાએ પણ રાજકારણમાં પ્રવેશતા પહેલા તમિલ ફિલ્મોમાં કામ કર્યું હતું. એક સમયે તમિલ ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કરનાર એમ કરુણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ…