આપણું ગુજરાત

ગુજરાતમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટીક વર્કફોર્સ ઉપલબ્ધ: મુખ્ય પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે યોજાયેલી બાયોટેકનોલોજી સેક્ટરની પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં જણાવ્યું હતુ કે, બાયોટેકનોલોજી એ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે.
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા મુખ્ય પ્રધાનએ કહ્યું હતું કે, ગુજરાતે તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં વર્ષ ૨૦૦૪થી જ રાજ્યમાં બાયોટેકનોલોજી સેક્ટરના ડેવલપમેન્ટ પર ઝોક આપ્યો છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ધરાવતું એક રાજ્ય છે. સાવલી નજીકનું બાયોટેકનોલોજી રિસર્ચ ઍન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર દેશના ટોપ થ્રીમાં સ્થાન મેળવતું રહ્યું છે. ૧૦૦ જેટલા સ્ટાર્ટઅપ આ સેન્ટર દ્વારા તૈયાર થયા છે.
મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વદેશી સાયન્સ ટેકનોલોજીથી લઇને સ્પેસ સુધીના બહુવિધ ક્ષેત્રોમાં ભારતની આગવી ક્ષમતાનો વિશ્ર્વને પરિચય કરાવ્યો છે. વિશ્ર્વને ગુજરાત અને દેશની વ્યાપાર ઉદ્યોગ ક્ષમતાનો પણ પરિચય કરાવવા વડા પ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજ ૨૦૦૩માં વાવેલા તે આજે બે દાયકામાં વિકાસનું વટવૃક્ષ બન્યા છે.
તેમણે ફાર્મા અને ટેકનોલોજી સેક્ટરમાં ગુજરાતની ઉપલબ્ધિઓ અંગે જણાવ્યું હતુ કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ૧૦ હજાર કરોડ જેટલી આવક સાથે રાજ્યના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૪૦થી ૪૫ ટકા જેટલું યોગદાન આપે છે. રાજ્યમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટેક વર્કફોર્સ ઉપલબ્ધ છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં બાયોટેક્નોલોજી ક્ષેત્ર મહત્ત્વનું સાબિત થશે તેવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાને વ્યક્ત કર્યો હતો.
વર્ચ્યુઅલ માધ્યમથી આ ઇવેન્ટમાં જોડાયેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલાં બાયોટેકનોલોજી મિશનની સ્થાપના કરવાવાળું ગુજરાત સમગ્ર દેશમાં પહેલું રાજ્ય હતું.
ભારતીય બાયોટેક ઇન્ડસ્ટ્રી વર્ષ ૨૦૨૫ સુધી ૧૫૦ બિલિયન ડૉલર અને વર્ષ ૨૦૩૦ સુધી ૩૦૦ બિલિયન ડૉલરના લક્ષ્યાંક સાથે કાર્ય કરી રહી છે. ભારતમાં બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝમાં ૭૬૦ થી વધુ કંપનીઓ અને વિભિન્ન ક્ષેત્રોમાં ફેલાયેલા ૪૨૪૦ જેટલા સ્ટાર્ટઅપ સામેલ છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતે કોવિડ ૧૯ મહામારીમાં કુલ ૫ વેક્સિન બનાવી દુનિયામાં ભારતની બાયોટેકનોલોજી ક્ષેત્રની તાકાતનો પરિચય આપ્યો જે બાયોટેકનોલોજી સ્કિલને કારણે સંભવિત થઈ શક્યું. ભારતે દુનિયાના ૧૨૫થી વધુ દેશોમાં એફોર્ડેબલ વેક્સિન ઉપલબ્ધ કરાવી હતી. આ પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં વિવિધ નવીન બાયોટેકનોલોજી પ્રોડક્ટ્સનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું તથા બાયોટેકનોલોજી કંપનીઓ સાથે એમ ઓ યુ એક્સચેન્જ કરવામાં આવ્યાં હતા. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral