જામનગર

જામનગરમાં બાળ મજૂરો રાખતા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી, એક બાળકને મુક્ત કરાવાયો

જામનગરઃ જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં બાળ મજૂરી કરાવતા લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં એક ચાની હોટલમાંથી બાળ મજૂરને મુક્ત કરાયો હતો. દરેડ જીઆઈડીસીમાં આવેલ એક હોટલનો સંચાલક 14 વર્ષથી ઓછી વયના બાળક પાસે બાળ મજૂરી કરાવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી આ હોટલ પર તંત્ર દ્વારા રેડ પાડવામાં આવી હતી.

હોટલ સંચાલક સામે કડક કાર્યવાહી કરી

જામનગર શ્રમ આયુક્ત વિભાગની ટીમને આ હોટલમાં બાળ મજૂરી થતી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેથી જામનગરના શ્રમ આયુક્ત વિભાગની ટાસ્ક ફોર્સ ટીમે આ બાળકને મુક્ત કરાવીને હોટલ સંચાલક સામે કડક કાર્યવાહી કરી હતી. સરકારી અધિકારી ડૉ. ડીડી રામીના નેતૃત્વ હેઠળ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા તે હોટલ પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા પાડીને બાળકને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

બાળકને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મુક્ત કરાયેલા બાળકને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ સાથે બાળકના વાલીઓને પણ સ્થળ પર બોલાવીને જાણ કરવામાં આવી હતી. આ કેસમાં ડૉ. ડીડી રામીએ પોતે ફરિયાદી બન્યાં અને હોટલ સંચાલક વિરુદ્ધ પંચકોસી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સંચાલક સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 1986ની કલમ 3 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો….સોનભદ્રની ખાણમાં મોટો અકસ્માત: પર્વતનો ભાગ ધસી પડતાં 2 શ્રમિકોના મોત, અનેક મજૂરો દટાયા હોવાની આશંકા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button