ટોપ ન્યૂઝનેશનલ

પાકિસ્તાનની ‘નાપાક’ હરકતઃ જમ્મુ એરપોર્ટ પર હુમલો, ભારતે 8 મિસાઈલ તોડી…

ડ્રોન-મિસાઈલ મારફત કરવામાં આવ્યો હુમલો, એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ

શ્રીનગરઃ પહલગામ હુમલાનો બદલો લેવા ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદૂર પછી આજે ભારતે પાકિસ્તાનના અનેક શહેરોમાં હુમલો કર્યા પછી આજે રાતના સરહદ પારથી કાશ્મીરમાં હુમલો કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે ત્યારે આજે પાકિસ્તાન તરફથી ફરી એક વાર સરહદ પારથી જમ્મુ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાને જમ્મુ સ્થિત એરસ્ટ્રિપ પર રોકેટ મારો ચલાવ્યો હતો, પરંતુ ભારતે એ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ભારત તરફથી એસ-400એ આઠ પાકિસ્તાની મિસાઈલને તોડી પાડવામાં આવી છે, જ્યારે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ શહેરનું મોબઈલ નેટવર્ક જામ કરવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરના એરપોર્ટ વિસ્તારમાં મોટા ધમાકાનો અવાજ સાંભળવા મળ્યો છે. પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યા પછી સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, એમ સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. જમ્મુ એરપોર્ટ, આરસપુરા અને સામ્બા વિસ્તારમાં બ્લેકઆઉટ પછી સાયરનો વાગી હતી, જ્યારે કૂપવારામાં સરહદ પારથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં વિસ્ફોટ અને ફાયરિંગના અહેવાલોને લઈ અનેક વિસ્તારોમાં એર સાયરનોથી ગૂંજી ઊઠ્યા હતા. સમગ્ર જમ્મુમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોએ બિનજરુરી બહાર નહીં નીકળવાની એડવાઈઝ આપી છે. જમ્મુ સહિત અલગ અલગ વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. ધમાકાના અવાજથી જમ્મુની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવ કરવામાં આવી છે.

બીજી બાજુ જમ્મુમાં પાંચથી છ ધમાકાના લોકોને અવાજ સંભળાયા છે. ડ્રોન અને મિસાઈલથી હુમલો કરવાની શંકા સેવવામાં આવી છે. આસમાનમાં ડ્રોન જોવામાં આવ્યા પછી જમ્મુ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક જગ્યાએ ડ્રોનથી એટેક કરવામાં આવ્યો છે. બીજી બાજુ કુપવારામાં ફાયરિંગ કરવામાં આવ્યું છે, જ્યારે પાકિસ્તાનની ડ્રોનને ભારતની એર ડિફેન્સ સિસ્ટમને તોડી નાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button