Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખૂલ્યો, ચાર તિજોરી અને ત્રણ પેટીમાં ભર્યું છે આટલું સોનું | મુંબઈ સમાચાર
નેશનલ

Jagannath Puri મંદિરનો રત્ન ભંડાર 46 વર્ષ બાદ ખૂલ્યો, ચાર તિજોરી અને ત્રણ પેટીમાં ભર્યું છે આટલું સોનું

પુરી : ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ મંદિરના(Jagannath Puri) અંદરના રત્ન ભંડારમાં રાખવામાં આવેલ ખજાનો ગુરુવારે બહાર કાઢવામાં આવ્યો હતો. આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા 11 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. સમિતિના લોકો સવારે 9.15 વાગ્યે અંદર ગયા હતા. મંદિરની અંદરથી મળેલા ખજાનાને અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ASIની ટીમ મંદિરના બેઝમેન્ટનું સમારકામ કરશે. સમારકામ બાદ તિજોરીને જૂના રૂમમાં ખસેડવામાં આવશે.

ત્રીજા રૂમમાંથી 4 કબાટ અને 3 પેટી મળી આવી

ત્રીજા રૂમમાંથી 4 કબાટ અને 3 પેટી મળી આવી છે. જગન્નાથ મંદિર માટે રચાયેલી મોનિટરિંગ કમિટીએ મંદિરમાં વધુ તપાસ માટે સરકારને સૂચનાઓની ભલામણ કરી છે. પૂર્વ જસ્ટિસ વિશ્વનાથ રથે સરકાર પાસે આ માંગણી કરી છે જેથી લોકોની મૂંઝવણ દૂર થઈ શકે.

ભગવાન જગન્નાથના મંદિરમાં કેટલો ખજાનો છે?

ભગવાન જગન્નાથના મંદિરના પહેલા રૂમમાંથી 3.48 કિલો સોનું મળી આવ્યું હતું. બીજા રૂમમાંથી 95.32 કિલો સોનું અને ત્રીજા રૂમમાંથી 50.6 કિલો સોનું મળી આવ્યું હતું. પહેલા રૂમમાંથી 30.35 કિલો ચાંદી મળી આવી હતી. પહેલા રૂમમાં મળેલ સોનું અને ચાંદી ધાર્મિક વિધિઓમાં વપરાય છે. જ્યારે અન્ય રૂમમાંથી 19.48 કિલો ચાંદી મળી આવી હતી. બીજો ઓરડો અને સોના-ચાંદીનો ઉપયોગ તહેવારો દરમિયાન થાય છે. ત્રીજા રૂમમાંથી 134.50 કિલો ચાંદી મળી આવી હતી. ત્રીજા રૂમમાંથી મળેલા સોના-ચાંદીનો આજદિન સુધી ઉપયોગ થયો નથી.

ત્રીજા રૂમમાંથી શું મળ્યું?

રત્ન ભંડારમાં ગયેલી મોનિટરિંગ કમિટીને ત્રીજા રૂમમાં 6.50X 4 ફૂટ અને 3X4 ફૂટની તિજોરી મળી હતી. અત્યાર સુધીમાં કુલ 9 પેટી અને 4 કબાટ મળી આવ્યા છે. જગન્નાથ મંદિરનો પહેલો રૂમ દરરોજ પૂજા માટે ખોલવામાં આવે છે. બીજો ખંડ વિશેષ પૂજા માટે ખુલે છે. જ્યારે ત્રીજો રૂમ છેલ્લા 46 વર્ષથી બંધ હતો.

ઝવેરાત, સોનું અને ચાંદી કામચલાઉ સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા

દુનિયાભરમાં વસતા કરોડો હિન્દુઓની સાથે સાથે આખા દેશની નજર આ જગન્નાથ મંદિર પર ટકેલી છે. મંદિરના ત્રણ રૂમમાંના તમામ હીરા, ઝવેરાત, સોનું અને ચાંદી કામચલાઉ સ્ટ્રોંગ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મોનિટરિંગ કમિટી ઇચ્છે છે કે તેમને આવા સાધનો પૂરા પાડવામાં આવે જેથી મંદિર પરિસરમાં અન્ય કોઈ રૂમ કે ભોંયરું શોધી શકાય. તેમજ મોનીટરીંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે બેઝમેન્ટ અને ટનલને લઈને લોકોમાં ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે. આથી સમિતિ તિજોરીની ગણતરી પહેલા આને દૂર કરવા માંગે છે.

Also Read –

Back to top button