નેશનલ

IT Department: કોંગ્રેસ બાદ વધુ બે પક્ષ પર આવકવેરા વિભાગની નજર, ટૂંક સમયમાં નોટિસ જાહેર થશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા જ આવકવેરા વિભાગ(Income tax department)એ કોંગ્રેસ પાર્ટી પર કાર્યવાહી કરતા પાર્ટી મુશ્કેલીમાં ફસાઈ છે. આવકવેરા વિભાગે કોંગ્રેસના તમામ બેંક ખાતા ફ્રિઝ કરી લીધા છે, જેના કારણે પાર્ટી પાસે ચૂંટણી પ્રચાર માટે ભંડોળ નથી. ઇન્કમટેક્સ રિટર્ન ન ભરવા બદલ કોંગ્રેસને રૂ. 3567 કરોડની નોટિસ પાઠવવામાં આવી છે. એવામાં આહેવાલો મુજબ કોંગ્રેસ બાદ વધુ બે રાજકીય પક્ષો આવકવેરા વિભાગના રડાર પર છે.

આવકવેરા વિભાગ ટૂંક સમયમાં નોટિસ ઈશ્યુ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. સહકારી બેંકોમાં જમા કરાયેલા 380 કરોડ રૂપિયા અંગે આ બંને પક્ષો સામે તપાસ ચાલી રહી છે. એક અખબારી અહેવાલ મુજબ, આ મામલો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના બે પ્રાદેશિક પક્ષોને લગતો છે.

બંને સ્થાનિક પક્ષો પર નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22 દરમિયાન સહકારી બેંકોમાં 380 કરોડ રૂપિયા જમા કરાવવાનો અને ટેક્સ રિટર્ન ન ભરવાનો આરોપ છે. આવકવેરા વિભાગે આ બંને પક્ષો સામે તપાસ શરૂ કરી છે અને ટૂંક સમયમાં આ મામલે નોટિસ પણ જાહેર કરવામાં આવી શકે છે.

આવકવેરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને પક્ષો દ્વારા સહકારી બેંકોમાં જમા કરવામાં આવેલી રકમમાં કેટલીક અનિયમિતતાઓ મળી આવી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. બંને પક્ષો દ્વારા અગાઉ જમા કરાવવામાં આવેલી રકમની પણ તપાસ કરવામાં આવી રહી છે.”

જોકે આ બંને પક્ષોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ આ પક્ષો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ સાથે સંકળાયેલા હોવાના અહેવાલ છે. અખબારી અહેવાલો મુજબ કે તમિલનાડુની એક પાર્ટીની કો-ઓપરેટિવ બેંકોમાં પૈસા જમા કરાવવા માટે પાર્ટીના બે નેતાના ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “જે લોકોના બેંક ખાતામાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેઓની ગયા મહિને પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેમણે હજુ સુધી આ બિનહિસાબી અને અચાનક જમા થયેલા નાણાં અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.”

અત્રે ઉલ્લેખનીય છે કે ED મની લોન્ડરિંગ કેસમાં CPI(M) પાર્ટીના નામે ખોલવામાં આવેલા પાંચ બેંક ખાતાની તપાસ કરી રહી છે. જેમાં પાર્ટી ઓફિસની જમીન ખરીદવા, પાર્ટી ફંડ જમા કરાવવા અને વસૂલાત વગેરે મામલા સંકળાયેલા છે. EDની ટીમે કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનની દીઅકરી વીણા સામે પણ ગેરકાયદેસર નાણા વ્યવહારના સંબંધમાં કેસ નોંધ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…