તરોતાઝા

આરોગ્યક્ષેત્રનો વર્ષ ૨૦૨૪નો સિનેરિયો : આરોગ્યક્ષેત્રનું ઉજ્જવળ ભાવિ

હેલ્થ વેલ્થ – સીમા શ્રીવાસ્તવ

(ગયા વર્ષે દેશના આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી અને આ ક્ષેત્રના આરોગ્યમાં ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે. આરોગ્યના ક્ષેત્રમાં ગયા વર્ષે કરાયેલી કેટલીક ઘોષણાનો અમલ આ વર્ષમાં થશે અને જે પ્રોજેક્ટ પર ૨૦૨૩ વર્ષના અંતિમ મહિનાઓમાં શરૂ કરાયા હતા તેનું આ વર્ષ આરોગ્યના મામલામાં બહેતર થશે તેવું માનવામાં ખચકાટ હોવો નહીં જોઈએ.)

સ્વસ્થ સમાજથી જ દેશનો આર્થિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થઈ શકે છે. સ્વસ્થ દેશ અને નિરોગી નાગરિકોનું રાષ્ટ્રના વિકાસમાં યોગદાનનું મહત્ત્વ સરકાર સમજે છે તે સારી વાત છે. આ માટે સરકાર પ્રયત્નશીલ છે અને ચૂંટણીના આ વર્ષમાં મોટા ભાગની જનસંખ્યા અને મતદાતાઓ પર અસર કરવાવાળા આ વિષય અને ક્ષેત્ર પર સરકારનું વિશેષ ધ્યાન રહેશે તેવું માનવામાં આવે છે. જોકે વર્ષ ૨૦૨૪માં શું સમગ્ર દેશમાં ઓછી ખર્ચાળ તબીબી સેવા તમામને મળશે કે સરકારી મેડિકલ વીમાના છત્રમાં દરેક નાગરિકને કવરેજ મળશે? શું હૉસ્પિટલોમાં ડૉક્ટર, દર્દી અથવા દર્દી અને બેડનો રેશિયો ઘણો સુધરશે? શું રોગો પાછળનાં કારણો જેમ કે પ્રદૂષિત હવા, પાણી, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ગંદકી, ભેળસેળવાળા અને નોનસ્ટાન્ડર્ડ ખાદ્યપદાર્થો, નકલી દવાઓનું વેચાણ, ખાનગી હૉસ્પિટલો અને કેટલાક ડૉક્ટરોની ગેરવર્તણૂક જેવી વિસંગતિઓ દૂર થશે? સ્વચ્છ પાણી અને હવા મોટાભાગના લોકોને ઉપલબ્ધ રહેશે તો પણ ઘણું છે. વ્યાજબી કિંમતે દવા અંતરિયાળ ક્ષેત્રોમાં મળશે તેવી આશા પણ વધુ પડતી છે.

યુએનનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગોનાઈઝેશન કહે છે કે ૭૪ ટકા ભારતીઓને પૌષ્ટિક આહાર મળતો નથી તેમને પોષણક્ષમ ભોજન મોંઘુ પડે છે અને મોંઘવારી વધી રહી છે. ભેળસેળનો જમાનો છે. વર્ષ ૨૦૨૪માં આ પરિસ્થિતમાં ઝાઝી બદલાવ આવવાનો નથી. સ્વચ્છ પાણી નહીં મળતું હોય તેવા વિશ્ર્વના ૧૫ ટકા લોકો ફક્ત ભારતના છે તેવું વોટર ગેપ વોટર એઈડનો રિપોર્ટ જણાવે છે. શહેરોમાં વાયુ અને જળપ્રદૂષણના ડેટા ખૂબ જ નિરાશાજનક છે. ૧૩૧ શહેરોમાંથી ૭૪ ટકા લોકોને હજુ ખબર નથી કે તેમના શહેરમાં કુલ કેટલો કચરો નીકળે છે. જો તેમને કચરાના જથ્થાની જાણ નથી તો કચરાના નિકાલના વિચારો તેમને કંઈ રીતે સૂઝે તે સ્પષ્ટ છે. સ્વચ્છ સ્માર્ટ સિટીની આશા તો વર્ષ ૨૦૨૪માં પણ છોડવી પડશે. દેશમાં પ્રતિ ૮૩૪ રહેવાસી સામે એક ડૉક્ટર ઉપલબ્ધ છે તેવું લોકસભામાં કહેવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં ડૉક્ટરો ઘણાં ઓછા છે અને સામાન્ય માનવીને પરવડે તેવી સારી હૉસ્પિટલો પણ વધુ નથી. બ્રાંડેડ દવાની સરખામણીમાં જેનેરિક દવા (બ્રાન્ડનેઈમ વગની દવા) ૮૦થી ૯૦ ટકા સસ્તી જરૂર છે પણ ડૉક્ટરો પ્રિસ્ક્રીપ્શન લખતા નથી અને તમામ સ્થળે સહેલાઈથી મળતી નથી. દેશના રહેવાસીઓ આરોગ્ય પર લગભગ ૭૦ ટકા ખર્ચ પોતાના ગજવામાંથી કરે છે. ભારતમાં દર્દી-બેડ પ્રમાણ પ્રતિ ૧૦૦૦ લોકો સામે ફક્ત ૯ બેડનું (હૉસ્પિટલમાં બેડ) છે. આવા આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૨૪માં પરિસ્થિતિ બદલાશે તેવી આશા રાખી શકાય નહીં. આરોગ્ય સાથે જોડાયેલા આ પ્રશ્ર્નોનો યોગ્ય ઉકેલ નહીં મળે ત્યાં સુધી સ્વસ્થ દેશની રચના કરવી સંભવ નથી. દશકો સુધી સુધારાના સતત પ્રયત્નો કરવામાં આવે તે પછી સંપૂર્ણ ભારત સ્વસ્થ બને તેવું લક્ષ્ય હજુ જોજનો દૂર છે. આરોગ્ય ક્ષેત્ર માટે બજેટમાં જંગી ફાળવણી કરવી સમયનો તકાજો છે.

આ વર્ષમાં આરોગ્ય સંબંધી ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો થશે તેવી આશા સાથે નવા વર્ષમાં પ્રવેશ કરવો જોઈએ. આવું સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.

આરોગ્ય ક્ષેત્રમાં ફાળવણીમાં જંગી વધારો થશે તેવી અપેક્ષા ચૂંટણી વર્ષમાં રાખી શકાય છે. બજેટમાં જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોગ્રેસ)ના ત્રણ ટકા જેટલી ફાળવણી આરોગ્યક્ષેત્ર માટે થવી જોઈએ તેવી માગણી ઘણાં સમયથી થઈ રહી છે. ગયા વર્ષે અગાઉનાં વર્ષોની સરખામણીમાં ૧૬ ટકા વધી હતી તેમ છતાં બે ટકાથી થોડી વધી હતી. આ વર્ષના બજેટમાં અઢી ટકા જેટલી ફાળવણી થશે તેવી પ્રબળ સંભાવના છે. જો ફાળવણી વધે તો ઘણી જનકલ્યાણ યોજનાઓનું નક્કર સ્વરૂપ આપી શકાશે અને આરોગ્યક્ષેત્રનો સિનેરિયો ઉત્સાહવર્ધક થશે. જીવનરક્ષક અને આવશ્યક દવાઓ પર જીએસટી (ગુડસ એન્ડ સર્વિસિસ ટેક્સ) ઘટાડવા માટેની માગણી થશે જે પૂરી થવાની સંભાવના છે. બજેટ ફાળવણી વધવાથી હૉસ્પિટલ, મેડિકલ, ડિવાઈસિસ, ડાયેગ્નોસ્ટિક એક્ઝામિનેશન, આઉટસોર્સિંગ, ટેલીમેડિસિન, દવાનું વિતરણ, મેડિકલ ટૂરિઝમ, હેલ્થ ઈન્સ્યૂટનસ વગેરેનો વિકાસ સંભવ થશે. આ ક્ષેત્રમાં ગત વર્ષમાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ હતી. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, નેશનલ હેલ્થમિશન, આયુષ્યમાન ભારત જેવી યોજનાઓમાં બજેટ ફાળવણી સામાન્ય નાગરિકને તબીબી સેવા કિફાયતી દરે ઉપલબ્ધ થશે.

સરકાર જો સકારાત્મક વલણ અપનાવશે તો મેડિકલ ક્ષેત્રમાં ખાનગી રોકાણમાં પણ વધારો થશે. આયુષ મંત્રાલયને સરકારની મદદ મળે તો આર્યુવેદ, યોગ, યૂનાની અને હોમિયોપથી સારવાર ક્ષેત્રનો પણ ઝડપી ગતિએ વિકાસ થશે. મેડિકલ ડિવાઈસના ક્ષેત્રમાં દેશ મોટું કેન્દ્ર બની રહ્યું છે. હાલમાં મેડિકલ ડિવાઈસિસનું માર્કેટ ૧૧ અબજ ડૉલરનું છે જે આગામી વર્ષોમાં ૫૦ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે. વર્ષ ૨૦૨૪માં ક્ષેત્રનો ઝડપી વિકાસ થશે. ક્લીનિકલ ટ્રાયલ અને ટેસ્ટિંગના લગભગ ૫૦ કલસ્ટર આ વર્ષથી કાર્ય શરૂ કરશે. આયુષ્યમાં વૃદ્ધિ, જન્મ સમયે શિશુ મૃત્યુદરમાં ઘટાડો, સ્મોલપોક્સ, પોલિયો, ગિની વોર્મ જેવા રોગોનું નાબૂદ થવું વગેરે આરોગ્યના માપદંડોમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. મલેરિયા, ટીબી અને રક્તપિત્ત જેવા રોગની નાબૂદી થઈ શકે તેવી અપેક્ષા આ વર્ષમાં રાખી શકીયે છે. સિકલ સેલ એનીમિયા નાબૂદ કરવાના પ્રયત્નોમાં ગતિ આવશે. અગાઉ એપીઆઈ (એક્ટિવ ફાર્માસિટીકલ ઈન્ગ્રેન્ડપન્ટ) અંગે અન્ય દેશો પર આધાર રાખવામાં આવતો હતો તેમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી દવા નિર્માણમાં હવે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકીશું.

વર્ષ ૨૦૨૪માં મેડિકલ વીમા ક્ષેત્રમાં ઘણાં ક્રાંતિકારી બદલાવ થવાની સંભાવના છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું વીમા છત્ર આ વર્ષથી રૂપિયા પાંચ લાખથી વધીને રૂપિયા ૧૫ લાખ થઈ શકે છે. માનસિક આરોગ્ય સેવાઓ માટે ફાળવણી વધી તેની અસર વર્તમાન વર્ષમાં જોવા મળશે. કેન્સર, હૃદયસંબંધી સમસ્યા, શ્ર્વસન રોગ, ડાયાબિટીસથી પ્રાથમિક તબક્કામાં થતા મૃત્યુના આંકડામાં વર્ષ ૨૦૨૪ સુધીમાં પચ્ચીસ ટકા ઘટાડો કરવાનું સરકારનું લક્ષ્ય છે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. બિનચેપી રોગો અટકાવવા અને તપાસ માટે આ વર્ષ મહત્ત્વનું રહેશે. દેશ બાયોસિમિલર તરફ એક પગલું આગળ વધી રહ્યો છે. એઈમ્સમાં નેશનલ સેન્ટર ફોર જેરિયાટ્રિક્સ અને માતા શિશુ બ્લોક જેવી સાત પ્રોજેક્ટસ શરૂ થશે. ઓપરેશન થિયેટર, ડે કેર, બેડ, ઓપીડી વગેરેનું વિસ્તરણ થશે. આયુર્વેદ અને યૂનાની સાથે જોડાયેલી ઘણી હૉસ્પિટલોનું કાયાકલ્પ આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. આત્મહત્યા રોકવા ઘણી નવી નીતિઓ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
ભારત બાયોટેક રૂપિયા ૪૦૦૦ કરોડના રોકાણ સાથે કોલેરા અને ટીબીની વેક્સિન લાવશે. મલેરિયાની વેક્સિન મોસ્કયૂરિક્સ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ તમામ વેક્સિનના લાઈસેંસિંગ અને ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. વર્ષ ૨૦૨૪ના અંત સુધીમાં સકારાત્મક સમાચાર મળી શકે છે.

ભારત ઈનોવેશનમાં ઘણું આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી દ્વારા ક્વોલિટી અને ઓછા ખર્ચની હેલ્થકેર સુલભ બનાવવામાં ભારત આગળ છે. ગ્રામીણ ક્ષેત્રમાં અને અંતરિયાળ વિસ્તારોમાં વર્ચ્યુઅલ ટેલિક ક્ધસલ્િંટગને વ્યાપ વધશે. રોબોટિક્સ, એઆઈ, ઈન્ટરનેટ ઓફ થીંગ્સ (આઈઓટી) વગેરે ટેકનોલોજિ ક્ષેત્રે ભારતમાં પ્રગતિ થઈ રહી છે. બારમાં ધોરણમાં બાયોલોજી વિષય ન ભણ્યા હોય તેવા પણ ડૉક્ટર બની શકે છે. જોકે હિન્દી ભાષામાં તબીબી ભણતરની શરૂઆત થવામાં હજુ વાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride” સ્વયં ‘ભગવાન રામ’એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું…