તરોતાઝા

માથાનો દુ:ખાવો

વિશેષ – સ્મૃતિ શાહ

`મારું માથું દુ:ખે છે.’ આ વાક્ય આપણે અનેકવાર બોલ્યા છીએ, અને સેંકડોવાર સાંભળ્યું પણ છે. આ એક એવી બીમારી છે કે, જેનું કારણ શોધવું ઘણું મુશ્કેલ છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બધાને આની ફરિયાદ રહે છે. શું આ વાસ્તવિક છે?!

હકીકતે તો માથાના દુ:ખાવાની પીડા પ્રાય: માનસિક હોય છે અને દુ:ખાવા માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે. આજના યુગમાં આપણને બધું જ ઝડપી જોઈએ છે. કોઈ પણ બાબતે ક્ષણમાત્ર પણ રાહ જોવામાં આજના યુગના સુશિક્ષિત એવા આપણે ધીરજ રાખી શકતા જ નથી, તેમજ ઈચ્છા મુજબ ન થતા તરત જ મૂડ બદલાઈ જાય છે.

તદુપરાંત આજના ટેક્નોલોજીના યુગમાં આપણે વસાવેલા મોબાઈલ આદિક સાધનોના એટલા બધા વ્યસની બની ગયા છીએ કે, તેના વિના થોડીવાર જીવવું ઘણું મુશ્કેલ લાગે છે. આવી કૃત્રિમ જીવનશૈલીના આદતી એવા આપણે માથાના દુ:ખાવાના શિકાર બની ગયા છીએ. તેમાં પણ માથું દુ:ખ્યું નથી કે દવા ખાધી નથી…! આમ ને આમ ખોટી દવાઓ લઈને શરીરમાં દવાઓના રૂપમાં બિનજરૂરી કેમિકલોને પ્રવેશ આપીએ છીએ. શું ખરેખર આપણે ટેક્નોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને કુદરતી જીવનશૈલી અપનાવી આ માથાના ખોટા દુ:ખાવાથી રાહત મેળવવી નથી…?

માથું દુ:ખવાનાં કારણો
ક વાયુ કે પિત્ત પ્રકોપિત થવાથી.
ક તણાવભર્યા જીવનથી, શરીરમાં અપચો રહેવાથી તેમ જ કબજિયાત થવાથી.
ક શરીરના મળ-મૂત્ર વગેરેના કુદરતી વેગોને રોકવાથી.
ક અતિ જાગરણથી અને અતિ નિદ્રાથી.
ક દારૂના વ્યસનથી અને વધુ પડતા નશીલા પદાર્થોનું સેવન કરવાથી.
ક વાતાવરણમાં ફેરફાર થવાથી, વધુ તડકા અને ઠંડીમાં રહેવાથી.
ક વધુ પડતા ઉપવાસ કરવાથી.
ક બિનજરૂરી દવાઓના સેવનથી.
ક કોમ્પ્યુટર ઉપર લાંબો સમય કામ કરવાથી તથા આંખમાં દૂરના નંબર આવવા છતાં ચશ્માં નહીં પહેરવાથી.
માથાના દુ:ખાવાનાં
પ્રકારો અને સ્થાનો

સાઈનસ
ક્લસ્ટર: એક આંખની આસપાસ દુ:ખાવો થાય.
ટેન્શન: માથાની ફરતે દુ:ખાવો થાય.
આધાશીશી: માથાની એક જ બાજુ દુ:ખાવો થાય.

માથાના દુ:ખાવા માટેના ઉપચારો

  1. રોજ સૂર્યોદય પહેલાં કોપરાની ગોટીનો ચોથો ભાગ અને 1 ચમચી ખાંડ ખૂબ જ ચાવીને ખાવાથી વર્ષો જૂનો માથાનો દુ:ખાવો મટે છે.
  2. લવિંગનું તેલ માથે કે કપાળ પર ઘસવું.
  3. અડધી ચમચી સૂંઠનો પાવડર, 1 ચમચી ઘી અને થોડો ગોળ મિશ્ર કરી લેવાથી વાયુ પ્રકોપિત થવાથી દુ:ખતું માથુ મટે છે.
  4. કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી ગરમી કે પિત્તદોષથી થતો માથાનો દુ:ખાવો મટે છે.
  5. આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈને ખાવું.
  6. 1 કપ પાણીમાં, 1 ચમચી સૂંઠ અને હળદર નાખી, ઉકાળીને પીવું તથા તેનો નાસ લેવો.
  7. અડધી ચમચી લીંબુનો રસ, 1 ચમચી તુલસીનો રસ અને 2 ચમચી મધ ભેગું કરીને પીવું.
  8. નાળિયેરનું પાણી પીવાથી ગરમીના કારણે થયેલ માથાનો દુ:ખાવો મટે છે.
  9. ગરમ દિવેલના 4 થી 5 ટીપાં રોજ નાકમાં નાખવાથી વાયુ-કફ દોષથી થયેલ માથાનો દુ:ખાવો મટે છે.
  10. સૂંઠના પાવડરને પાણીમાં ગરમ કરી કપાળે પાતળો લેપ કરવાથી શરદી, કફ અને સાયનસના કારણે થયેલ માથાનો દુ:ખાવો મટે છે.
  11. જીભ ઉપર ચપટી મીઠું મૂકી, 10 મિનિટ પછી 1 ગ્લાસ પાણી પીવાથી વાયુ કે કફજન્ય માથાનો દુ:ખાવો મટે છે.
    આધાશીશી (ખશલફિશક્ષય)

શું આપ જાણો છો?…
વિશ્વમાં અંદાજે 15 થી 20% લોકો આધાશીશીથી પીડાય છે.
આધાશીશીનાં લક્ષણો :
ક દિવસ ચડવાની સાથે માથાના દુ:ખાવામાં પણ વધારો થવો.
ક વારંવાર માથામાં એક બાજુ દુ:ખાવો થવો.
ક કોઈકવાર ઊલટી થવી અને ધૂંધળું દેખાવું.

આધાશીશી થવાનાં કારણો
ક સ્ટે્રસ અને લાંબા સમયનો તણાવ થવાથી.
ક અનિયમિત ઊંઘ અને વધારે પડતી પેઈનકિલર દવાઓ લેવાથી.
ક દારૂ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન કરવાથી.
ક સ્ત્રીઓમાં અમુક સ્રાવો (ઇંજ્ઞળિજ્ઞક્ષયત)નો ફેરફાર થવાથી.
ક વધુ અવાજવાળા, પ્રકાશવાળા, ગરમ, ઠંડા કે સુગંધીવાળા વાતાવરણમાં રહેવાથી આધાશીશી વધી શકે છે.
ક ઓછું પાણી પીવાથી પણ વધી શકે છે.
ક વારસાગત પણ થઈ શકે છે.

આધાશીશીમાં આહાર સંબંધી વિવેક:
ક પપૈયું, તરબૂચ, સફરજન, ચેરી, દ્રાક્ષ, આદું, ટમેટાં, પાલક, કાકડી, ગાજર વગેરે લઈ શકાય.
ક તીખી-તળેલી વાનગીઓ, ડુંગળી, કેળાં અને શીંગનો ત્યાગ કરવો.
ક આઈસક્રીમ, જંકફૂડ, મેંદો અને આથાથી બનતી વસ્તુનો ત્યાગ કરવો.

આધાશીશીના ઉપચારો :

  1. 1 અરીઠું લઈ તેને પાણી સાથે ધસીને જમણી બાજુ માથું દુ:ખતું હોય તો ડાબા નસકોરામાં અને ડાબી બાજુ માથું દુ:ખતું હોય તો જમણા નસકોરામાં આ ઘસારાના 3 ટીપાં નાખવાં.
  2. ગાયના શુદ્ધ તાજા ઘીના 2-2 ટીપાં સવાર-સાંજ નાકમાં નાખવાં.
  3. આદું અને તુલસીનો રસ સૂંઘવો અને નાકમાં તેનાં ટીપાં નાખવાં.
  4. કાળા મરીને શુદ્ધ ઘીમાં ધસીને નાકમાં ટીપાં પાડવાથી વાત-પિત્તજન્ય આધાશીશી મટે છે.
  5. ઠંડા દૂધમાં સૂંઠ ઘસીને, તે દૂધના 3-4 ટીપાં નાકમાં નાખવાથી કફજન્ય આધાશીશી મટે છે.
  6. દિવસમાં 1-2 વાર બરફને કપડામાં બાંધી કપાળ ઉપર 15 મિનિટ મૂકવો.
  7. દ્રાક્ષ, ધાણા, વરિયાળી અને સાકરનું ચૂર્ણ 1-1 ચમચી ઠંડા પાણીમાં નાખીને રોજ પીવું.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning