આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat Police Recruitment 2024 ને લઈને નવા નિયમો જાહેર, શારીરિક-લેખિત પરીક્ષામાં કરાયા મોટા ફેરફાર

ગાંધીનગર: પોલીસ ભરતીની (Gujarat Police Recruitment 2024) તૈયારી કરતાં ઉમેદવારો માટે એક એક મહત્વના સમચાર બહાર આવ્યા છે. ભરતીને લઈને નવા નિયમો જાહેર થયા છે. અને આ વખતે નિયમોમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા છે. (gujarat police bharti new rules 2024 news) અગાઉની ભરતીમાં ટૂંકા સમયમાં પૂરી કરતી દોડના પણ માર્ક આપવામાં હતા જ્યારે નવા નિયમોમાં દોડને નિયત સમયમાં પૂરી કરી દેવામાં આવશે. ચાલો આ સહિતના શારીરિક અને અને લેખિત નિયમોમાં આવેલા ફેરફાર અંગે વિસ્તારથી જાણીએ…

Gujarat police bharti 2024 physical test: આગામી ભરતીમાં માત્ર શારીરક કસોટી પાસ કરવાનં રહેશે. કોઈ પણ ફિઝિકલ ટેસ્ટના એક્સ્ટ્રા માર્ક્સ નહીં મળે. તેમજ ફિઝિકલ ટેસ્ટમાં હવે ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં નહીં લેવામાં આવશે. અને જે ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થશે તે જ લેખિત પરીક્ષામાં પાસ થશે.

જ્યારે લેખિત કસોટી, પરીક્ષાના સિલેબસની વાત કરવામાં આવે તો, 100 ગુણની MCQ TESTને બદલે હવે 200 ગુણનું OBJECTIVE MCQ TESTનું પેપર લેવાશે. પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા માર્કસ ફરજિયાત મેળવવા પડશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના માર્કસ આપવામાં આવશે. 1 વર્ષનો કોર્ષ કરેલાને વધારાના 3 માર્ક, 2 વર્ષનો કોર્સ કરેલાને 3 માર્ક મળશે અને 3 વર્ષનો કોર્સ કરેલાને 8 માર્ક અને 4 વર્ષનો કોર્સ કરેલાને 10 માર્ક વધારાના મળશે.

Gujarat police bharti 2024 syllabus: આપને જણાવી દઈએ કે સાયકોલોજી, સોસ્યોલોજી, IPC અને CRPC અને એવિડન્સ એક્ટ જેવા વિષયોને રદ્દ કરાયા છે. લેખિત પરિક્ષા માટે 2 ભાગમાં વિવિધ વિષયો અને તેના માર્ક નક્કી કરાયા છે. A પાર્ટમાં કુલ 3 વિષય આવરી લેવાયા છે. A પાર્ટના કુલ 80 માર્ક નક્કી કરાયા છે. Reasoning and Data Interpretation વિષયનું 30 માર્કનું પેપર રહેશે. Quantitative Aptitude વિષયનું 30 માર્કનું પેપર રહેશે. Comprehension in Gujarati language વિષયનું 20 માર્કનું પેપર રહેશે. પાર્ટ B માં પણ ત્રણ વિષયના 120 માર્ક નક્કી કરાયા છે.

The Constitution of India વિષયના 30 માર્ક, Current Affairs, Science and Technology, General Knowledge વિષયના 40 માર્ક રહેશે. જ્યારે History, Cultural Heritage and Geography of Gujarat and Bharat વિષયના 50 માર્ક રહેશે

આપને જણાવી દઈએ કે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સરકારે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું હતું. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે પોલીસ વિભાગમાં ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે (Gujarat police bharti news).તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીએ પણ 12,000 વર્ગ 3 કર્મચારીઓની ભરતીને મંજૂરી આપી હતી. મંજૂરી બાદ સ્થાયી સમિતિએ આ નિર્ણય ગૃહ વિભાગને સોંપ્યો હતો. પોલીસ વિભાગમાં 23416 વિવિધ જગ્યાઓ ખાલી હોવાનું સરકાર દ્વારા બહાર આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા આદેશ આપ્યો હતો.

Show More

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Lakme Fashion Week 2024: Showstopper Highlights આવી લકઝરી લાઈફ જીવે છે TMKOCની બબીતાજી Nora Fatehiનો એથનિક લૂક જોયો? એક લગ્નમાં હાજરીના Orry કેટલા લે છે?