અમદાવાદ

Gujarat ના 38 શહેરોમાં ઘરવિહોણા ગરીબો માટે 116 રેનબસેરા, 435.68 કરોડ રૂપિયા મંજૂર કર્યા

અમદાવાદઃ ગુજરાત(Gujarat)સરકાર દ્વારા શહેરોમાં મજૂરીકામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સૂઈ રહેતા ઘરવિહોણા લોકો માટે રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. હાલમાં રાજ્યના કુલ 38 શહેરોમાં 116 રેનબસેરાઓ કાર્યરત છે.

જેમાં રોજ આશરે 10,000 ઘરવિહોણા લોકો આશ્રય લઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ રેનબસેરાઓ માટે કુલ 435.68 કરોડ મંજૂર કરાયા છે. જેમાંથી કુલ 219 કરોડ સંબંધિત મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને ફાળવી દેવામાં આવ્યા છે.

આપણ વાંચો: ગલ્ફમાં મજૂરીકામ માટે જતા ભારતીય શ્રમિકોની 30 હજારથી વધુ ફરિયાદો વિદેશખાતાને મળી

87 શેલ્ટર હોમ તમામ પાયાની સુવિધાઓથી સજ્જ

રાજ્યમાં મંજૂર થયેલ 116 શેલ્ટર હોમમાંથી કુલ 87 શેલ્ટર હોમ કાર્યરત થઈ ચૂક્યા છે અને અન્ય બાંધકામના જુદા-જુદા તબક્કામાં છે. રાજ્યમાં કાયમી રીતે સ્થપાયેલ કુલ 87 શેલ્ટર હોમ તમામ પાયાની સુવિધાઓથી સજ્જ છે.

આ શેલ્ટર હોમમાં રસોડા અને ડાઇનિંગની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ શેલ્ટર હોમમાં આવનાર આશ્રિતોને એક સમયનું જમવાનું સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે આપવામાં આવે છે.

આપણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં બીજો આતંકી હુમલો, મજૂરીકામ કરતા પરપ્રાંતિયની થઇ હત્યા

અમદાવાદ શહેરમા 32 રેન બસેરા

રાજ્યના જે 38 શહેરોમાં રેન બસેરા તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં સૌથી વધુ 32 રેન બસેરા અમદાવાદ મહાનગરમાં છે. ત્યાર બાદ સુરત મહાનગરમાં 7, ભાવનગર તેમજ રાજકોટ મહાનગરોમાં 6-6, વડોદરા મહાનગરમાં 5, જૂનાગઢ મહાનગરમાં 4 અને જામનગર મહાનગર તથા પાલનપુર શહેરમાં 2 રેનબસેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત; ખંભાળિયા, સુરેન્દ્રનગર, લુણાવાડા, રાજપીપળા, મોડાસા, મોરબી, નડિયાદ, નવસારી, જેતપુર, આણંદ, અમરેલી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, ડીસા, પાટણ, ગાંધીનગર, ગોધરા, ગોંડલ, હિંમતનગર, વલસાડ, વાપી અને વ્યારા ખાતે 1-1 રેન બસેરા કાર્યરત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button