નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

Google search માટે આપવા પડશે પૈસા? ઊંઘ ઊડી જાય તેવી આ ખબરની હકકીત જાણો

નવી દિલ્હીઃ અભ્યાસ કરતા બાળકોથી માંડી કઈ ઈ-કૉમર્સ કંપની વધારે ડિસ્કાઉન્ટ આપે છે તે ચેક કરતી ગૃહિણીઓ માટે ખૂબ જ આઘાતજનક સમાચાર છે. જેને સાંપ્રત સમયના ગુરુ કહેવામાં આવે છે તે ગુગલનું સર્ચ એન્જિન વાપરવા હવે ઈન્ટરનેટ યુઝર્સે પૈસા આપવા પડે તેવી સંભાવના છે. જોકે વધારે ગભરાશો નહીં કારણ કે ગૂગલ પોતાની અમુક સેવાઓ માટે જ પૈસા વસૂલવાનો વિચાર કરી રહી છે.

અત્યાર સુધી તમે ગૂગલ સર્ચનો મફતમાં ઉપયોગ કરતા હતા, પરંતુ હવે કંપની તેને પેઇડ સર્વિસ તરીકે શરૂ કરવાનું વિચારી રહી છે. જોકે, કંપનીએ આ અપડેટ વિશે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. એવી અટકળો છે કે આ અપડેટ પછી તમારે ગૂગલ સર્ચના કેટલાક ફીચર્સ માટે પૈસા આપવા પડશે.


અત્યાર સુધી કંપનીએ સર્ચ સર્વિસ ફ્રી રાખી છે, જ્યાંથી તેની આવકનો મોટો હિસ્સો આવે છે. જો કે હવે કંપની પોતાની પોલિસીમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. કંપની પ્રીમિયમ ફીચર્સ માટે ચાર્જ લેવાનું વિચારી રહી છે. આ પ્રીમિયમ ફીચર્સ જનરેટિવ એઆઈના પરિણામો સિવાય બીજું કંઈ નહીં હોય, તેમ માનવામાં આવે છે.


થોડા સમય પહેલા, કંપનીએ પ્રાયોગિક ધોરણે જનરેટિવ AIનું સ્નેપશોટ ફીચર ગૂગલ સર્ચ સાથે લોન્ચ કર્યું હતું. આ ફીચરની મદદથી AI યુઝર્સને સર્ચ રિઝલ્ટની ઉપર સર્ચ કરેલા વિષય વિશે બતાવે છે.


ALSO READ : WhatsApp server down: વોટ્સએપનું સર્વર ડાઉન થઇ જતા યુઝર્સને સમસ્યા, જાણો કંપનીએ શું કહ્યું

AI વપરાશકર્તાઓને શોધેલા વિષયનો સારાંશ બતાવે છે. જોકે, હવે કંપની આમાં ફેરફાર ઈચ્છે છે.

કંપની ગૂગલ સર્ચથી ઘણી કમાણી કરે છે, પરંતુ ChatGPT આવ્યા બાદ બિઝનેસ પર અસર થઈ હોવાનું કહેવાય છે.


આ પ્લેટફોર્મ લોન્ચ થયાને લગભગ દોઢ વર્ષ થઈ ગયું છે અને હવે કંપની તેના બિઝનેસ મોડલમાં મોટા ફેરફારની વિચારણા કરી રહી છે. આ દર્શાવે છે કે કંપની AIને લઈને કઈ દિશામાં વિચારી રહી છે.

રિપોર્ટ અનુસાર, એન્જિનિયરો આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે, પરંતુ કંપનીના અધિકારીઓએ હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી. જો ગૂગલ પોતાની આ સેવાઓ માટે ચાર્જ લેશે તો તે પહેલી ઘટના હશે. કારણ કે અત્યાર સુધી ગૂગલની કોઈપણ સર્વિસ માટે ચાર્જ વસૂલાયો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?