આમચી મુંબઈ

ગીતા જયંતી: વિશ્વના 180 દેશોમાં ગુજરાતી સહિતની ભાષામાં 42 કલાક સુધી થશે અખંડ ગીતા પાઠ

મુંબઇ: વિશ્વસના ઇતિહાસમાં પહેલીવાર ભારતના ગીતા પરિવાર દ્વારા એક વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગીતા જંયતી નિમિત્તે તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ 42 કલાક સુધી વિશ્વના 180 દેશમાં ગુજરાતી સહિતની અલગ અલગ ભાષામાં 42 કલાક સુધી અખંડ ગીતા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રાગટ્ય મોક્ષદા એકાદશીના દિવસે આજથી 5160 વર્ષ પહેલાં થયું હતું. આ વર્ષે મોક્ષદા એકાદશી 22 અને 23મી ડિસેમ્બરના રોજ છે. આ ખાસ અવસરને ધ્યાનમાં લઇને ગીતા પરિવાર દ્વારા આજે એટલે કે શનિવાર, 23મી ડિસેમ્બર સવારે 6 વાગ્યાથી રવિવાર, 24મી ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ગીતાના સંપૂર્ણ 18 અધ્યાયઓનું 18 વાર અખંડ પારાયણ ઓનલાઇન 180 દેશોમાં થશે.


જેમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, બંગાળી, કન્નડ, તમીળ, તેલગુ, ઉડીયા, નેપાલી, અસમીસ, મલિયાલમ તથા સિંધી ભાષાના એક લાખ કરતાં વધુ ગીતા પ્રેમિયો દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોઇ પણ ભક્ત પોતાના સમય અનુસાર અને પોતાના સ્થળેથી જ આ પારાયણ સાથે Learngeeta.com તથા ગીતા પરિવારના યુટ્યૂબ ચેનલના માધ્યમથી લાઇવ જોડાઇ શકશે.

શ્રીરામ મંદિર જન્મભૂમિના કોષાધ્યક્ષ અને ગીતા પરિવારના સંસ્થાપક પ.પૂ. સ્વામી ગોવિન્દદેવ ગિરિજી મહારાજ દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 1986માં શરુ થયેલ ગીતા પરિવારના લર્ન ગીતા ઉપક્રમ હેઠળ વર્તમાન સમયમાં વિશ્વનો સૌથી મોટો ગીતા વર્ગ સંપૂર્ણ રીતે નિ:શુલ્ક ચલાવવામાં આવે છે.


જેમાં નિયમિત રુપે ઓનલાઇનના માધ્યમથી 8 લાખ કરતાં વધુ લોકો અલગ અલગ 13 ભાષાઓમાં સવારે 5 થી રાત્રે 2 વાગ્યા સુધી 19 સત્રોમાં 8000 ગીતા સેવકો દ્વારા રોજના લગભગ 2000થી વધુ ઓનલાઇન ક્લાસીસના માધ્યમથી ભણાવવામાં આવે છે. 2020માં શરુ થયેલ લર્નગીતાના માધ્યમથી બેવર્ષમા લગભગ 3 વર્ષથી 93 વર્ષ સુધીના હજારો લોકો સંપૂર્ણ ગીતા મોઢે કરી શક્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids…