ટોપ ન્યૂઝનેશનલ

મતદાન પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટર, નક્સલી કમાન્ડર સહિત 29 ઠાર

રાયપુરઃ દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. એવા સમયે ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. છોટે બેઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માડ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું. ઘાયલ જવાનોને જંગલમાંથી બહાર કાઢવા માટે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. આ એન્કાઉન્ટરમાં નક્સલવાદી કમાન્ડર શંકર રાવ પણ માર્યો ગયો હોવાની જાણકારી મળી છે. મોટી સંખ્યામાં ઓટોમેટિક રાઈફલ્સ સાથે અત્યાર સુધીમાં 29 મૃતદેહો મળી આવ્યા છે.

એસપી કલ્યાણ અલીસેલાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટરમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ટોચનો નક્સલવાદી કમાન્ડર શંકર રાવ પણ માર્યો ગયો છે. શંકર રાવ પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ ઉપરાંત એન્કાઉન્ટરના સ્થળ પરથી 7 એકે 47 રાઇફલની સાથે 1 ઇન્સાસ રાઇફલ અને 3 એલએમજી પણ મળી આવી હતી.

બીએસએફની ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આપેલી માહિતી અનુસાર જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી)ની ટીમ સંયુક્ત ટીમ નક્સલ વિરોધી ઓપરેશન પર નીકળી ત્યારે છોટે બેથિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જંગલમાં ગોળીબાર શરૂ થયો હતો. તેમણે કહ્યું હતું કે ફાયરિંગમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે.

છત્તીસગઢ સૌથી વધુ નક્સલ પ્રભાવિત રાજ્ય છએ. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર છત્તીસગઢના બલરામપુર, બસ્તર, બીજાપુર, દંતેવાડા, ધમતરી, ગરિયાબંદ, કાંકેર, કોંડાગાંવ, મહાસમુંદ, નારાયણપુર, રાજનંદગાંવ, સુકમા, કબીરધામ અને મુંગેલી નક્સલ પ્રભાવિત વિસ્તારો છે.

છત્તીસગઢમાં છેલ્લા ઘણા દિવસોથી નક્સલી હુમલામાં ઘટાડો થઈ રહ્યો નથી. છત્તીસગઢ રાજ્યમાં દર વર્ષે સરેરાશ સાડા ત્રણસોથી વધુ નક્સલવાદી હુમલાઓ થાય છે. જેમાં દર વર્ષે 45 જેટલા જવાનો શહીદ થાય છે.

ગયા વર્ષે માર્ચમાં લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલયે છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાના આંકડા રજૂ કર્યા હતા. આ મુજબ 2022માં રાજ્યમાં 305 નક્સલવાદી હુમલા થયા હતા. અગાઉ સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ફેબ્રુઆરી 2023 સુધીના માત્ર બે મહિનાના સમયગાળામાં છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 7 જવાન શહીદ થયા હતા. આંકડાઓ અનુસાર, 2013 થી 2022 વચ્ચેના 10 વર્ષમાં છત્તીસગઢમાં 3,447 નક્સલવાદી હુમલા થયા છે. આ હુમલાઓમાં 418 જવાનો શહીદ થયા હતા, જ્યારે સુરક્ષા દળોએ 663 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા.
કાંકેરમાં 26મી એપ્રિલે એટલે કે બીજા તબક્કામાં જ મતદાન થવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…