નેશનલ

‘ટકાઉ ચૂંટણી’ માટે ચૂંટણી પંચે જાહેર કર્યા નિર્દેશો

નવી દિલ્હીઃ દુનિયાભરમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બચાવવાની બૂમરાણ મચી છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ (ECI) આગામી ચૂંટણી માટે પર્યાવરણને અનુકૂળ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે. તેણે વિવિધ રાજકીય પક્ષોને સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરવાની, કાગળનો મિનિમમ ઉપયોગ કરવાની, ઇકો-ફ્રેન્ડલી વાહનોનો ઉપયોગ કરવાની અને કારપુલિંગ કરવાની ભલામણ કરી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણી માટે શેડ્યૂલની જાહેરાત રતા સમયે બોલાવેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ટકાઉ અથવા ઇકો-ફ્રેન્ડલી ચૂંટણી તરફના એક પગલામાં, અમે સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઘટાડવા અને ચૂંટણી પ્રક્રિયામાં ઇકો-ફ્રેન્ડલી પ્રેક્ટિસને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. કચરાના વ્યવસ્થાપન, પેપરનો મિનિમમ ઉપયોગ અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોને સૂચના અને દિશાનિર્દેશઓ જારી કરવામાં આવ્યા છે.

ચૂંટણી કમિશને સિંગલ યુઝ પ્લાસ્ટિકને સંપૂર્ણપણે ટાળવા, દરેક પ્રકારના કચરા માટે અલગ કલેક્શન ડબ્બા અને યોગ્ય સાઈનેજ અને પર્યાપ્ત નિકાલની સુવિધા સુનિશ્ચિત કરવા, સ્થાનિક કચરા વ્યવસ્થાપન અને રિસાયક્લિંગ સુવિધાઓ સાથે ભાગીદારી કરવા, મતદાર યાદીઓ અને ચૂંટણી સામગ્રી માટે કાગળનો ઉપયોગ ઓછો કરવા, ડબલ-સાઇડ પ્રિન્ટિંગ અને લેઆઉટ ઑપ્ટિમાઇઝેશનની ખાતરી કરવા અને સંદેશાવ્યવહારના ઇલેક્ટ્રોનિક મોડને પ્રોત્સાહિત કરવાની ભલામણ કરી છે.

ચૂંટણી પંચે અધિકારીઓ અને રાજકીય પક્ષોને પ્રચાર અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કારપૂલિંગને પ્રોત્સાહિત કરીને અને જાહેર પરિવહનનો ઉપયોગ કરીને, પ્રચાર કાર્યક્રમો માટે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને અને અધિકારીઓ અને મતદારોએ દૂરના મતદાન સ્થળોએ પહોંચવા માટે એકલા કારમાં ડ્રાઇવિંગ નહી કરતા કારપુલિંગ કરીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા વિનંતી કરી છે.

દેશભરમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 સીટથી શરૂ કરીને 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન યોજાશે. મતોની ગણતરી 4 જૂને થશે.

નોંધનીય છે કે ઑગસ્ટ 2023માં ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ECIએ બિન-બાયોડિગ્રેડેબલ સામગ્રીના ઉપયોગ સાથે સંકળાયેલા પર્યાવરણીય જોખમો પર તેની ચિંતા વ્યક્ત કરી હતી અને રાજકીય પક્ષોને વિનંતી કરી હતી કે તેઓ પોસ્ટરો અને બેનરો બનાવવા માટે પ્લાસ્ટિક અને પોલિથીનથી દૂર રહે.

ચૂંટણી પેનલે નોંધ્યું હતું કે પોસ્ટર, કટ-આઉટ, હોર્ડિંગ્સ અને બેનરો સહિતની ઘણી પ્રચાર સામગ્રી પ્લાસ્ટિકની બનેલી છે જે મતદાન પૂર્ણ થયા પછી કાઢી નાખવામાં આવે છે. પ્રચાર દરમિયાન પેદા થતો આવો સિંગલ-યુઝ પ્લાસ્ટિક કચરો એકત્ર થતો નથી અને તે ડ્રેનેજ અને નદીના પ્રદૂષણનું કારણ બને છે અને રખડતા પ્રાણીઓના પેટમાં જાય છે. આ બધાની માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પ્રતિકૂળ અસરો પડે છે. પેનલે ચેતવણી આપી હતી કે આમાંના કેટલાક પ્લાસ્ટિક પોલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) આધારિત છે જે સળગાવવા પર ઝેરી ગેસ અને કચરો ઉત્પન્ન કરે છે. બજારમાં કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક, નેચરલ ફેબ્રિક્સ અને રિસાયકલ કરેલ પેપર મટિરિયલ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેને પ્રમોટ કરવાની જરૂર છે.

ચૂંટણી પંચ પર્યાવરણને અનુકૂળ ચૂંટણી માટે દબાણ કરી રહ્યું છે, ત્યારે દેશમાં રાજ્ય સ્તરે વૈશ્વિક સ્તરે એના સફળ પ્રયોગો પણ થયા છે. 2019 માં, શ્રીલંકા પોડુજાના પેરામુના (SLPP) પાર્ટીએ રાજકીય ઝુંબેશ દરમિયાન ઉપયોગમાં લેવાતા વાહનો અને વીજળીમાંથી કાર્બન ઉત્સર્જનનું માપન કર્યું અને જનભાગીદારી દ્વારા દરેક જિલ્લામાં વૃક્ષારોપણ કરીને ઉત્સર્જનની ભરપાઈ કરી હતી. વિશ્વમાં કેટલાક દેશોએ ઓનલાઇન અને ડિજિટલ મતદાન કર્યાના દાખલા પણ નોંધાયા છે.

ભારતમાં, 2019ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન, કેરળ રાજ્ય ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પ્રચાર કરતી વખતે સિંગલ-યુઝ પ્લાસ્ટિક સામગ્રી ટાળવા વિનંતી કરી હતી. ત્યારબાદ, કેરળ હાઈકોર્ટે ચૂંટણી પ્રચારમાં ફ્લેક્સ અને બિન-બાયોડિગ્રેડેબલ સામગ્રી પર પ્રતિબંધ લાદ્યો હતો. તિરુવનંતપુરમમાં લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ગ્રામ્ય સ્તરે તાલીમ સત્રો પણ યોજવામાં આવ્યા હતા.

2022માં ગોવા સ્ટેટ બાયોડાઇવર્સિટી બૉર્ડે વિધાનસભાની ચૂંટણીઓ માટે સ્થાનિક કલાકારો દ્વારા બાયોડિગ્રેડેબલ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ઇકો-ફ્રેન્ડલી ચૂંટણી બૂથની સ્થાપના કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Date of First Solar Eclipse and Its effects on these Zodiac Signs Tennis Star Djokovic Teases New Coach Announcement Bollywood actresses who fell in love with cricketers હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ…