Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the feeds-for-youtube domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /home/bombaysamachar/public_html/wp-includes/functions.php on line 6121 બિહારમાં ડૉક્ટરને ઝાડ સાથે બાંધીને માર મરાયો; તેજસ્વી યાદવે 'તાલિબાન રાજ' ગણાવ્યું | મુંબઈ સમાચાર
નેશનલ

બિહારમાં ડૉક્ટરને ઝાડ સાથે બાંધીને માર મરાયો; તેજસ્વી યાદવે ‘તાલિબાન રાજ’ ગણાવ્યું

પટના: બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા તેજસ્વી યાદવે બુધવારે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક આઘાતજનક વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે એક આધેડ વાયના પુરુષને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો છે, તેનું શર્ટ લોહીથી ખરડાયેલું છે.

તેજસ્વી યાદવે દાવો કર્યો કે આ વિડીયો બિહારના ગયા જિલ્લાનો (Tejashwi Yadav shared video from Gaya) છે, જ્યાં બળાત્કાર પીડિતાની માતાની સારવાર માટે ગયેલા એક ડૉક્ટરને આરોપીઓએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. તેમણે કહ્યું કે બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તાલિબાન શાસન કરતા પણ ખરાબ છે.

X પરની તેમની એક પોસ્ટમાં તેજસ્વી યાદવે નીતીશ કુમારની JDU સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે પોલીસ અને વહીવટીતંત્ર તંત્ર “ગુના અટકાવવા, ગુનેગારોને પકડવા, તેમને સજા કરાવવા અને ન્યાય આપવામાં અસમર્થ છે.”

બિહારની સ્થિતિ તાલિબાન કરતા પણ ખરાબ!

તેજસ્વી યાદવે બિહારમાં કાયદા અને પ્રશાસનની વ્યવસ્થાને અફઘાનિસ્તાન સાથે સરખાવી હતી. તેમણે લખ્યું, “બિહારની સ્થિતિ તાલિબાન કરતા પણ ખરાબ છે. ગયા જિલ્લામાં, બળાત્કાર પીડિતાની માતાની સારવાર કરવા ગયેલા ડૉક્ટરને આરોપીઓએ ઝાડ સાથે બાંધી દીધા હતા અને માર મારીને લોહીથી લથપથ કરી દીધા.”

પોલીસ અને વહીવટીતંત્ર નિષ્ફળ:

તેમણે વધુમાં લખ્યું, “ભ્રષ્ટ NDA સરકારના 20 વર્ષમાં, પોલીસ અને વહીવટીતંત્ર ગુના અટકાવવા, ગુનેગારોને પકડવા, તેમને સજા કરાવવા અને ન્યાય આપવામાં અસમર્થ છે; તેથી જ લોકો જ્યારે ઇચ્છે ત્યારે કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે. બિહારમાં અરાજકતાભરી સ્થિતિ છે. મુખ્ય પ્રધાન બેભાન અવસ્થામાં છે, સરકાર નશામાં છે. અધિકારીઓ અને પ્રધાનો તિજોરી લૂંટવામાં વ્યસ્ત છે, અને વહીવટીતંત્ર વિખરાયેલું છે.”

જો કે આ ઘટના અંગે બિહાર સરકાર કે બિહાર પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

સંબંધિત લેખો

Back to top button
Notice: ob_end_flush(): Failed to send buffer of zlib output compression (0) in /home/bombaysamachar/public_html/wp-includes/functions.php on line 5471