સ્પોર્ટસ

T20 WC 2024 Team: ‘હું 100% તૈયાર છું…’ BCCIના સિલેક્ટર્સને દિનેશ કાર્તિકનો સીધો સંદેશ, જાણો બીજું શું કહ્યું

જૂન મહિનામાંમાં યુએસ અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર યોજાનારા ટી20 વર્લ્ડ કપ(T20 world cup) 2024 માટે ભારતીય ટીમ(Indian Team)ની જાહેરાત મે મહિનાના પહેલા અઠવાડિયામાં કરવમાં આવે તેવી શક્યતા છે. ટીમ સિલેકશન માટે BCCIના સિલેક્ટર્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 સિઝનમાં ખેલાડીઓના પરફોર્મન્સ પર ધ્યાન રાખી રહ્યા છે. એવામાં રોયલ ચેલેન્જર બેંગલુરુ(RCB) તરફથી શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી રહેલા અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિક(Dinesh Kartik)એ ફરી ભારત માટે રમવાની આશા વ્યક્ત છે. તેને તાજેતરમાં જ કહ્યું છે ટી20 વર્લ્ડ કપ 2024માં રમવા તે પોતાની શક્તિ પ્રમાણે તમામ પ્રયત્ન કરશે. આ સાથે તેણે સિલેક્ટર્સ, કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિતને સીધો સંદેશ આપ્યો છે.

દિનેશ કાર્તિક હાલ 38 વર્ષનો છે, જુન મહિનામાં વર્લ્ડ કપ શરુ થાય એ પહેલા તે 39 વર્ષનો થઈ જશે. 2022માં ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં તે ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી કાર્તિકે તેની છેલ્લી મેચ રમી હતી. ત્યાર બાદથી દિનેશ કાર્તિક ક્રિકેટ એક્સપર્ટ અથવા કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યો છે.

IPLની આ સિઝનમાં પરત ફર્યા બાદ કાર્તિકે આ સિઝનમાં 205થી વધુની સ્ટ્રાઈક રેટ સાથે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી છે. તે વિરાટ કોહલી (361) અને કેપ્ટન ફાફ ડુપ્લેસીસ (232) બાદ 226 રન સાથે RCB માટે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી પણ છે.

આજે રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચ પહેલા તેણે કહ્યું- મારા જીવનમાં આ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખુશીની વાત હશે, હું ભારત તરફથી રમવા માટે ખૂબ જ ઉત્સુક છું.

દિનેશ કાર્તિકે કહ્યું કે કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા અને સિલેક્ટર્સ કમિટીના અધ્યક્ષ અજીત અગરકર જે પણ નિર્ણય લેશે તે તેનું સન્માન કરશે. તેણે કહ્યું, ‘મને લાગે છે કે ત્રણ ખૂબ જ સ્થિર, પ્રામાણિક લોકો રાહુલ દ્રવિડ, રોહિત શર્મા અને અજીત અગરકર સારી રીતે નક્કી કરી શકે છે કે વર્લ્ડ કપ માટે ભારતની શ્રેષ્ઠ ટીમ કેવી હોવી જોઈએ. હું સંપૂર્ણપણે તેની સાથે છું. હું તેના કોઈપણ નિર્ણયનું સન્માન કરું છું. પરંતુ હું એટલું જ કહીશ કે હું 100 ટકા તૈયાર છું અને વર્લ્ડ કપમાં રમવા માટે હું શક્ય તમામ પ્રયાસો કરીશ.’

આ નિવેદન સાથે કાર્તિકી વર્લ્ડ કપ ટીમ માટે દાવેદારી જાહેર કરી છે તો બીજી તરફ કાર્તિક માટે આ સહેલું નહીં રહે. વિકેટકીપર બેટ્સમેનના સ્થાન માટે ઘણા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા છે. સિલેક્ટર્સ વર્લ્ડ કપ માટે બે વિકેટકીપર પસંદ કરી શકે છે. રિષભ પંત આ સિઝનમાં સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે, જ્યારે સંજુ સેમસન (રાજસ્થાન રોયલ્સ), ઈશાન કિશન (મુંબઈ ઈન્ડિયન્સ), કેએલ રાહુલ (લખનૌ સુપર જાયન્ટ્સ) પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

દિનેશ કાર્તિકે કહ્યું, ‘આ સમયે એક ખેલાડી તરીકે તમારે તમારા મજબૂત પસાને સમજવાની જરૂર છે. હું રસેલ કે પોલાર્ડ નથી કે જે બોલને મિસહીટ કર્યા પછી પણ સિક્સર ફટકારી શકું.’

સન રાઈઝાર્સ હૈદરાબાદ સામેની મેચમાં 288 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે, કાર્તિકે 35 બોલમાં 83 રનની ઈનિંગમાં સાત છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ RCB માત્ર 25 રનથી મેચ ચૂકી ગયું.

કાર્તિકે કહ્યું મારે સમજવું પડશે કે હું કેવી રીતે ગેપનો ઉપયોગ કરી શકું, બાઉન્ડ્રી માટે હું કેવા બોલ ફટકારી શકું. મને સમજાયું કે એક ચોક્કસ પેટર્ન છે જેમાં બોલરો મારી સામે બોલિંગ કરી રહ્યા છે, તેથી મારે તેના માટે ઉકેલ શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure Mumbai’s Hidden Gems: Romantic Escape for Two Good News for Some! Shani Dev’s Impact Lessened on Hanuman Jayanti Mobile Phoneમાં સ્લો છે Internetની સ્પીડ? સિમ્પલ ટિપ્સ કરો ફોલો અને જુઓ Magic…