આમચી મુંબઈલોકસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપ અને મનસે વચ્ચે ડીલ ફાઇનલ, પણ…

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન (ભારતીય જનતા પાર્ટી, એનસીપી અજિત પવાર જૂથ, શિવસેના એકનાથ શિંદે જૂથ)ને 45 કરતાં વધુ સીટ મળશે એવો લક્ષ્યાંક ભાજપે રાખ્યો છે. જોકે, આ લક્ષ્યાંકને મેળવવા માટે ભાજપ દરેક રીતે તૈયારીઓ કરી લીધી છે અને હવે તેને પાર પાડવા માટે ભાજપે રાજ ઠાકરેને પણ મહાયુતિમાં સામેલ કરવાની ઈચ્છા બતાવી છે, જ્યારે બંને પક્ષ વચ્ચે ડીલ પણ ફાઈનલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

જો યુતિ કરવામાં આવે તો ભાજપ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ને લોકસભાને બદલે રાજ્યસભામાં સીટ આપી શકે છે. ભાજપ મનસે સાથે યુતિ કરીને મનસેના નેતા બાળા નાંદગાવકર સાથે રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેને પણ વિધાનસભાની સીટ આપી શકે છે.

મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે ગયા અઠવાડિએ ભાજપના નેતા અમિત શાહને મળવા માટે દિલ્હી ગયા હતા, આ દરમિયાન મનસે પણ મહાયુતિમાં સામેલ થશે એવી જોરદાર ચર્ચા થઈ રહી છે. ભાજપ દ્વારા મનસેને લોકસભાને બદલે રાજ્યસભાની સીટ આપવાની બેઠક મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી. જોકે મનસે અને ભાજપ વચ્ચે કેટલી સીટ પર ડીલ થઈ છે એ બાબતે કોઈ પણ માહિતી સામે આવી નથી.

મનસે ભાજપને મહારાષ્ટ્રની લોકસભા ચૂંટણીમાં 45 કરતાં વધુ સીટ જીતવાનો લક્ષ્યાંક મેળવવા મદદ કરશે એવો વિશ્વાસ ભાજપે બતાવ્યો હતો. જોકે ભાજપના નેતાએ કહ્યું હતું કે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ 55માંથી 44 વિધાનસભ્ય સાથે બળવો કરીને પાર્ટીનું નામ અને ચિહ્ન મેળવી લીધું હતું પણ મતદાતાઓમાં તેમની સ્થિતિ બાબતે હજી વિચાર ચાલી રહ્યો છે.


મોટા ભાગના વિધાનસભ્યો એકનાથ શિંદે સાથે છે, પણ અનેક વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે મતદાતાઓનું સમર્થન છે અને જો એ બાબતને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તો ભાજપને 45 કરતાં વધુ સીટ પર જીત મેળવવાનો ટાર્ગેટ પૂર્ણ કરવું મુશ્કેલ બનશે. આ દરેક ચૂંટણીની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ વચ્ચે સીટોની વહેંચણી પર ચર્ચા ચાલી રહી છે અને તેની જાહેરાત પણ જલદીથી કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને? દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey