ઉત્સવ

સાઈબર સિકયુરિટી અનિવાર્ય બની રહી છે, કેમ કે…

કોવિડ રોગચાળા વખતે બધાએ વેક્સિન લેવી પડી, એક વાર નહીં, બે વાર… આ તો વન ટાઈમ મેડિકલ આક્રમણ હતું, પણ આજના ડિજિટલ વર્લ્ડમાં જે રીતે સાઈબર અટેક વધી રહ્યા છે એની સામે રક્ષાર્થે વેક્સિન જેવી સિકયુરિટી લેવી પડશે, તે પણ નિયમિત ધોરણે. આમ શા માટે? એ સમજી લેવું જરૂરી છે.

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

તમને તો ખબર જ છે કે જે – જે મોબાઈલ કે કોમ્પ્યુટર કે લેપટોપ અથવા કોઈ પણ સિસ્ટમ ઈન્ટરનેટથી જોડાણ ધરાવે છે એ તમામે તમામ સાધન સાઈબર અટેકનો ભોગ બની શકે છે.

આજકાલ ઘણા ખરા મોબાઈલ આવાં જોખમોની સંભાવના લઈને ફરતા રહે છે, કારણ કે મોટાભાગના મોબાઈલમાં એક યા બીજી પેમેન્ટ એપ્સ છે, ઘણાં મોબાઈલમાં શૅર્સનું ટ્રેડિંગ એકાઉન્ટ યા ડિમેટ એકાઉન્ટ તેમ જ બેંક એકાઉન્ટસ પણ છે, અને હા, વિવિધ પેમેન્ટ એપ્સ પણ ખરી, જેની મારફત પેમેન્ટના વ્યવહાર નિયમિત થતા હોય છે. આવી સંખ્યા લાખોમાં નહીં, બલકે કરોડોમાં છે. ઈન શોર્ટ, વ્યક્તિથી લઈ જાયન્ટ કંપનીઓ-સંસ્થાઓ સાઈબર અટેકથી સાવ મુકત રહી શકે એમ નથી.

દેશભરમાં એકતરફ ચુંટણીનો માહોલ ગરમ થતો જાય છે, શૅરબજારની ઊથલપાથલ જોરમાં છે, નાણાકીય વ્યવહાર સતત ડિજિટલ સ્વરૂપ ધારણ કરતા જાય છે, અને આપણો દેશ ડિજિટલ હબ બનવા સજજ થઈ રહ્યો છે, પરંતુ આ સાથે ડિજિટલ દુનિયામાં સાઈબર અટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. આની સામે પ્રોટેકશનના ઉપાય વિના ચાલશે નહીં, ઉપાય પણ અટેક થઈ ગયા પછી કરતાં અટેક ન થાય એ માટે કરવાના રહેશે. આને લીધે દેશભરમાં સાઈબર સિકયુરિટીનું મહત્ત્વ વધી રહ્યું છે.

તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ બેંકોને સાઈબર અટેકની સંભાવના સામે ચેતવણી આપીને સજજ રહેવા સલાહ આપી છે. છેલ્લા અમુક વરસમાં બેંકો પર સંખ્યાબંધ સાઈબર અટેક થયા છે, તેમના ડેટા સાથે ચેડાં થતા રહ્યા છે. ક્રેડિટ કાર્ડસ, બેંક એકાઉન્ટસ સહિત કેટલાંય ઈઝી ટાર્ગેટ પર હેકર્સ વર્ગ સતત હુમલો કરતા રહ્યા છે.

એ જ રીતે, ‘સાઈબર સિકયુરિટી એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી એકઝામિનેશન’ ની એક બેઠકમાં આ વિશે વિસ્તૃત ચર્ચા થઈ ત્યારે એક તારણ એ બહાર આવ્યું હતું કે બેંકોએ સાઈબર સિકયુરિટી માટે વધુ નવા અને નક્કર પગલાં લેવા પડશે, કેમ કે જોખમો નવાં-નવાં સ્વરૂપે આવતા જાય છે.

બેંકો સાઈબર અટેક સામે પૂર્ણપણે સજજ નથી, જેને લીધે તેણે યુદ્ધના ધોરણે એકશન લેવાની જરૂર છે. આ સાથે એવું તારણ પણ નીકળ્યું છે કે બેંકોની સિસ્ટમ હજી પણ જૂની છે, તેના ડેટા જોખમમાં મુકાવાની શક્યતા ભરપૂર રહે છે. તેને આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) તરફથી પણ રિસ્ક ઊભું થઈ શકે છે.

એક અહેવાલ મુજબ, ૨૦૧૮ થી ૨૦૨૨ દરમ્યાન આશરે અઢીસો કેસોમાં ડેટાની ગરબડ થઈ હતી, જેમાંથી ૨૦૦ થી વધુ કિસ્સા ખાનગી બેંકો સાથે બન્યા હતા, ૪૦ કિસ્સા જાહેરક્ષેત્રની બેંકો સાથે અને એકાદ-બે કેસો ફોરેન બેંકો સાથે બન્યા. આમ તો રિઝર્વ બેંકે અન્ય બેંકો માટે અલગથી સિકયુરિટી ફ્રેમવર્ક તૈયાર કર્યુ છે, તેમ છતાં જુદી-જુદી બેંકો સાથે સાઈબર અટેકના જોખમ ઊભા જ રહે છે કેમ કે અહીં સાઈબર ઠગો વધુ સ્માર્ટ અને ડેન્જરસ સાબિત થઈ રહ્યા છે.

વ્યાપક સુરક્ષા કવચ
બેંકો હોય કે કંપનીઓ કે પછી એસએમઈ (સ્મોલ અને મિડિયમ કદના એકમો) દરેક હસ્તી કે સંસ્થા વિવિધ આઈટી સોલ્યુશન્સ માટે વિવિધ વેન્ડર્સને કોન્ટ્રેકટ આપતા હોય છે, જેમાં ઘણીવાર એકસૂત્રતા હોતી નથી, ભારતની અગ્રણી ટેક કંપની ‘૬૩ મુન્સ ટેકનોલોજિસે’ દેશભરમાં સાયબર સિકયુરિટી ઓફર કરવા ‘૬૩ સેટસ’ નામની ખાસ કંપની સ્થાપી છે, જેને કારણે એક છત્ર હેઠળ સાઈબર સિકયુરિટી સંબંધી તમામ સર્વિસ ઉપલબ્ધ થઈ શકે. ‘૬૩ સેટસ’ એ માટે વિશ્ર્વની ટોચની સાઈબર એકસપર્ટ કંપનીઓ સાથે જોડાણ કર્યુ છે, જેથી તે ૩૬૦ ડિગ્રી સોલ્યુશન ઓફર કરે છે, જેમાં વ્યકિતથી લઈ વિશાળ સરકારી યા કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન સુધી પ્રોડ઼કટસ અને સર્વિસ ઓફર થાય છે. આ કાર્ય સરળતાથી થઈ શકે એ માટે વિશેષ પ્રકારની ફ્રેન્ચાઈઝી પણ ઓફર થાય છે, જે વેપાર સાહસિકો માટે એક નવી તક બની શકે છે.

ડિમાંડને જરૂરિયાત
ડિજિટલ ઈકોનોમીનું માર્કેટ સતત વૃદ્ધિ પામી રહ્યું છે, જેને લીધે સાઈબર સિકયુરિટીના બિઝનેસ વધવાનો અંદાજ ખૂબ ઊંચો છે. આ સિકયુરિટી અનિવાર્ય બનતી જાય છે. હાલ દેશમાં પાંચ કરોડ રિટેલર્સ છે, અનેક કૃષિ માર્કેટસ છે, ૧૦ કરોડ એમએસએમઈ ઉપરાંત અનેક કોર્પોરેટ હાઉસ છે, અઢી લાખ એટીએમ છે, પચાસ હજારથી વધુ શિક્ષણ સંસ્થા છે, ૧૫ લાખ સ્કૂલ્સ છે, ૮૫ કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ છે. કરોડોની સંખ્યામાં યંગસ્ટર્સ-ન્યુ જનરેશન છે, જે ડિજિટલનું માધ્યમ પસંદ કરે છે.

વડા પ્રધાનનું વિઝન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા પર ભાર મૂક્યો છે, જેનું પરિણામ આપણને દેખાય પણ છે, બીજું, વડા પ્રધાને સાઈબર સિકયુરિટીને નેશનલ સિકયુરિટી સમાન મહત્ત્વની ગણાવી છે. ડિમોનેટાઈઝેશન બાદ દેશમાં ઓનલાઈન-ડિજિટલ નાણાકીય વ્યવહારો સતત વધતા રહ્યા છે, જેનો લાભ અર્થતંત્રને પણ થઈ રહ્યો છે. વડા પ્રધાનના વિઝનમાં ડિજિટલ ઈકોનોમીને નોંધપાત્ર મહત્ત્વ અપાયું છે.

ઝડપી-સરળ – પારદર્શક
નીચલાથી ઉચ્ચત્તમ સ્તર સુધી આર્થિક વ્યવહારો સાથે સંકળાયેલો તમામ વર્ગ હવે ડિજિટલ વ્યવહાર કરે છે, જે ઝડપી- પારદર્શક અને સલામત ગણાય છે. હા, સાઈબર અટેકથી તેને રક્ષણ આપવું આવશ્યક છે. હજી આપણા દેશમાં પોલીસ સાઈબર સેલ સંપૂર્ણ સક્ષમ કે સજજ બન્યા નથી, વધુમાં સાઈબર અપરાધોમાં કાનુની માધ્યમથી ઉકેલ લાવવાની કામગીરી કપરી છે, કેમ કે સાઈબર અટેકમાં મોટે ભાગે લીગલ જયુરિશડિકશનનો મામલો ગુંચવણ સાથે મોટા ખર્ચની શકયતા ઊભી કરે છે.

ટૂંકમાં સાઈબર અટેક સામે ‘પ્રોટેકશન ઈઝ બેટર ધેન સોલ્યુશન’ એટલે કે એના સંભવિત ઉકેલ કરતાં આગોતરી સુરક્ષા વધુ અકસીર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral