CBSE 12th result 2024: CBSE એ 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું, છોકરીઓ છોકરાઓ કરતાં આગળ
ટોપ ન્યૂઝનેશનલ

CBSE 12th result 2024: CBSE એ 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું, છોકરીઓ છોકરાઓ કરતાં આગળ

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 12મા ધોરણનું પરિણામ(12th Result) જાહેર કર્યું છે. ધોરણ 12નું પરિણામ ઓનલાઈન મોડમાં જાહેર કરવામાં આવ્યું છે, CBSEની સત્તાવાર વેબસાઈટ પર રીઝલ્ટની લિંક એક્ટીવ થઈ ગઈ છે. આ વર્ષે 87.98 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 0.65 ટકા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ છોકરાઓ કરતા છોકરીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓની પાસ થવાની ટકાવારી 6.4 ટકા વધુ રહી છે. CBSE બોર્ડના 12મા પરિણામ 2024માં છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 અને છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 રહી છે.

ત્રિવેન્દ્રમ પ્રદેશ 99.91 પાસિંગ ટકાવારી સાથે પ્રથમ ક્રમે રહ્યું છે.

આ રીતે ઓનલાઈન પરિણામો ચેક કરી શકાશે:

1. પહેલા ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર જવાનું રહેશે.
2. અહીં 12મા ધોરણના પરિણામની લિંક આપવામાં આવી હશે, તેના પર ક્લિક કરો.
3. આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પેજ પર વિધાર્થીની વિગતો દાખલ કરવાની રહેશે. વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
4. પરિણામ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.
5. ત્યાર બાદ પરિણામની કોપી ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકાશે

Back to top button