નેશનલ

જી-૨૦નું નવું પ્રમુખ બન્યું બ્રાઝીલ

નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦નું પ્રમુખપદ બ્રાઝીલને સોંપવા માટે બ્રાઝીલના પ્રમુખ લુઇઝ અનાસિયો લુલા દ સિલ્વાને ‘પ્રતીકરૂપ હથોડો’ રવિવારે સોંપ્યો હતો.
મોદીએ જી-૨૦ના પ્રમુખપદે ભારત રહ્યું તે દરમિયાન લેવાયેલા વિવિધ પગલાંમાંની પ્રગતિની આકારણી કરવા નવેમ્બરમાં વર્ચ્યુઅલ સમિટ યોજવાની ભલામણ કરી હતી.
બ્રાઝીલ ચાલુ વર્ષની પહેલી ડિસેમ્બરે જી-૨૦નું પ્રમુખપદ સત્તાવાર રીતે સંભાળી લેશે.
મોદીએ બ્રાઝીલને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે બ્રાઝીલ જી-૨૦ના પ્રમુખ તરીકે લક્ષ્યને આગળ વધારવામાં સફળ થશે.
મોદીએ જણાવ્યું હતું કે ભારત ‘પ્રમુખપદના પ્રતીકરૂપ હથોડો’ બ્રાઝીલને સુપરત કરે છે. અમને આશા છે કે બ્રાઝીલના પ્રમુખપદ હેઠળ વૈશ્ર્વિક એકતા અને સમૃદ્ધિ લાવવાના લક્ષ્ય તરફ જી-૨૦ આગળ વધશે.
વડા પ્રધાને ભારતના જી-૨૦ના પ્રમુખપદ દરમિયાન લેવાયેલા વિવિધ પગલાં અને નિર્ણયની દિશામાં થયેલી પ્રગતિની આકારણી કરવા માટે જી-૨૦ની નવેમ્બરમાં વર્ચ્યુઅલ સમિટ યોજવાની ભલામણ કરી હતી.
ભારતનો જી-૨૦ના પ્રમુખપદનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. દિલ્હીમાં યોજાયેલી જી-૨૦ના સભ્ય દેશોના નેતાઓની બે દિવસની બેઠક રવિવારે પૂરી થઇ હતી.
તેમણે જણાવ્યું હતું કે બે દિવસની બેઠક દરમિયાન જી-૨૦ના સભ્ય દેશોના નેતાઓએ પોતાના સૂચન, દરખાસ્ત અને અભિપ્રાય રજૂ કર્યા હતા, તેના ઝડપી અમલ કરાવવાની અમારી જવાબદારી છે. હું નવેમ્બરના અંતમાં જી-૨૦ના સભ્ય દેશોના નેતાઓની એક વર્ચ્યુઅલ બેઠક યોજવાનું સૂચન કરું છું. નવેમ્બરના સત્રમાં આપણે અગાઉના વિવિધ સૂચનના અમલ માટે લેવાયેલા પગલાંની સમીક્ષા કરી શકીશું. અમારી વિવિધ ટીમ તમને સંબંધિત અહેવાલ આપશે. મને આશા છે કે તમે બધા નવેમ્બરના સત્રમાં જોડાશો. હું આ સાથે જી-૨૦ની બેઠક પૂરી થવાની જાહેરાત કરું છું.
તેમણે આખા વિશ્ર્વમાં શાંતિ સ્થાપવાની આશા વ્યક્ત કરતા સંસ્કૃત શ્ર્લોકને ટાંક્યો હતો.
દરમિયાન, લુલાએ જી-૨૦ના આ સત્રના અંતે જણાવ્યું હતું કે અમે ‘જી-૨૦’ના સભ્ય દેશોને એકત્ર રાખવા કટિબદ્ધ છીએ. અમે ભાવિ પડકારનો સામનો કરવા માટે બધાની સાથે મળીને કામ કરીશું. અમે સંઘર્ષ નહિ, પરંતુ સહકાર ઇચ્છીએ છીએ.
જી-૨૦ની આગામી શિખર મંત્રણા ૨૦૨૪ના નવેમ્બરમાં રિયો ડી જાનેઇરોમાં યોજાશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure