તરોતાઝા

સૌંદર્ય અને સ્વાસ્થ્ય વર્ધક કમળકાકડી

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

ભારતીય પરંપરામાં પૂજામાં વપરાતી કમળકાકડી એક આદર્શ નિર્દોષ ઔષધ પણ છે. તેને સૌરાષ્ટ્રનાં અમુક ભાગમાં પબડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કમળકાકડીનો પૂજા વિધિમાં ઉપયોગ કરી પછી એનું શું થયું એની દરકાર કરતા નથી અથવા બીજો કોઈ ઉપયોગ કર્યા વિના ફેંકી દઈએ છીએ. પણ, આ કમળકાકડી મહિલાઓ માટેનું એક આદર્શ ટોનિક છે, એટલું જ નહીં પણ સ્ત્રીઓને થતાં ઘણાં રોગોનું અક્સિર ઔષધ છે.

એનો શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઉપયોગ કરવાથી સ્ત્રીઓના અનેક રોગોનો ઘેર બેઠા ઈલાજ થઈ શકે છે. આપણાં શાસ્ત્રોમાં નાગરવેલનાં પાન, દુર્વા, તુલસીનાં પાન, બીલીનાં પાન, બિલ્વફળ, આસોપાલવનાં પાન, પંચામૃત દૂધ, (દહીં, ઘી, મધ, સાકર) વગેરેને ધાર્મિક ક્રિયાઓમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપ્યું છે. એનું કારણ કદાચ એ પણ હોઈ શકે કે માનવજીવન માટે અમૂલ્ય આ બધી ઔષધિય ગુણો ધરાવતી વસ્તુઓ સ્મૃતિ પટ પર તાજી રહે.

આ જ સૂચિમાં સમાવિષ્ટ અને પવિત્ર મનાતા કમળનાં ફૂલ અને કમળના છોડનો આયુર્વેદે અનેક રોગોમાં સફળ ઉપયોગ કર્યો છે.
કમળકાકડી એ કમળના છોડનાં બીજ છે.

આ બીજ બજારમાં ગાંધીને ત્યાં પણ મળતા હોય છે. બીજમાં રહેલ સફેદ પદાર્થ એટલે કે ગર્ભ ઔષધ તરીકે સેંકડો વર્ષથી ભારતમાં વપરાતો આવ્યો છે. ભારતમાં જ્યારે ડોશી વૈદ્યકનો પ્રચાર હતો ત્યારે કમળકાકડીનું સ્થાન દરેક ઘરમાં હતું. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ કમળકાકડીનો ઉપયોગ પૂજા ઉપરાંત ઔષધ તરીકે થાય છે.

યુવતીઓ કમળકાકડીનો ઉપયોગ કરી સફેદ પાણી પડવું, માસિક વધારે આવવું, વંધ્યત્વ, કમરનો દુખાવો વગેરેમાંથી મુક્તિ મેળવી શકે છે.
આયુર્વેદની દૃષ્ટિએ કમળકાકડી શીતળ, થોડી મધુર પાચક, રૂચિકારક, પૌષ્ટિક, થોડી મળગ્રાહી (ઝાડો બાંધનાર) શક્તિ દાયક અને ગર્ભસ્થાપક છે.

ગર્ભ માટે નુકસાનકારક પિત્તના વિકારો જેવા કે રક્તપિત, પિતજ વમન, દાહ અને રક્તવિકારનો નાશ કરે છે.

કમળકાકડીનો ક્વાથ કરી સાકર મેળવી પીવાથી પરસેવો વળી તાવ ઉતરે છે. કમળકાકડી સ્ત્રીરોગ અને સ્ત્રીઓની અશક્તિ દૂર કરવાનું રામબાણ ઔષધ છે. લાંબો સમય સાકર સાથે સેવન કરવાથી અને પથ્ય ખોરાક લેવાથી સ્ત્રીનું શરીર ઘાટીલું અને તેજસ્વી બને છે અને ગર્ભાશયને લગતા કેટલાક રોગોનો નાશ થાય છે. શરીરનો વર્ણ સુધરે છે અને પેશાબ સાફ આવે છે. અવારનવાર થતાં ગર્ભપાતમાં જ્યાં અન્ય કોઈ કારણો ન પકડાતા હોય ત્યાં કમળકાકડી અને સાકરનો પ્રયોગ લાંબો સમય કરવાથી અવશ્ય લાભ થાય છે.

આ ઉપરાંત આ પ્રયોગથી સ્ત્રી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે, શરીર ઘાટીલું, શક્તિશાળી બને છે. ચામડી મુલાયમ અને તેજસ્વી બને છે.

સ્તન શૈથીલ્યની સારવાર માટે મોટાભાગે યુવતીઓ ખોટા ચક્કરમાં ફસાય છે, પૈસા અને સમયની બરબાદી કરે છે છતાં જોઈએ એટલો સંતોષ થતો નથી. આવી યુવતીઓએ આધુનિક સર્જરીનાં શરણે જતાં પહેલાં કમળકાકડીનું ચૂર્ણ એક ગ્રામ, શતાવરી ચૂર્ણ એક ગ્રામ, અશ્વગંધા ચૂર્ણ અડધો ગ્રામ મેળવી સાકરવાળા દૂધ અને ગાયના ઘી સાથે ત્રણ માસ સુધી લેવું. હળવી કસરત કરવી અને શ્રીપર્ણી તૈલનું માલિશ કરવું અવશ્ય લાભ થશે.
શરીર ધોવાવું, સફેદ પાણી પડવું, માસિક વધારે આવવું, માસિકમાં દુર્ગંધ આવવી, કમરમાં દુખાવો થવો… વગેરે સ્ત્રીરોગોમાં કમળકાકડી ચૂર્ણ ૧ગ્રામ, ચંદનાદિ ચૂર્ણ ૧ ગ્રામ અને સાકર ૧ ગ્રામ મેળવી સવાર સાંજ દૂધ સાથે લેવું. પત્રાંગાસવ ચાર ચમચી અડધા કપ પાણીમાં મેળવી બપોરે અને સાંજે જમ્યા પછી લેવો ચમત્કારિક લાભ થશે. સ્ત્રીઓના આરોગ્ય માટે, શરીર નિરોગી રહે, શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ રહે એ માટે કમળકાકડીનું ચૂર્ણ ૧૦૦ ગ્રામ ગાયનું ચોખ્ખું ઘી ૧૦૦ ગ્રામ અને સાકર ૧૦૦ ગ્રામ મિક્સ કરી કાચનાં પાત્રમાં ભરી રાખવું ને એમાંથી દરરોજ સવાર સાંજ એક એક ચમચી લઈ ઉપર એક કપ દૂધ પીવું, સાદો, સુપાચ્ય, પૌષ્ટિક અને પથ્ય ખોરાક લેવો.

પુરુષો પણ કમળ કાકડીનું ચૂર્ણ પૌષ્ટિક અને પિત્તશામક તરીકે લઈ શકે છે. બહુ જ લાંબો સમય લેવાથી કામવાસના ઓછી થાય છે એવી માન્યતા છે.

આમ, સાવ હાથવગું એવું કમળકાકડી નામનું આ ઔષધ, સ્ત્રીઓનાં ઘણાં રોગોનું રામબાણ ઔષધ છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral