નેશનલ

ગોદાવરી નદીમાં ન્હાવાનું પડ્યું ભારેઃ આટલા વિદ્યાર્થીના મોત

કાકીનાડાઃ આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં ગૌતમી-ગોદાવરી નદીમાં નાહવા પડેલા ૪ વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. ઘટના અંગે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે ૪-૩૦ વાગ્યાની આસપાસ ૭ વિદ્યાર્થીઓ ન્હાવાના ઇરાદે તલ્લારેવુ મંડળના પિલંકા ગામમાં ગોદાવરી નદીમાં પડ્યા હતા, જેમાંથી ૪ ડૂબી ગયા હતા.

રવિવારે સવારે ચારેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૩ સુરક્ષિત હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતકો અન્ડરગ્રેજ્યુઅટ કોર્સ કરી રહ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ૨૦ વર્ષની આસપાસની વયના હતા.

પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તનુકુ નગરના વિદ્યાર્થીઓ ટ્રીપ પર આવ્યા હતા. તેઓ પહેલા નજીકના યાનમ ગયા અને પછી પિલંકા આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ચારેય વિદ્યાર્થીઓ સ્વિમિંગ દરમિયાન જોરદાર કરંટ આવવાથી વહી ગયા હતા.

ઘણા કલાકો પછી તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ફાયર, રેવન્યુ અને પોલીસ વિભાગ અને માછીમારોના સંયુક્ત પ્રયાસથી મૃતદેહો શોધવામાં સફળતા મળી હતી. પોલીસે સીઆરપીસીની કલમ ૧૭૪ હેઠળ કેસ નોંધ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાઈ બ્લડપ્રેશર છે? ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ… Hina Khan’s Top 10 Stunning Outfits મુંબઈની હતાશ ટીમ માટે સચિનની સંજીવની વહેલાસર કારગત નીવડશે? IPL Mystery Girls : captured on camera went viral