નેશનલ

પહેલી નવેમ્બરથી દિલ્હીમાં ડીઝલની બસ માટે લેવામાં આવ્યો આ નિર્ણય

ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનનું આવતીકાલે વિરોધ પ્રદર્શન કરશે

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે પ્રદૂષણના નામે 1 નવેમ્બર, 2023થી હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની ડીઝલ BS-4 બસોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે. ટેક્સી એન્ડ ટૂરિસ્ટ ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશન આવતીકાલે એટલે કે સોમવારે બપોરે 11 વાગ્યે જંતર-મંતર પર મોટો વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે.

દિલ્હી સરકારના આ નિર્ણયને કારણે રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ટ્રાન્સપોર્ટરોની ડીઝલ બસો દિલ્હી એનસીઆરમાં આવી શકશે નહીં. હજારો બસ માલિકો ટ્રાન્સપોર્ટને લગતા વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના લાખો ડ્રાઇવરો છે અને તેમના કારણે કરોડો પરિવારો ટકી રહ્યા છે.


તેનાથી રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ટ્રાન્સપોર્ટરોને અસર થશે. ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટનું કહેવું છે કે જો પ્રદૂષણનો સવાલ છે તો પંજાબ, હિમાચલ, ચંદીગઢ, જમ્મુ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશની BS-4 ડીઝલ બસોને શા માટે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.

શું આ 3 રાજ્યોની ડીઝલ બસો ધુમાડો નથી કાઢતી અને પ્રદૂષણ નથી ફેલાવતી? શું એમની બસો ઓક્સિજન આપશે? સંજય સમ્રાટની માંગ છે કે BS-4 ડીઝલ ઓલ ઈન્ડિયા ટુરીસ્ટ પરમીટ ટુરીસ્ટ બસોને જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ચાલવા દેવી જોઈએ. કારણ કે આ લોકોની રોજીરોટીનો પ્રશ્ન છે.

ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ સંજય સમ્રાટનું કહેવું છે કે હાલમાં તો દિલ્હીમાં BS-4ની ડીઝલ બસો બંધ કરવામાં આવી છે. અને બાદમાં તેઓ સમગ્ર ભારતમાં ડીઝલ BS-4 ટેક્સી બસો બંધ કરવા જઈ રહ્યા છે. ભારતભરના ટેક્સી-બસ માલિકો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીથી પીડાયા રહ્યા છે, ત્યારે દિલ્હી સરકાર ઇલેક્ટ્રીક અને સીએનજી કે BS-6 બસોને પ્રાથમિકતા આપવા માગે છે. દિલ્હી સરકાર પ્રદૂષણના નામે બસ માલિકોને નિશાન બનાવી રહી છે. ગયા વર્ષે પણ ડીઝલથી ચાલતી ટેક્સી અને બસો પાસેથી સરકારે દંડ વસૂલ કર્યો હતો, પણ દિલ્હી સરકાર ડીઝલ ટ્રકો પર પ્રતિબંધ નથી મૂકતી.


સંજય સમ્રાટનું કહેવું છે કે ઘણા વાહન માલિકોએ 2019માં BS-4ની ડીઝલ બસો ખરીદી હતી અને ત્યાર બાદ કોરોનાને લીધે આ બસો ધૂળ ખાતી પડી રહી અને હવે તેમની બસો ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. હવે આ વાહનોનું શું થશે? અમે આ હપ્તા ક્યાંથી ભરીશું? સંજય સમ્રાટે દિલ્હીના એલજીને પત્ર લખીને BS-4 ડીઝલ બસોના પ્રવેશ પર પ્રતિબંધ પર પુનઃ વિચાર કરવા અપીલ કરી છે.


1 નવેમ્બરથી, હરિયાણાના કોઈપણ શહેર અથવા નગરમાંથી ચાલતી કોઈપણ રોડવેઝ બસ ફક્ત ત્યારે જ દિલ્હીમાં પ્રવેશ કરી શકશે જો તે ઇલેક્ટ્રિક, CNG અથવા BS6 અને ડીઝલ BS6 અને ડીઝલ એન્જિન પર ચાલશે. તેવી જ રીતે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી આવતી બસો પર પણ આ પ્રતિબંધ લાગુ પડશે. આ નિર્ણય માત્ર સ્ટેટ રોડવેઝની બસો પર જ નહીં પરંતુ તમામ ખાનગી ઓપરેટરો અને રાજ્ય PSUની બસો પર પણ લાગુ થશે. પરિવહન વિભાગે તેના પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે CAQMની આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.


1 નવેમ્બરથી, પરિવહન વિભાગની ટીમ દિલ્હીની તમામ બોર્ડર પર ચેકિંગ કરશે જ્યાંથી આંતરરાજ્ય બસો દિલ્હીમાં પ્રવેશ કરે છે. બોર્ડર પરથી, ફક્ત ઇલેક્ટ્રિક CNG અથવા BS6 ડીઝલ એન્જિન ચાલશે. બસ સ્ટેન્ડ અને જે જગ્યાએથી ખાનગી બસ ઓપરેટરો બસ ચલાવે છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ બસ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળશે તો તેને જપ્ત કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure