આમચી મુંબઈ

મહાવિકાસ આઘાડીમાં નાણાંની ફાળવણી અંગે નેતાઓમાં રોષ

નાગપુર: મહાવિકાસ આઘાડીના આગેવાનો દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જીતેન્દ્ર આવ્હાડે બોલતા તેમણે મહાવિકાસ આઘાડીના નેતાઓ, ખાસ કરીને કોંગ્રેસના નેતાઓને ફંડ મળ્યું હોવાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિપક્ષના નેતા વિજય પાટીલે આ પત્રકાર પરિષદને સંબોધી હતી. એક તરફ મહાવિકાસ અઘાડી દાવો કરે છે કે અમે ચૂંટણીનો સામનો કરવા માટે એકજૂટ છીએ. બીજી તરફ, મહાવિકાસ આઘાડીના કેટલાક નેતાઓને સંમેલનમાં ફંડ મળ્યું હતું, જ્યારે જીતેન્દ્ર આવ્હાડને એક પણ રૂપિયો મળ્યો ન હોવાથી તેઓ સાથે હતા ત્યારે ફંડ લેવું જોઈતું હતું, મહાવિકાસ આઘાડીના નેતાઓએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યુ હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ’શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથને પૈસા ન મળ્યા, શરદ પવાર જૂથને પૈસા ન મળ્યા, પછી કોણ બાકી છે તે પૂછતાં તેમનો કળશ સીધો કોંગ્રેસ પર દર્શાવવામાં આવ્યો હતો. હું બિન્દાસ બોલી રહ્યો છું કારણ કે હું કોઈના પિતાથી ડરતો નથી.’ તો શું તેનાથી મહાવિકાસ અઘાડીમાં ભંગાણ પડશે? આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં એકલે હાથે ચૂંટણી લડવાનો ભાજપનો ઈરાદો: આવ્હાડનો દાવો
આરએસએસ સાથેની બેઠકમાં ચૂંટણીનો મેગા પ્લાન તૈયાર
મુંબઈ: વિધાનસભાના શિયાળુ અધિવેશનની પૂર્ણાહુતિ થઈ. આ અધિવેશન દરમિયાન અનેક બાબતો પર ચર્ચા – વિચારણા થઈ. રાજકીય સ્તરની મુલાકાતો થઈ અને બેઠકોનું પણ આયોજન થયું. આ મુલાકાતોમાં વિગતવાર ચર્ચા સુદ્ધાં કરવામાં આવી. આવી જ એક બેઠક વિશે રાષ્ટ્રવાદી નેતા અને વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડએ નિવેદન કર્યું છે. એ મુલાકાતના – બેઠકના અનેક રાજકીય પહેલું પર પણ આવ્હાડએ ધ્યાન દોર્યું છે. જિતેન્દ્ર આવ્હાડએ સોશિયલ મીડિયા પર કરેલા એક મહત્ત્વના ટ્વિટમાં જણાવ્યા અનુસાર ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક બેઠક થઈ હતી. એ બેઠકમાં ૨૦૨૪ની ચૂંટણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આવ્હાડએ જણાવ્યું છે કે બેઠકમાં ભાજપની રણનીતિ નક્કી થઈ ગઈ છે અને ૨૦૨૪માં ભાજપ મહારાષ્ટ્રમાં એકલે હાથે ચૂંટણી લડશે. જે લોકો ભાજપ સાથે ચૂંટણી લડવા ઇચ્છતા હોય તેમણે કમળના ચિહ્ન પર ચૂંટણી લડવી પડશે. નાગપુરના શિયાળુ અધિવેશન પછી આ આંચકો આપનારી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભાજપ-આરએસએસની વૈચારિક બેઠક થઈ હતી. એ બેઠકમાં ત્રણ રાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજય બાદ મહારાષ્ટ્રમાં શું થઈ શકે એના પર મનોમંથન કરવામાં આવ્યું હતું. આ મનોમંથન પછી ભાજપે એકલા હાથે ચૂંટણી લડવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. જેમની પર આરોપો છે, જેમની છબી ખરડાયેલી છે એમને સાથે નહીં લેવા એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

વર્ધાથી માતોશ્રી: શિવસૈનિકોની સાઇકલ પર નિષ્ઠા યાત્રા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપવા શિવસૈનિકો વર્ધાથી નિષ્ઠા યાત્રાનું આયોજન કરવાના છે. આ યાત્રામાં વર્ધાથી મુંબઈ નવ દિવસમાં સાયકલથી ૮૬૪ કિલોમીટરનો પ્રવાસ કરવામાં આવશે. આ પ્રવાસ મુંબઈના માતોશ્રી બંગલામાં પૂર્ણ થશે.

યુવા પરિવર્તન કી આવાઝ સંગઠનના અધ્યક્ષ નિહાલ પાંડેના નેતૃત્વમાં
શનિવાર, ૨૩ ડિસેમ્બરે આ નિષ્ઠા યાત્રાનો પ્રારંભ થશે. દેશમાં તેમજ રાજ્યમાં વધી રહેલી બેરોજગારી, ઉદ્યોગોની અવસ્થા, મોંઘવારી, ખેડૂતોની સમસ્યા, ગૃહસ્થી અને આરોગ્યની સમસ્યા વગેરે બાબતો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનું કામ આ પ્રવાસ દરમિયાન કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
IPL’s Most Consistent Hitters: Who Rules the Run Charts? બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ચાલો દિયા મિર્ઝાના ઘરની લટાર મારીએ “Bikini-Clad Woman’s Bus Ride”