નેશનલ

CBIની નોટિસને લઈને અખિલેશએ કહ્યું ભાજપ તેની નબળી સ્થિતિમાં, 10 વર્ષ પછી પણ લોકો ડરેલા…

નવી દિલ્હી: ગેરકાયદેસર ખનન મામલે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ (akhilesh yadav) ને CBIએ નોટિસ પાઠવી હતી જેમાં તેને સાક્ષી તરીકે પૂછપરછ માટે CBI સમક્ષ હજાર થવાનું કહ્યું હતું. તેવામાં અખિલેશ યાદવ તરફથી એક જવાબ મોકલવામાં આવ્યો છે અને આ જવાબમાં તેને CBIની આ એક્શન પર સવાલ પણ ઊભા કર્યા છે.

સપાના વડાએ કહ્યું કે આ મામલે FIR 2019માં દાખલ થઈ છે પરંતુ તેના પાંચ વર્ષ સુધી કોઈ જ પૂછવા ન આવ્યું અને અચાનક લોકસભા ચૂંટણી અગાઉ જ CBIએ નોટિસ મોકલી છે. જો કે કે અખિલેશે તપાસમાં પૂરો સહયોગ આપવાની પણ તૈયારી દર્શાવી છે. અખિલેશે કહ્યું છે કે પાર્ટી અધ્યક્ષ અને વિપક્ષના નેતા તરીકે યુપીના મતદારો પ્રત્યે તેમની બંધારણીય ફરજ છે. જોકે હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું. તેમણે વધુમાં કહ્યું કે યુપીમાં રાજ્યસભાની ચૂંટણી અને આગામી લોકસભાની ચૂંટણી પહેલા અયોગ્ય ઉતાવળમાં નોટિસ મોકલવામાં આવી રહી છે, જ્યારે એફઆઈઆર 2019ની છે. પાંચ વર્ષથી તેમની પાસેથી કોઈ માહિતી માંગવામાં આવી ન હતી અને ચૂંટણી પહેલા અચાનક નોટિસો મોકલવામાં આવી રહી છે.

અખિલેશને મળેલી નોટિસ પર તેમની પત્ની અને મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે અમારું ગઠબંધન વધુ મજબૂત બન્યું છે, તેથી જ સમન્સ આવ્યું છે. તેમણે કહ્યું, “અમે જોઈ રહ્યા છીએ કે દેશમાં CBI અને EDનો કેવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે. ગઠબંધન વધુ મજબૂત બન્યું છે, એટલે જ સમન્સ આવ્યા છે. આવી EDની નોટિસ લોકો સુધી પણ જાય છે. આ પણ આપણા લોકતંત્રને બચાવવા માટેની ચૂંટણી છે. પૂરી તાકાતથી ચૂંટણી લડીશું.”

પત્રકારો સાથે વાત કરતાં અખિલેશ જણાવે છે કે અમારા પરિવારને નેતાજી (મુલાયમ સિંહ યાદવ)ના સમયમાં પણ CBIના અંડરમાં રહેવું પડ્યું હતું. જે પણ પીડીએની વાત કરશે તેને આ બધુ સહન તો કરવું જ પડશે. ભાજપ પર પ્રહાર કરતાં તેઓ કહે છે કે “BJP અત્યારે સૌથી નબળી સ્થિતિમાં છે. 10 વર્ષ બાદ પણ લોકો (BJP) અત્યારે ડરેલા છે. યુપીથી આવ્યા હતા અને યુપીથી જ પાછા જશે. 2014માં આવ્યા હતા 2024માં બહાર કરી દેશું. દેશના લોકોની આંખો બંધ નથી. ચંદીગઢમાં તમે શું કરાવ્યુ? જો અગર બેલેટ પેપરથી વોટિંગ ન થયું હોત તો ભાજપની લૂંટની ખબર પડી ન હોત. હિમાચલમાં એક CMને FIR લખાવવી પડે છે. આ આપણે પેહલા નથી જોયું” જો કે સૂચના લીક થવા પર BJP પર નિશાન તાકતા તેઓ કહે છે કે સમન્સ જ્યાથી ઇશ્યૂ કર્યું છે ત્યથી જ જાણકારી મેળવી લેવી જોઈએ કે અમે નોટિસમાં શું જવાબ આપ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દેખાવમાં પોતાના Grand Parentsની Carbon Coppy છે આ Star Kids… તમે ગમે તેટલી કમાણી કરો આ 10 દેશોમાં આવકવેરો લેવામાં આવતો નથી Sachin Tendulkar Turns 51: Cricket Legend’s Journey Dhoni’s Fiery Side: When Captain Cool Lost His Composure